Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch News : દિવાળીના વેકેશનને લઈ ગુજરાત ભરમાંથી પ્રવાસીઓએ કબીરવડ ખાતે રજાની મજા માણી...

દિવાળીનું મીની વેકેશનની રજા માણવી હોય તો ભરૂચ જિલ્લાનું કોઈ પ્રવાસન સ્થળ ફરવા લાયક નથી પરંતુ ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ વિકાસથી વંચિત રહ્યું છે. પરંતુ પ્રવાસીઓને સુવિધાઓ પૂરી પાડવામાં હોળી ઘાટ સંચાલકોની મહેનત રંગ લાવી છે અને...
bharuch news   દિવાળીના વેકેશનને લઈ ગુજરાત ભરમાંથી પ્રવાસીઓએ કબીરવડ ખાતે રજાની મજા માણી

દિવાળીનું મીની વેકેશનની રજા માણવી હોય તો ભરૂચ જિલ્લાનું કોઈ પ્રવાસન સ્થળ ફરવા લાયક નથી પરંતુ ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ વિકાસથી વંચિત રહ્યું છે. પરંતુ પ્રવાસીઓને સુવિધાઓ પૂરી પાડવામાં હોળી ઘાટ સંચાલકોની મહેનત રંગ લાવી છે અને દિવાળીના સમયમાં ગુજરાત ભરમાંથી પ્રવાસીઓએ કબીરવડમાં રજાની મજા માણી રહ્યા છે અને મોટી માત્રામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

Advertisement

ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારના પ્રવાસન ધામો વિકાસ માટે વર્ષોથી માત્ર ખાતમુહૂર્ત થતા રહ્યા છે પરંતુ વિકાસથી વંચિત પ્રવાસનધામો પ્રવાસીઓ માટે આજે પણ ધમધમી રહ્યા છે. ભરૂચનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કબીરવડ કબીરવડ હોડી ઘાટને લઈને વારંવાર વિવાદમાં રહ્યો હતો. હાલ તાજેતરમાં જિલ્લા પંચાયત દ્વારા હોડી ઘાટ હોળીઘાટ સંચાલકોને આપવામાં આવતા પ્રવાસીઓ માટે પણ સારી સુવિધા મળી રહી છે જેના કારણે કબીરવડ ખાતે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ રજાની મજા માણવા માટે ઉમટી રહ્યા છે નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે બંને ઘાટ ઉપર પ્રવાસીઓને લાવવા લઈ જવા માટે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ હોડી ઘાટના સંચાલકોએ પ્રવાસીઓને હાલાકી ન ભોગવી પડે તેવા તમામ પ્રયાસો કર્યા હતા અને હોડી ઘાટ સંચાલકોએ પ્રવાસીઓ પાસેથી પણ કોઈપણ જાતના ભાડા વધારા વિના જ પ્રવાસીઓને સુવિધાઓ પૂરી પાડતા પ્રવાસીઓ માટે કબીરવડ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે

દિવાળીના મીની વેકેશનને લઈ કબીરવડ ખાતે ગુજરાત ભરમાંથી પ્રવાસીઓ ઉંમટી રહ્યા છે કબીરવડ ફરી એકવાર ધમધમતું થતા સ્થાનિક વેપારીઓને પણ રોજગારી મળી રહી છે. જેના કારણે દિવાળી પણ વેપારીઓ માટે રોજગારી આપતું સાધન સાબિત થઈ ગયું છે કબીરવડ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવરજવરના કારણે નાના લારી ધારકોને પણ રોજગારીમાં રાહત જોવા મળી રહી છે અને મોટી માત્રામાં પ્રવાસીઓ પણ રજાની મજા માણવા માટે પ્રવાસન ધામ કબીરવડ ખાતે દોટ મૂકી રહ્યા છે.

Advertisement

કબીરવડ ખાતે ઠંડક વાતાવરણ અને લીલોતરીના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અને મોટી માત્રામાં પ્રવાસીઓ રજાની મજા માણવા માટે સંપૂર્ણ એક દિવસ કબીરવડ ખાતે પહોંચી રહ્યા છે. કબીરવડ ખાતે પ્રવાસીઓ પણ નર્મદા નદીમાં બોટ મારફતે મુસાફરી કરી રહ્યા છે અને વિડિયો બનાવવાનું પણ ચૂકતા નથી અને મોટી માત્રામાં લોકો કબીરવડ ખાતે રજાની મજા માણવા માટે રહ્યા છે.

પ્રવાસીઓની સુરક્ષા માટે બોટ ઉપર સુરક્ષા જેકેટ પણ રાખવામાં આવ્યા છે :- કમલેશ માછી હોડીઘાટ સંચાલક

ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીર વાડ ખાતેથી સામે પાર પ્રવાસીઓને લઈ જવા માટે તમામ સુરક્ષાઓ રાખવામાં આવી છે. હોડી એટલે બોટ ઉપર પ્રવાસીઓ માટે સુરક્ષા જેકેટ પણ રાખવામાં આવ્યા છે અને કોઈપણ દુર્ઘટના ઘટે તો તેને પહોંચી વળવા માટેની પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવ્યું હોવાનું બોટ સંચાલક કમલેશ માછીએ જણાવ્યું હતું.

Advertisement

કબીરવડને વિકસિત કરવા માટે સરકાર પ્રયાસ કરે તે જરૂરી :- પ્રવાસી

કબીરવડ યાત્રાધામ એક દિવસ માટે રજાની મજા માણવાનું સ્થળ છે. રમતગમતના સાધનો તો છે પરંતુ કબીરવડ વિકાસથી વંચિત હોય જેના કારણે સરકાર પણ કબીરવડને વિકસિત કરવાના પ્રયાસો કરે અને પ્રવાસીઓ માટે આકર્ષિત કરી શકે તેવી સુવિધાઓ ઉભી કરવામાં આવે તો પ્રવાસીઓ માટે પણ કબીરવડ પ્રવાસન ધામ સાથે પિકનિક પોઇન્ટ પણ બની શકે તેમ છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો : Gujarat Crime : દારૂ પકડવામાં દેવગઢબારિયા પોલીસ ઉંધતી ઝડપાતા તેની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ઉભા થયા…

Tags :
Advertisement

.