Ranveer Allahbadia ની યુુટ્યુબ ચેનલ્સને લઈ આવ્યો મોટો ખુલાસો
- Ranveer Allahbadia YouTube ની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય
- કોઈએ 25 સપ્ટેમ્બરે તેની ચેનલ હેક કરીને ફેરફાર કર્યા
- તમામ ઈન્ટરવ્યુ અને પોડકાસ્ટ ડિલીટ કરવામાં આવ્યા
- આંખો પર સ્લીપિંગ માસ્ક પહેરીને હસતો જોવા મળી રહ્યો
Ranveer Allahbadia YouTube channels hacked : આ સોશિયલ મીડિયાના યુગમાં દરેક વસ્તુઓનો લાભ સરળતાથી મળતો થયો છે. તે ઉપરાંત પ્રસિદ્ધિ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સસ્તી અને સરળ થઈ ગઈ છે. ત્યારે સોશિયલ મીડિયા પર અનેક પ્રસિદ્ધ લોકોના એકાઉન્ટ આવેલા હોય છે. પરંતુ અમુકવાર આ દિગ્ગજ વ્યક્તિઓના એકાઉન્ટ હેક થતા જોવા મળે છે. તાજેતરમાં ભારતીય સુપ્રીમ કોર્ટની YouTube Channels હેક કરવામાં આવી હતી. ત્યારે વધુ એક પ્રખ્યાત અને દિગ્ગજ વ્યક્તિની YouTube હેક કરવામાં આવી છે.
Ranveer Allahbadia YouTube ની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય
પ્રખ્યાત YouTube ર Ranveer Allahbadia સાથે આ ઘટના બની છે. તો આ ઘટના YouTube રોને હચમચાવી શકે છે. Ranveer Allahbadia ની 2 YouTube Channels હેક થઈ છે. ઘણીવાર આવી વાર્તાઓ ત્યારે પ્રકાશમાં આવે છે જ્યારે સેલેબ્સની ચેનલો અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થાય છે. હવે આવું જ કંઈક લોકપ્રિય YouTube ર Ranveer Allahbadia સાથે થયું છે. જોકે ભારતમાં Ranveer Allahbadia YouTube ની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય છે.
Ranveer Allahbadia 's both YouTube channels hacked, all videos deleted.
he conducted interview with Dr. Imam Umer Ahmed Ilyasi 2 days back. Earlier Imam Sahab faced fatwa for attending Ram Mandir event
can this be the reason. hear what he says #ranveerallahabadia #Beerbiceps pic.twitter.com/hFVOJ1ZtXB— The Sanghi (@karma2moksha) September 26, 2024
કોઈએ 25 સપ્ટેમ્બરે તેની ચેનલ હેક કરીને ફેરફાર કર્યા
કરીના કપૂર, જાન્હવી કપૂર, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ હોય કે વિદ્યુત જામવાલ હોય, દરેકે Ranveer Allahbadia ની ચેનલ પર ઘણા ખુલાસા કર્યા છે. તો કેટલાક લોકો તેને Beer Biceps નામથી પણ ઓળખે છે જે તેની YouTube Channels નું નામ હતું. તેના પર સેલેબ્સ અને ઘણા રાજકારણીઓના ઈન્ટરવ્યુ હતાં. પરંતુ કોઈએ 25 સપ્ટેમ્બરે તેની ચેનલ હેક કરી અને તેનું નામ બદલીને @Tesla.event.trump_2024 કરી દીધું છે. તે ઉપરાંત તેની બીજી ચેનલ Bear Biceps નું નામ બદલીને @Elon.trump.tesla_live2024 કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: જેટમાં જો હવાની અંદર ઈંઘણ સમાપ્ત થઈ જાય, તો આવી રીતે ઈંઘણ ભરાય છે
તમામ ઈન્ટરવ્યુ અને પોડકાસ્ટ ડિલીટ કરવામાં આવ્યા
થોડી જ વારમાં બંને ચેનલોમાંથી પહેલા તમામ ઈન્ટરવ્યુ અને પોડકાસ્ટ ડિલીટ કરવામાં આવ્યા હતાં અને હવે આ બંને ચેનલોને YouTube પરથી ડિલીટ કરવામાં આવી છે. રણવીર અલ્લાહબડિયાએ પોતે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ માહિતી આપી છે. Ranveer Allahbadia તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બર્ગર અને ફ્રાઈસની તસવીર શેર કરી અને લખ્યું, મારા મનપસંદ ફૂડ સાથે મારી બે મુખ્ય ચેનલ હેક થઈ જવાની ઉજવણી. વેજી બર્ગર અને બિઅર બાઈસેપ્સનું મૃત્યુએ ટાયટનો પણ અંત આવ્યો. હું મુંબઈ પાછો આવ્યો છું.
YouTuber Ranveer Allahbadia's YouTube channels has been hacked, renamed to "Tesla" and deleted in a major cyber attack.#ranveerallahbadia #beerbiceps pic.twitter.com/lipQFbyBgU
— The Tatva (@thetatvaindia) September 26, 2024
આંખો પર સ્લીપિંગ માસ્ક પહેરીને હસતો જોવા મળી રહ્યો
આ પછી Ranveer Allahbadia એ તેની આગામી Instagram સ્ટોરી પર પોતાની એક તસવીર શેર કરી. આ ફોટોમાં Ranveer Allahbadiaએ આંખો પર સ્લીપિંગ માસ્ક પહેરીને હસતો જોવા મળી રહ્યો છે. આ શેર કરતી વખતે Ranveer Allahbadia એ લખ્યું હતું કે, શું આ મારી YouTube કરિયરનો અંત છે? તમને બધાને જાણીને આનંદ થયો. ચાલો તમને જણાવીએ કે, Ranveer Allahbadia અને તેની ટીમ આ મામલાને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. આ લોકો YouTube ના સંપર્કમાં છે અને ચેનલને પાછી લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Super Computer: શું છે ‘Param Rudra’ સુપર કોમ્પ્યુટર્સ, શા માટે છે ભારત માટે ખાસ!