Bhavnagar : આ રીતે ઉંદરને મારશો તો ભરવો પડશે દંડ! સાથે જ થઈ શકે છે જેલની સજા
- ગ્લુ ટ્રેપમાં ફસાઈ ઉંદરોનાં ક્રૂરતાપૂર્વક થતાં મૃત્યુનો મામલો
- પશુપાલન નિયામક દ્વારા ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ અંતર્ગત હાઇકોર્ટમાં પિટિશન
- ઉંદર પકડવાની જાળ ગ્લુ ટ્રેપનાં ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ
- શિક્ષાત્મક કાર્યવાહીમાં 100 દંડ અને 2 કે વધુ વખત કોઈ ઝડપાય તો 1 થી 3 માસ સુધીની જેલની સજા
Bhavnagar : ઘરમાં કે દુકાનમાં ફરતા ઉંદરોથી (RAT) લોકો ઘણી વખત ત્રાહીમામ પોકારતા હોય છે. આથી, લોકો ઉંદરને પકડવા માટે પાંજરૂં મૂકે છે. જો કે, તેમ છતાં પણ જો ઉંદર ન પકડાય તો પછી ગ્લુ ટ્રેપનો ઉપયોગ કરે છે, જેમાં ઉંદર ચોંટીને પછી તડપી તડપીને મરી જાય છે. આ પ્રકારની પદ્ધતિને પગલે ઉંદરોની ક્રૂરતાપૂર્વક થતાં મોત વિરુદ્ધ રાજ્યનાં પશુપાલન નિયામક (Director of Animal Husbandry) દ્વારા પ્રાણી કલ્યાણ બોર્ડ અંતર્ગત વાંધો ઉઠાવી હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. જે આધારે ઉંદર પકડવા માટે ગ્લુ ટ્રેપના ઉપયોગ, ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને સાથે જ પ્રતિબંધના ભંગ બદલ દંડ અને જેલની સજાની જોગવાઈ કરાઈ છે.
આ પણ વાંચો - Mahisagar : વીરપુરમાં પતિને 'બૈરું કરડ્યું'! સો. મીડિયા પર સરકારી હોસ્પિ. નાં કેસ પેપરનું લખાણ વાઇરલ!
ગ્લુ ટ્રેપ અથવા સ્ટીકી ટ્રેપ પર પ્રતિબંધ ફરમાવી
અગાઉના સમયમાં ઉંદરોને પકડવા માટે લોકો પાંજરાંનો ઉપયોગ કરતા હતા. જ્યારે ઉંદર પાંજરે પૂરાય ત્યારે તેને ઘર, દુકાનની બહાર ખુલ્લી અને અવાવરું જગ્યામાં છોડી મૂકવામાં આવતા હતા. પરંતુ, સમય જતાં હવે આધુનિક ટેકનોલોજીનાં માધ્યમથી ઉંદર પકડવાનાં નવા-નવા સાધનો માર્કેટમાં વેચાઈ રહ્યા છે. તે પૈકી એક ગ્લુ ટ્રેપ (Glue Trap) છે, જેમાં ઉંતર ચોંટીને મૃત્યુ પામે છે. આ ક્રૂર પદ્ધતિ સામે રાજ્યનાં પશુપાલન નિયામક દ્વારા ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ (Animal Welfare Board) અંતર્ગત હાઇકોર્ટમાં (High Court) એક પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે અંગે સુનાવણી બાદ ઉંદર પકડવાની જાળ ગ્લુ ટ્રેપનાં ઉપયોગ, ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો - World University Games માટે પહેલીવાર ગુજરાતનાં આ બે ખેલાડીઓની પસંદગી
રૂ. 100 નો દંડ અને 1 થી 3 માસ સુધીની જેલની સજા
પિટિશનમાં (Bhavnagar) જણાવ્યું કે, ઉંદરો પર નિયંત્રણ જરૂરી છે. પરંતુ, ગ્લુ ટ્રેપનો ઉપયોગ કરી ઉંદરનું મૃત્યુ થવી એ ક્રૂર પદ્ધતિ છે. આથી, સરકારે ગ્લુ ટ્રેપ અથવા સ્ટીકી ટ્રેપ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ગ્લુ ટ્રેપમાં ગુંદર જેવો ચીકણો પદાર્થ હોય છે, જેમાં ઉંદર ચોંટી જાય છે અને તડપી તડપીને મૃત્યુ પામે છે. આથી, ક્રૂરતાપૂર્વક થતાં મૃત્યુને કારણે હાઇકોર્ટમાં પિટિશન બાદ ગ્લુટ્રેપનાં (Glue Trap) ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960 ની કલમ 11 પ્રમાણે આ પ્રતિબંધનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી હેઠળ રૂ. 100 નો દંડ અને 2 કે વધુ વખત કોઈ ઝડપાય તો 1 થી 3 માસ સુધીની જેલની સજાની જોગવાઈ છે.
આ પણ વાંચો - Gujarat Congress : કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર હાઈકોર્ટનાં શરણે, રાહુલ ગાંધી આવશે ગુજરાત!