Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : વીજ વિભાગની જીપે અકસ્માત સર્જ્યો, બે યુવકોનાં કમકમાટીભર્યાં મોત

તળાજા નજીક વીજ વિભાગની જીપે સર્જ્યો અકસ્માત (Bhavnagar) અકસ્માતમાં રાજપરાનાં બે યુવાનોનાં થયા મોત જીપમાં તપાસ કરતા મળી આવી દારૂની બોટલ ભાવનગર-તળાજા હાઈવે (Bhavnagar-Talaja highway) પર વીજ વિભાગની જીપે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં રાજપરાનાં બે યુવાનોનાં...
bhavnagar   વીજ વિભાગની જીપે અકસ્માત સર્જ્યો  બે યુવકોનાં કમકમાટીભર્યાં મોત
Advertisement
  1. તળાજા નજીક વીજ વિભાગની જીપે સર્જ્યો અકસ્માત (Bhavnagar)
  2. અકસ્માતમાં રાજપરાનાં બે યુવાનોનાં થયા મોત
  3. જીપમાં તપાસ કરતા મળી આવી દારૂની બોટલ

ભાવનગર-તળાજા હાઈવે (Bhavnagar-Talaja highway) પર વીજ વિભાગની જીપે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં રાજપરાનાં બે યુવાનોનાં મોત નીપજ્યાં છે. ચોંકાવનારી બાબત એ છે કે વીજ વિભાગની (Power Department) જીપની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ મળી આવી હતી. 'વિજિલન્સ સ્કવૉડ' લખેલી જીપમાંથી દારૂની બોટલ મળી આવતા અનેક સવાલ થઈ રહ્યા છે. આ મામલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : દબાણ મામલે કોંગી નેતાના પુત્રનો "સ્ફોટક" પલટવાર, જાણો કોના નામો ખુલ્યા

Advertisement

વીજ વિભાગની બોલેરો જીપ અને એક બાઈક વચ્ચે અકસ્માત

પ્રાપ્ત માહિતી મુજબ, તળાજાથી ભાવનગર જતાં સોમનાથ નેશનલ હાઈવે (Bhavnagar-Talaja highway) પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. વીજ વિભાગની બોલેરો જીપ અને એક બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં રાજપરાનાં બે વ્યક્તિનાં ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ હતી. જીપ પર 'વિજિલન્સ સ્કવૉડ' (Vigilance Squad) લખેલું હતું. આ જીપમાં લોકોએ તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ મળી આવી હતી. વીજ વિભાગની જીપમાં દારૂની બોટલ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

આ પણ વાંચો - Ambaji : માઈભક્તો માટે મોટા સમાચાર! આવતીકાલે બપોર બાદ મંદિર બંધ, જાણો શું છે કારણ ?

વીજ વિભાગની જીપમાં દારૂની બોટલ મળી

જો કે, અકસ્માત સર્જીને જીપચાલક ફરાર થયો હતો. આ અકસ્માતમાં મૃતકોની ઓળખ મેહુલભાઈ રત્નાભાઇ અને ભરતભાઈ બાલાભાઈ તરીકે થઈ છે. આ અકસ્માતને પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. સરકારી વિભાગની ગાડીમાંથી દારૂની બોટલ મળી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સરકારી ગાડીઓમાં દારૂની બોટલ મળી આવતા અનેક સવાલ પણ થઈ રહ્યા છે.

 આ પણ વાંચો - Gujarat: અંબાજી ભાદરવી પૂનમ મેળામાં ST વિભાગની તિજોરી છલકાઈ, આટલા કરોડની આવક નોંધાઈ

Tags :
Advertisement

.

×