Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch: સોશિયમ મીડિયામાં હિંદુ ધર્મની લાગણી દુભાય તેવી અભદ્ર ગાળો લખી, પોલીસે ત્રણ વિધર્મીને દબોચ્યા

સોશિયલ મીડિયા ઉપર લખી હતી બિભત્સ ગાળો ભરૂચ પોલીસે કરાવ્યું આ લોકોને કાયદાનું ભાન સોશિયલ મીડિયાનો સદ્દઉપયોગ કરવાના બદલે કર્યો દુરુપયોગ Bharuch: સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર આજના યુવાનો શું લખી રહ્યા છે? શું પોસ્ટ કરી રહ્યા છે? તેનું ભાન...
bharuch  સોશિયમ મીડિયામાં હિંદુ ધર્મની લાગણી દુભાય તેવી અભદ્ર ગાળો લખી  પોલીસે ત્રણ વિધર્મીને દબોચ્યા
  1. સોશિયલ મીડિયા ઉપર લખી હતી બિભત્સ ગાળો
  2. ભરૂચ પોલીસે કરાવ્યું આ લોકોને કાયદાનું ભાન
  3. સોશિયલ મીડિયાનો સદ્દઉપયોગ કરવાના બદલે કર્યો દુરુપયોગ

Bharuch: સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર આજના યુવાનો શું લખી રહ્યા છે? શું પોસ્ટ કરી રહ્યા છે? તેનું ભાન રહેતું નથી. જેના પગલે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ ઉપર હિંદુ ધર્મના આરાધ્ય, દેવી દેવતાઓના નામે બિભસ્ત અને અભદ્ર ગાળો લખનાર 3 વિધર્મીઓ સામે ઈન્સ્ટાગ્રામ આઈડીના આધારે ગુનો દાખલ કરવામાં આવતા ભરૂચ (Bharuch) પોલીસે 3 લોકોની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: IPS હસમુખ પટેલને તેમના પદ પરથી હટાવાયા? નવા પરિપત્રમાં તેમનું નામ હટાવી દેવાતા મામલો ગરમાયો

ભરૂચ પોલીસ આ મામલે કાર્યવાહી હાથ ધરી

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના સાયબર ક્રાઈમ પોલીસ મથક (Bharuch)માં સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ બાબતે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે, ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર એક ગૃપમાં કેટલાક અન્ય ધર્મના લોકો હિંદુ ધર્મના આરાધ્ય દેવી દેવતાના નામ સાથે ઓડિયો વોઈસ તથા મેસેજથી જાહેરમાં હિંદુ સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કરતા હોય જેથી ભરૂચ પોલીસ (Bharuch Police)એ આ પ્રકરણમાં તાત્કાલિક ગુનો દાખલ કરી ઈન્સ્ટાગ્રામ ઉપર હિંદુ સમાજના દેવી દેવતાઓને અપમાનિત કરી ગાળો ભાંડી રહ્યા હોય ચછે.

Advertisement

આ પણ વાંચો: Harshad Bhojak ના બેંક લોકરમાંથી મળી આવ્યા સોનાના બિસ્કીટ અને ચાંદીનીં ઈંટો

ત્રણેયની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી

આ બાબતે તપાસમાં આરોપી મોહંમદ વાહીદ સાજીદ હુશેન તથા મોહંમદ હસન સોહેલ બાબા શેખ, મિર્ઝા મહંમદ શામી મહંમદ યુસુફ શેખના ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી હિંદુ સમાજની લાગણી દુભાય તેવા કૃત્ય કરતા મેસેજ મળી આવતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે કડક પૂછપરછ કરતા તેઓએ ગુનો કબુલતા તેમના મોબાઈલ સાથે ધરપકડ કરી આવું કૃત્ય કરવા કોઈએ પ્રેરિત કર્યા છે કે કેમ? સહિત સમગ્ર મામલે જીણવટ ભરી તપાસ કરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મળેવવાની કવાયત હાથધરી છે.  નોંધનીય છે કે, આ યુવકોએ સોશિયલ મીડિયોનો દુરુપયોગ કર્યો હતો, જેથી ભરૂચ (Bharuch) પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Advertisement

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
Tags :
Advertisement

.