Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

JAY SHAH પહેલા આ ભારતીયોએ પણ નિભાવી છે ICCમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ, જુઓ યાદી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ JAY SHAH હવે નવું પદ સંભાળવા જઈ રહ્યા છે તેઓ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નવા અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે તેઓ 1 ડિસેમ્બર, 2024થી આ પ્રતિષ્ઠિત પદ સંભાળશે તેમના પહેલા ICC માં મહત્વપૂર્ણ પદ પર...
07:49 AM Aug 28, 2024 IST | Harsh Bhatt

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ હવે નવું પદ સંભાળવા જઈ રહ્યા છે. તેઓ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નવા અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે.ઉલ્લેખનીય છે કે, 1 ડિસેમ્બર, 2024થી આ પ્રતિષ્ઠિત પદ સંભાળશે. આ સાથે, એકવાર ફરીથી ભારતીયો વિશ્વ ક્રિકેટ (WORLD CRICKET) પર પ્રભુત્વ કરશે. તમને જણાવી દઈએ કે, જય શાહ (JAY SHAH) ઓક્ટોબર 2019થી BCCIના સેક્રેટરી તરીકે કાર્યરત છે અને જાન્યુઆરી 2021થી એશિયન ક્રિકેટ કાઉન્સિલના (ACC) પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે.

પરંતુ શું તમને ખબર છે કે માત્ર જય શાહ જ નહીં, પરંતુ આપણે ઇતિહાસમાં નજર કરીએ તો ICC માં મહત્વપૂર્ણ પદ પર ચાર અન્ય ભારતીયો પણ રહી ચૂક્યા છે.ચાલો જાણીએ તેમના વિશે આ અહેવાલમાં

ભારતીયો જેમણે ICC CHAIRMAN તરીકે પદ સંભાળ્યું છે

જગમોહન દાલમિયા

જગમોહન દાલમિયા (1997-2000): ICCમાં પ્રથમ ભારતીય પ્રમુખ બનવાનો ગૌરવ જગમોહન દાલમિયાને મળ્યો હતો. 1997માં તેઓ આ પદ પર નીમાયા હતા. બંગાળથી આવનારા દાલમિયા બીસીસીઆઈના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. તેમના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટને વૈશ્વિક સ્તરે મજબૂત સ્થાન મળ્યું.

શરદ પવાર

શરદ પવાર (2010-2012): મહારાષ્ટ્રના પ્રખ્યાત રાજકારણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે 2010 થી 2012 સુધી ICCના પ્રમુખ તરીકે સેવા આપી. આ સમયગાળા દરમિયાન ભારતે 2011માં ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને વિશ્વમાં પોતાની કાબેલિયતનો લોહો મનાવ્યો હતો.

એન શ્રીનિવાસન

એન શ્રીનિવાસન (2014-2015): એન શ્રીનિવાસન 2014માં ICCના પ્રથમ અધ્યક્ષ બન્યા. તેમનો કાર્યકાળ અત્યંત મહત્વપૂર્ણ હતો જેમાં ICCએ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા.

શશાંક મનોહર

શશાંક મનોહર (2015-2020): શશાંક મનોહરે 2015થી 2020 સુધી ICC અધ્યક્ષ તરીકે સેવા આપી. તેમની આ પાંચ વર્ષની કારકિર્દીમાં ICCએ મોટાં ફેરફારો જોયા.

આ પણ વાંચો : ICC અધ્યક્ષ બનતા જ Jay Shah એ આપ્યું મોટું નિવેદન, હવે લેશે આ મોટા નિર્ણયો...

Tags :
BCCICricketICCICC CHAIRPERSONJay ShahN SRINIVASANSharad PawarWORLD CRICKET
Next Article