Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Cup 2023 પહેલા ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન વિરુદ્ધ થશે અગ્નિપરીક્ષા

વર્લ્ડ કપ ને હવે ગણતરીનો સમય બાકી રહી ગયો છે, ત્યારે તે પહેલાં ટીમ ઇન્ડિયાની એશિયા કપમાં અગ્નિ પરીક્ષા થવાની છે. લાંબા સમયથી દર્શકો જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે આવી ગયો છે. જીહા, આજથી એશિયા કપની...
world cup 2023 પહેલા ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન વિરુદ્ધ થશે અગ્નિપરીક્ષા

વર્લ્ડ કપ ને હવે ગણતરીનો સમય બાકી રહી ગયો છે, ત્યારે તે પહેલાં ટીમ ઇન્ડિયાની એશિયા કપમાં અગ્નિ પરીક્ષા થવાની છે. લાંબા સમયથી દર્શકો જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે આવી ગયો છે. જીહા, આજથી એશિયા કપની શરૂઆત થઈ રહી છે ત્યારે ટીમ ઇન્ડિયા 2 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન વિરુદ્ધ તેની પહેલી મેચ રમશે.

Advertisement

એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની થશે અગ્નિપરીક્ષા

એશિયા કપ 2023 પાકિસ્તાન અને શ્રીલંકામાં 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે. આ એશિયા કપની 16મી આવૃત્તિ હશે. જ્યારે વર્લ્ડ કપ 2023 માટે બે મહિનાથી ઓછો સમય બાકી છે ત્યારે આ ટૂર્નામેન્ટ એશિયાના ટોચના ક્રિકેટ રમતા દેશોની તૈયારી સમાન હશે. એશિયા કપમાં, ભારત તેની તમામ મેચો શ્રીલંકામાં રમશે અને તેથી 2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની ટક્કર શ્રીલંકાના કેન્ડીમાં થશે. આ મુકાબલા ને ટીમ ઇન્ડિયા ની અગ્નિ પરીક્ષા સમાન ગણવામાં આવી રહ્યો છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાનુંં પ્રદર્શન વર્લ્ડ કપમાં તેમનું પ્રદર્શન કેવું રહેશે તેની એક ઝાંખી બરાબર કહેવાય છે.

Advertisement

મેચમાં હવામાન કેવું રહેશે ?

એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ખરાબ હવામાનના પડકારનો સામનો કરી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં વરસાદ અને વાવાઝોડાની 90% સંભાવના છે. કેન્ડીમાં 90% વરસાદ અને 84% ભેજ સાથે 28 °C તાપમાન સાથે વાવાઝોડું જોવા મળે તેવી શક્યતા છે. એશિયા કપમાં ભારતીય ટીમ પોતાની મેચ શ્રીલંકાની ધરતી પર જ રમશે.

Advertisement

આ માટે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ બુધવારે કોલંબો એરપોર્ટ પહોંચી હતી. આ દરમિયાન અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વાતચીત કરતા જોવા મળ્યા હતા. ભારતનું અભિયાન પાકિસ્તાન સામે શરૂ થશે, જ્યાં ભારતીય ટીમ સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ વિના રમશે, જે નાની ઈજાને કારણે NCA ના નિરીક્ષણ હેઠળ રહેશે.

એશિયા કપ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, ક્રિષ્ના ફેમસ કુલદીપ યાદવ.

આ પણ વાંચો – ODI World Cup 2023 માટે આ ખેલાડીઓને મળી શકે છે તક, જાણો ક્યારે થશે ટીમની પસંદગી

આ પણ વાંચો – ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર રેડ કાર્ડનો કરાયો ઉપયોગ, જાણો કોને મળ્યું Red Card

આ પણ વાંચો – World Athletics Championship : ગોલ્ડન બોય Neeraj Chopra એ રચ્યો ઈતિહાસ, સુવર્ણ અક્ષરે લખાયું નામ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.