Bhavnagar ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટિવ બેંકમાં ભરતી મામલો, સગાવાદ કરી નોકરી આપી હોવાનો આક્ષેપ
- ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં ભરતીનો મામલો
- ગઈકાલે વિદ્યાર્થીનેતા યુવરાજસિંહે કર્યા હતા કૌભાંડના આક્ષેપ
- ભરતી પ્રક્રિયામાં કોઈ સગાવાદ નથી થયો: રસિકભાઈ
ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટિવ બેંકમાં ભરતીમાં કૌભાંડ થયો હોવાનો આક્ષેપ થયો છે. વિદ્યાર્થી નેતા દ્વારા ચેરમેન સામે કૌભાંડનાં આક્ષેપ કર્યા છે. તેમજ ભાવનગર જીલ્લા રજીસ્ટ્રારને આવેદનપત્ર આપી આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ યુવરાજસિંહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે બેંક ભરતીમાં સગાવાદ ચલાવવામાં આવ્યો છે. તેમજ આ ભરતી કૌભાંડમાં બેંકનાં ડિરેક્ટરોની પણ સંડોવાયેલા હોવાનો આક્ષેપ કર્યો હતો.

ભરતી પ્રક્રિયામાં કોઈ સગાવાદ નથી થયો: રસિકભાઈ
આ સમગ્ર મામલે બેંકનાં ચેરમેન રસિકભાઈએ જણાવ્યું હતું કે, યુવરાજસિંહ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા છે. તેમજ ભરતી પ્રક્રિયા કાયદેસર રીતે કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયામાં કોઈ સગાવાદ થયો નથી. તેમજ મારા કાકા બાપાનાં દીકરાઓ પરીક્ષા આપી પાસ થયા છે. આ ભરતી પારદર્શકતાથી કરવામાં આવી છે કોઈ સગાવાદ કે કોઈપણ પ્રકારની ક્ષતિઓ રાખવામાં આવી નથી.
શું છે સમગ્ર મામલો
ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકની ભરતી મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ભાવનગર પહોંચ્યા હતા. જ્યાં બહુમાળી ભવન ખાતે આવેલ જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીની ઓફીસે રજૂઆત કરી હતી. જેમાં ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેંકની ભરતીમાં કૌભાંડ થયું હોવાનાં આક્ષેપ સાથે રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ Nadiad : રાજ્યમાં વધુ એક નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ, ફ્રૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગે દરોડો પાડી કાર્યવાહી કરી
સમગ્ર મામલો કોર્ટમાં લઈ જઈશુંઃ યુવરાજસિંહ જાડેજા
યુવરાજસિંહ જાડેજા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેંકની ભરતીમાં સગાવાડદ થયો છે. તેમજ ભાજપનાં જ સગા વ્હાલાની ભરતી કરવામાં આવી છે. ભાજપનાં રઘુભાઈ હુમબલ સહિતનાં નેતાઓનાં સગાની ભરતી કરવામાં આવી છે. તેમજ 15 જેટલા લોકોની ભરતી બોગસ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ પટ્ટાવાળાની ભરતીમાં સગાવાદ કરી ભરતી કરવામાં આવી હતી. ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેંકમાં 80 જેટલા લોકોની બોગસ ભરતી કરી દેવામાં આવી છે. એક કેન્ડીડેટનાં 30 લાખ રૂપિયા આપી નોકરી મેળવી હોવાનાં આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ તમામ બાબતોનો સંતોષકારક જવાબ નહી મળે તો સમગ્ર મામલો કોર્ટમાં લઈ જઈશું. ભાવનગર કૌભાંડોનું એપી સેન્ટર છે. તેમજ પણ યુવરાજસિંહે કહ્યું હતું.
આ પણ વાંચોઃ Anand : કથા વચ્ચે જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી