Bhavnagar : અનોખી લગ્ન કંકોત્રી! ‘બટેંગે તો કટેંગે’ નું સૂત્ર, સાથે જ આપ્યો આ ખાસ સંદેશ
- Bhavnagar ના મહુવામાં લગ્નની કંકોત્રી આવી ચર્ચામાં
- કંકોત્રીમાં લખાવ્યું છે "બટેંગે તો કટેંગે" નું સૂત્ર
- કંકોત્રીમાં 'સ્વચ્છતા અભિયાન', 'સ્વદેશી અપનાવવા' ની વાતો પણ
ભાવનગરનાં (Bhavnagar) મહુવાનાં વાંગર ગામમાં લગ્નપ્રસંગની કંકોત્રી હાલ ખૂબ જ ચર્ચામાં આવી છે. આ લગ્ન કંકોત્રીમાં ‘બટેંગે તો કટેંગે’ નું સૂત્ર લખવામાં આવ્યું છે. જે મહારાષ્ટ્રની ચૂંટણીમાં (Maharashtra Elections) ખૂબ જ ચર્ચામાં છે. આ કંકોત્રીમાં 'સ્વચ્છતા અભિયાન' અને 'સ્વદેશી અપનાવો' નો સંદેશ પણ આપવામાં આવ્યો છે. કંકોત્રી છપાવનાર PM મોદી (PM Narendra Modi) અને UP નાં CM યોગીના ચાહક હોવાથી કંકોત્રીમાં તેમના ફોટા પણ મુકાયા છે.
આ પણ વાંચો - Banaskantha : જ્યારે ભાજપે કશું આપ્યું નથી એટલે અમારા પાસેથી શું લેશે ? : Mavji Patel
કંકોત્રીમાં "બટોગે તો કટોગે" નું સૂત્ર લખ્યું
લગ્નની સિઝન શરૂ થવાની છે ત્યારે ભાવનગર (Bhavnagar) જિલ્લાનાં મહુવા તાલુકામાં આવેલા વાંગર ગામમાં BJP નાં એક કાર્યકરના ઘરે આવતી 23 તારીખનાં રોજ લગ્નપ્રસંગ હોવાથી કંકોત્રી છપાવી હતી. જો કે, આ કંકોત્રી તેના અલગ લખાણનાં કારણે હાલ ખૂબ જ ચર્ચામાં છે. જણાવી દઈએ કે, આ લગ્ન કંકોત્રીમાં ‘બટેંગે તો કટેંગે’ નું (Batoge to Katoge) સૂત્ર લખવામાં આવ્યુ છે, જે મહારાષ્ટ્રની ચૂંટણીમાં લોકોમાં ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. આ સાથે કંકોત્રીમાં સમાજને સંદેશ આપતા સૂત્રો પણ લખવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Banaskantha : VAV ની પેટાચૂંટણી પહેલા વરિષ્ઠ નેતા માવજી પટેલ સામે BJP નું મોટું એક્શન!
'સ્વચ્છતા અભિયાન' અને 'સ્વદેશી અપનાવો' જેવા સંદેશ પણ
આ લગ્ન કંકોત્રીમાં 'સ્વચ્છતા અભિયાન' (Swachhta Abhiyan) અને 'સ્વદેશી અપનાવો' જેવા સંદેશ પણ લખવામાં આવ્યા છે. માહિતી મુજબ, કંકોત્રી છપાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં (UP CM Yogi Adityanath) પ્રસંશક છે. આથી, કંકોત્રીમાં બંને નેતાઓનાં ફોટોઝ પણ મૂકવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ચૂંટણી માહોલ વચ્ચે યુપીનાં મુખ્યમંત્રી યોગીએ થોડા દિવસ પહેલા એક રેલીમાં 'બટોગે તો કટોગે' નો નારો આપ્યો હતો. જે ખૂબ જ ચર્ચામાં છે.
આ પણ વાંચો - Gondal : ખોડલધામનાં કાર્યક્રમમાં ગણેશ ગોંડલની એન્ટ્રીથી હોબાળો! Viral Audio ક્લિપે રાજકારણ ગરમાવ્યું!