Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુંદર દેખાવા મહિલાઓ કરાવી રહી છે વેમ્પાયર ફેશિયલ, તમારા જ લોહીથી કરાય છે આ ટ્રીટમેન્ટ

સુંદર દેખાવુ કોને ન ગમે, અને તેમા પણ જો મહિલાની વાત કરીએ તો તેઓ તેમની સુંદરતા વધારવા માટે અવનવા પ્રયોગો કરતા હોય છે. ત્યારે આજ કાલ ફેસની સુંદરતા વધારવા માટે માર્કેટમાં એક વેમ્પાયર ફેશિયલ ચર્ચામાં આવ્યું છે. પોતાના જ લોહીમાંથી...

સુંદર દેખાવુ કોને ન ગમે, અને તેમા પણ જો મહિલાની વાત કરીએ તો તેઓ તેમની સુંદરતા વધારવા માટે અવનવા પ્રયોગો કરતા હોય છે. ત્યારે આજ કાલ ફેસની સુંદરતા વધારવા માટે માર્કેટમાં એક વેમ્પાયર ફેશિયલ ચર્ચામાં આવ્યું છે. પોતાના જ લોહીમાંથી આ અદભુત ફેસ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો શું તમે જાણવા માંગો છો કે આ ફેસ ટ્રીટમેન્ટ કેવી રીતે કરાવી શકાય અને તેના શું ફાયદા મળી શકે છે.

Advertisement

વેમ્પાયર ફેશિયલને પ્લેટમેટ રિચ પ્લાઝમાં કહેવામાં આવે છે. વેમ્પાયર શબ્દ સાંભળતા જ આપણા આંખો સામે લોહીમાં નીતરતો ચેહરો આવી જાય છે. આમ પણ વેમ્પાયરનો અર્થ કાલ્પનિક પ્રાણી જીવતા લોકોના લોહી પીવે કંઈક એવો જ થાય છે. જ્યારે વેમ્પાયર ફેશિયલમાં પોતાનુ જ બલ્ડ વાપરવામાં આવે છે. પ્લાઝમામાં ગ્રોથ ફેક્ટર છે અને તે સ્કિન માટે ઘણુ જ ફાયદાકારક છે. આ ફેશિયલ ટ્રીટમેન્ટ કરવાથી સ્કિન હેલ્ધી અને યુવાન બને છે. વેમ્પાયર ફેશિયલની સ્ટેપ પ્રોસેસમાં સૌથી પહેલા સ્કીનને એનાલાઈઝ કરવામાં આવે છે. સૌ પ્રથમ સ્કીનને સાફ કરવામાં આવે છે. ત્યારબાદ હાથમાંથી 10-20 ml લોહી લેવામાં આવે છે. ત્યારબાદ લીધેલા લોહીને મશીનમાં પ્રોસેસ કરવામાં આવે છે. ચહેરો સુન્ન પડી જાય તે માટે નમ્બિંગ ક્રીમ લગાવવામાં આવે છે. જે ક્રીમને લગભગ 40 મીનીટ સુધી રાખવામાં આવે છે. ત્યારબાદ મશીનમાં નાખેલા લોહીમાંથી પ્લાઝમાં અલગ કરવામાં આવે છે. ત્યારબાદ ચેહરાને સાફ કરીને માઈક્રોનિડલિંગની પ્રોસેસ કરવામાં આવતી હોય છે. ચેહરાની સ્કિનમાં પ્લાઝમાં ઈનફ્યુઝ કરવામાં આવે છે. તેના પછી પેશન્ટના ચેહરા પર 2 મીનીટ સુધી બ્લડ રાખવામાં આવે છે. શીટ માસ્ક લગાવ્યા પછી ઓમેગા લાઈટ થેરીપી આપવામાં આવે છે. માસ્ક હટાવી લઈને સ્કિનને નરિશ કરે તેવા સીરમ ઈન્ફયુઝ કરવામાં આવે છે.

ભારતમાં છેલ્લા કેટલાક સમયથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જે અત્યાર સુધી ફક્ત સેલિબ્રીટીમાં હતો. ડોકટર્સની સંખ્યા વધતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ ટ્રેન્ડ સામાન્ય લોકોમાં પણ જોવા મળી રહ્યો છે. આ પ્રકારના ફેશિયલ સ્કીન સ્પેશીયાલીસ્ટ ડોક્ટર્સ સાથે જ કરાવવો હિતાવહ છે. ડોક્ટરે જણાવ્યુ કે, આનાથી ચહેરા પર કોલેજનનું લેવલ વધે છે અને તેના કારણે સ્કીન પરની કરચલીઓ પણ ઘટે છે. પિગમેન્ટેશનમાં ઘટાડો થાય છે, તેમજ સ્કિન હેલ્ધી અને યુવાન બને છે. સાથે ચેહરા પર ગ્લો પણ આવે છે. અમદાવાદમાં આ ફેશિયલની અવેરનેસ વધી છે જેના કારણે તમામ વર્ગના લોકો આ ફેશિયલ કરાવે છે. જો કે આ ટ્રેન્ડ વિદેશનો છે. હોલીવુડ સ્ટાર્સ વેમ્પાયર ફેશિયલ કરાવે છે પરંતુ હવે તે ક્રેઝ અમદાવાદમાં પણ વધી રહ્યો છે. જાણીતા ગુજરાતી સંગીતકાર જીગરદાન ગઢવીએ પણ સ્કીન સ્પેશીયાલીસ્ટ ડો. અમરીન પઠાણ સાથે આ પ્રકારની સ્કીન ટ્રીટમેન્ટ કરાવી છે.

Advertisement

વેમ્પાયર ફેશિયલના લાભ

સ્કિન હેલ્ધી અને ફેસ યંગ થાય છે
આઈ ડાર્ક સ્કર્લસ દુર થાય છે
ચહેરા પરના ધબ્બા દુર થાય છે
એજિંગ પ્રોસેસ ધીમી થાય છે
કરચલીઓ દુર થઈને સ્કીન ટાઈટ થાય છે

Advertisement

ફેશીયલ પછી શું સાવચેતી રાખવી જોઈએ

તડકામાં જવાનુ ટાળવુ જોઈએ
દર ચાર કલાકે સનસ્ક્રીન લગાવવી
સ્કીન રૂટીન ફોલો કરવું

આ પણ વાંચો – રાખીને મળી ધમકી, સલમાન ખાનને તો તેના જ ઘરની બહાર મારી નાખીશું, જો તું તેની સાથે બોલીશ તો તને પણ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - હાર્દિ ભટ્ટ
Tags :
Advertisement

.