Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch: ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર થયું દોડતું, આખરે વોટરપાર્ક કરાયો બંધ

Bharuch: ભરૂચના કરમાડ ગામ નજીક ખેતરની જમીનમાં વોટરપાર્ક ઉભું કરાયું છે પરંતુ આ વોટરપાર્કની મંજૂરી કોની તેવા સવાલો વચ્ચે વોટરપાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સામે આવતા મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થળ ઉપર ધામા નાખી...
bharuch  ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર થયું દોડતું  આખરે વોટરપાર્ક કરાયો બંધ

Bharuch: ભરૂચના કરમાડ ગામ નજીક ખેતરની જમીનમાં વોટરપાર્ક ઉભું કરાયું છે પરંતુ આ વોટરપાર્કની મંજૂરી કોની તેવા સવાલો વચ્ચે વોટરપાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સામે આવતા મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થળ ઉપર ધામા નાખી નોટિસ ફટકારી છે. આ સાથે જરૂરી દસ્તાવેજો મેળવવા સાથે વોટરપાર્કના જે રાઈડ છે તેની ફિટનેસ સર્ટિફિકેટ સામે પણ સવાલો ઊભા થઈ ગયા છે.

Advertisement

અધિકારીઓએ સ્થળ ઉપર ધામા નાખી નોટિસ ફટકારી

ભરૂચ (Bharuch)માં વોટરપાર્ક ઉભું થયું હોય અને તંત્ર અજાણ હોય તે વાત ગળે ઉતરે ખરી? આવી જ ઘટના ભરૂચ (Bharuch)ના કરમાડ ગામેથી સામે આવી છે જ્યાં રાતો રાત વોટરપાર્ક ઉભું થઈ ગયું અને લોકો માટે ખુલ્લું પણ મુકાઈ ગયું. લોકો વોટરપાર્કનો હોશે હોશે ઉપયોગ પણ કરવા લાગ્યા પરંતુ વોટરપાર્કમાંથી આવેલા લોકોને ચામડીના રોગ થયા હોવાની વાત સામે આવતા સમગ્ર મામલો તંત્રના કાને પહોંચતા તંત્ર એ પણ મંજૂરી આપી છે કે કેમ? તે વાતથી તેઓ પણ ખુદ અજાણ હોવાની વાત સામે આવી છે.

વોટરપાર્કની તપાસ કરવામાં આવતા ભાંડો ફૂટ્યો

વોટરપાર્કમાં ઉપયોગમાં લેવાતું પાણી ક્યાંથી આવે છે તેવા સવાલો ઉભા થતા મોટો ભાંડો ફૂટ્યો છે. નોંધનીય છે કે, વોટરપાર્ક નજીક વરસાદી કાંસ પાસે મોટર મૂકી પાણી વરસાદી કાંસના સીધા પાઇપ લાઇન વડે વોટરપાર્કમાં જતા હોવાના ચોકાવનારા દ્રશ્યો સામે આવતા આ સમગ્ર મામલો મામલતદાર સુધી પહોંચતા મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અધિકારીઓને પણ ગંભીર પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું હતું. પરંતુ વોટરપાર્કના સંચાલકોએ અધિકારીઓને પણ ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થળ ઉપરથી વરસાદી પાણીનો એટલે કે કેનાલમાંથી વરસાદી કાસમાં પાણીની લાઈન આપી પ્લાસ્ટિકની પાઇપલાઇન વડે સીધું પાણી વોટરપાર્કમાં પહોંચતું હોવાના ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. જેના પગલે અધિકારીઓ એ સ્થળ નિરીક્ષણ કરી કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement

અધિકારીઓ પહોંચતા જ વોટરપાર્કના સંચાલકોમાં દોડધામ

અત્રે ઉલ્લેખની આ બાબત એ પણ છે કે વોટરપાર્ક ઉપર તપાસ અર્થે અધિકારીઓ પહોંચતા જ વોટરપાર્કના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. વરસાદી કાંસના પાણીનો જે ઉપયોગ કરાતો હતો તેની પાઇપ લાઇન દૂર કરવા માટે શરૂઆત કરી હતી. જેના દ્રશ્યો પણ મીડિયાએ કેદ કર્યા છે ત્યારે અત્યાર સુધી જેટલા લોકો પણ વોટરપાર્કમાં ગયા હતા. તેમને ચામડીનો રોગ થયો હોય તેવી ઘટના સામે આવી હોય તો અધિકારીઓએ તાત્કાલિક વોટરપાર્ક બંધ કરાવવું જોઈએ. જોકે આ વોટરપાર્કમાં પાણીનો ગેરકાયદેસર ઉપયોગ અને ફીટનેસ સર્ટિફિકેટ પણ ન હોવાનું સામે આવ્યું છે. આ સાથે જે તે વિભાગની મંજૂરી લેવાની હોય તે બાબતે પણ મંજૂરી ન લેવાય હોવાનું માનવામાં આવે છે.

Advertisement

અમારા વિભાગ તરફથી કોઈ મંજૂરી મળી નથીઃ બોડા વિભાગ

સમગ્ર મામલો સામે આવતા વોટરપાર્કની મંજૂરી બોરડા વિભાગે આપી હોવાનું રતન વોટરપાર્કના સંચાલકોએ કરતાં વોટરપાર્કના સંચાલકોએ પણ ખોટી કેફિયત રજૂ કરી હોય તેમ બોડા વિભાગે પણ સ્પષ્ટ કહ્યું કે, અમારા વિભાગ તરફથી કોઈ મંજૂરી મળી નથી અને ભરૂચમાં વોટરપાર્ક ચાલુ થયું છે તે અમારા ધ્યાને નથી. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીએ પણ કહ્યું હતું કે, હું મારી ટીમને મોકલું છું. જોકે સ્થળ ઉપર મામલતદારની ટીમે નોટિસ પાઠવી કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Rajkot: લ્યો બોલો…TRP ગેમ ઝોન રાજકોટ મનપાના ચોપડે પાર્ટી પ્લોટ!

આ પણ વાંચો: Rajkot: જાડેજા પરિવારના વહાલ સોયા પુત્રની અંતિમયાત્રા! સમસ્ત ગ્રામજનોની છલકાઈ આંખો

આ પણ વાંચો: High Court: ‘શું અઢી વર્ષથી ઊંઘમાં હતા’ અગ્નિકાંડ મામલે રાજકોટ મનપાને હાઈકોર્ટની ફટકાર

Tags :
Advertisement

.