Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch:રાજપીપલા ચોકડી પાસે નહેરમાં મોટું ગાબડું પડતાં જળબંબાકાર

રાજપીપલા ચોકડી પાસે નહેરમાં મોટું ગાબડું પડ્યું ગાબડું રહેણાંક વિસ્તાર અને ખેતરોમાં પાણી ફરી વળ્યા મુખ્ય માર્ગો પર ઢીંચણસમા પાણી ભરાયા Bharuch:ભરૂચ (Bharuch)જીલ્લાના અંકલેશ્વર પંથકમાં (Ankleshwar Panthak)રાજપીપલા ચોકડી પાસે આવેલ નહેરમાં મોટું ગાબડું પડતા નહેર નજીકની સોસાયટીઓ અને ખેતરોમાં...
bharuch રાજપીપલા ચોકડી પાસે નહેરમાં મોટું ગાબડું પડતાં જળબંબાકાર
  • રાજપીપલા ચોકડી પાસે નહેરમાં મોટું ગાબડું પડ્યું ગાબડું
  • રહેણાંક વિસ્તાર અને ખેતરોમાં પાણી ફરી વળ્યા
  • મુખ્ય માર્ગો પર ઢીંચણસમા પાણી ભરાયા

Bharuch:ભરૂચ (Bharuch)જીલ્લાના અંકલેશ્વર પંથકમાં (Ankleshwar Panthak)રાજપીપલા ચોકડી પાસે આવેલ નહેરમાં મોટું ગાબડું પડતા નહેર નજીકની સોસાયટીઓ અને ખેતરોમાં જળબંબાકાર ની પરિસ્થિતિનું નિર્માણ થતાલોકો ઢીંચણસમા પાણીમાંથી પસાર થવા સાથે ખેતી લાયક જમીન અને ખેતીને નુકશાન થતા નહેર વિભાગના અધિકારીઓ સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

Advertisement

નહેરમાં મોટું પડ્યું ગાબડું

ભરૂચ (Bharuch) જીલ્લાના અંકલેશ્વર પંથકની રાજપીપલા ચોકડી નજીકથી પસાર થતી નહેરમાં મોટું ગાબડું (canal big gap)પડતા પાણીનો પ્રવાહ આજુબાજુના રહેણાંક વિસ્તારો તથા ખેતરોમાં ફરી વળતા લોકોની હાલત કફોડી બનતા અને નહેરમાં રહેલું પાણી પ્રદુષિત હોવાના આક્ષેપ સાથે પાણી ખેતરો અને લોકોના ઘર સુધી પહોંચતા લોકોને રોગચાળો અને ચામડીના રોગોનો ભય ઉભો થતા સ્થાનિકોએ મેદાનમાં ઉતરી નહેર વિભાગના અધિકારીઓની લાપરવાહી સામે ભારે હોબાળો મચાવ્યો હતો

સોસાયટીઓમાં ઢીંચણ સમા પાણી ભરાયા

નહેરમાં ગાબડું પડતા પાણીનો પ્રવાહ સમગ્ર રહેણાંક વિસ્તારો તરફ વળતા જ સોસાયટી વિસ્તારોમાં પણ ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતા. વાહનોને પણ નુકસાન થયું હતું સાથે વેપારીઓના માલને પણ નુકસાન થયું હોવાના અહેવાલો વચ્ચે ઢીંચણ સમા પાણીમાંથી લોકોએ પસાર થવાની નોબત આવી ગઈ હતી સાથે શાળાએ જતા બાળકો અને નોકરિયાત અને ખેત મજૂરોને પણ પાણીમાંથી પસાર થવાની નોબત આવતા ભારે હાલાકી ભોગવવી પડી હતી

Advertisement

આ પણ  વાંચો -નવસારીની સોશિયલ મીડિયા સ્ટારને રીલ બનાવવી ભારે પડી

Advertisement

ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં દૂષિત પાણી

અંકલેશ્વર તાલુકાના હાંસોટના ગ્રામજનોમાં તીવ્ર રોષ ફેલાઈ ગયો છે, જ્યારે ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં પીળા રંગનું દૂષિત પાણી વહેતું જોવા મળ્યું છે. આ દ્રશ્ય જોઈને ગામલોકો આશંકિત છે કે કોઈ બેજવાબદાર ઉદ્યોગ અથવા કેમિકલ માફિયાઓએ આ ઝેરી પાણી નહેરમાં છોડ્યું હોવાની શંકા ઊભી થઈ છે

દૂષિત પાણીથી ફેલાયેલો ભય

પાનોલી વિસ્તારમાંથી પસાર થતી વનખાડી અને નહેરમાં આ કેમિકલયુક્ત પીળા રંગનું પાણી વહેતા, આસપાસના ગ્રામજનો ભય અને રોષમાં ભરાયા છે. જી.પી.સી.બી. (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ)ને આ અંગે જાણ કરાતા, તેમના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પાણીના નમૂનાઓ એકત્ર કર્યા છે. દૂષિત પાણી સુરત તરફથી આવી રહ્યું હોવાને કારણે, સુરત જી.પી.સી.બી.ને પણ જાણ કરવામાં આવી છે.

આ પણ  વાંચો -Dakor : રણછોડજી મંદિરમાં પ્રસાદની યોગ્ય તપાસની માગ, પૂજારીએ સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ

નહેરનું મહત્વ અને ખેડૂતોની ચિંતા

ઉકાઈ જમણા કાંઠાની નહેર અંકલેશ્વર શહેર, હાંસોટ તથા આસપાસના વિસ્તારમાં મહત્વપૂર્ણ છે, કારણ કે આ નહેરમાંથી પીવાનું પાણી તથા ઉદ્યોગોને વપરાશનું પાણી પૂરુ પાડવામાં આવે છે. આ નહેર હાંસોટના ખેડૂતો માટે સિંચાઈનું પાણી પૂરુ પાડે છે. 20 થી વધુ ગામો માટે આ નહેર જીવાદોરી સમાન છે, કેમ કે ઢોર ઢાંખર, ખેતી તેમજ ઘરગથ્થુ ઉપયોગ માટે આ પાણી અતિ આવશ્યક છે.

આ પણ  વાંચો -Amreli:લાંબા વિરામ બાદ લીલીયા પંથકમાં ધોધમાર વરસાદ

જવાબદાર ઉદ્યોગો સામે કાર્યવાહીની માગ

આ ઘટનાએ આસપાસના ગામોના લોકોમાં આક્રોશ ઊભો કર્યો છે, કારણ કે રાસાયણિક પાણીની હાલત પશુઓ અને ખેતી માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે. જાગૃત નાગરિકો અને ગ્રામજનો દ્વારા તાત્કાલિક તપાસ કરીને જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

અહેવાલ-દિનેશ મકવાણા ભરૂચ

Tags :
Advertisement

.