Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુંદર છોકરીએ Telegram CEO પાવેલને કર્યો હનીટ્રેપ? જાણો કોણ છે આ મિસ્ટ્રી ગર્લ...

Telegram CEO પાવેલ ડુરોવની પેરિસથી ધરપકડ કરાઈ ધરપકડના તાર એક યુવતી સાથે જોડાયા શું ડુરોવ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની હનીટ્રેપનો શિકાર રશિયન અબજોપતિ અને ટેલિગ્રામ (Telegram)ના CEO પાવેલ ડુરોવની પેરિસમાં ધરપકડ કરવામાં આવી છે. હવે તેની ધરપકડના તાર એક યુવતી...
07:01 PM Aug 27, 2024 IST | Dhruv Parmar
  1. Telegram CEO પાવેલ ડુરોવની પેરિસથી ધરપકડ કરાઈ
  2. ધરપકડના તાર એક યુવતી સાથે જોડાયા
  3. શું ડુરોવ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની હનીટ્રેપનો શિકાર

રશિયન અબજોપતિ અને ટેલિગ્રામ (Telegram)ના CEO પાવેલ ડુરોવની પેરિસમાં ધરપકડ કરવામાં આવી છે. હવે તેની ધરપકડના તાર એક યુવતી સાથે પણ જોડવામાં આવી રહ્યો છે, જે સોશિયલ મીડિયા પર પણ ઘણી લોકપ્રિય છે. એવી પણ શંકા છે કે ડુરોવ હનીટ્રેપનો શિકાર બન્યો છે. હાલમાં આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. ડુરોવને ફ્રાન્સના લે બોર્ગેટ એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ડુરોવ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની હનીટ્રેપનો શિકાર બની શકે છે. મહિલાનું નામ જુલી વાવિલોવા હોવાનું કહેવાય છે. વાવિલોવાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ટ્રિપ સાથે જોડાયેલી ઘણી તસવીરો શેર કરી હતી. જો કે, તેઓ કોઈપણ ચિત્રમાં સાથે જોવા મળતા નથી, પરંતુ તેમની પોસ્ટ્સમાં કેટલીક સમાનતાઓ હતી. ઇન્ફ્લુએન્સર કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને અઝરબૈજાનની તેમની સફરમાં તેમની સાથે હોવાનું કહેવાય છે.

વાવિલોવા દ્વારા શેર કરાયેલ ફોટામાં, તે એક ખાનગી જેટમાં જોવા મળે છે, જે કથિત રીતે ડુરોવની છે. ખાસ વાત એ છે કે પેરિસમાં ધરપકડ કરતા પહેલા તે આ જેટ દ્વારા પહોંચ્યો હતો. ફોટોગ્રાફ્સના આધારે, એવી અટકળો છે કે વાવિલોવા પણ તેની ધરપકડ સમયે ડુરોવ સાથે હતી, પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ નથી કે અધિકારીઓએ તેની પણ ધરપકડ કરી છે કે નહીં.

જુલી વાવિલોવા કોણ છે?

તેણીના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મુજબ, વાવિલોવા એક ટ્વિચ સ્ટ્રીમર અને ગેમર છે જે ક્રિપ્ટોમાં પણ રસ ધરાવે છે. ડુરોવની જેમ તે પણ દુબઈમાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 22 હજારથી વધુ ફોલોઅર્સ છે.

આ પણ વાંચો : બુર્કિના ફાસોનું ગામ અલ-કાયદાના નિશાન પર, 100 લોકોના મોત

જુલી વાવિલોવા અને પાવેલ ડુરોવ વચ્ચે શું સંબંધ હતો?

જુલી વાવિલોવાની પોસ્ટ દર્શાવે છે કે તેઓએ અઝરબૈજાનની રાજધાનીમાં સમાન શૂટિંગ રેન્જ અને હોટલની મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયા પોસ્ટથી તેઓ નજીક હતા તે ચોક્કસ છે, પરંતુ તેમના સંબંધો કેવા હતા તે કહેવું મુશ્કેલ છે. જુલી વાવિલોવા અને ટેલિગ્રામ (Telegram)ના CEO ક્યાં મળ્યા અને બંને એકબીજાને કેવી રીતે મળ્યા તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ બંને દુબઈમાં રહે છે, જ્યાં ટેલિગ્રામ (Telegram)નું મુખ્ય મથક છે.

આ પણ વાંચો : કેનેડામાં નોકરી કરો છો? તો આ સમાચાર તમારા માટે જ...

એજન્ટ હોવાની પણ અટકળો...

કેટલાક અહેવાલો કહેવાયું છે કે જુલી વાવિલોવ ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદની એજન્ટ હોઈ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જૂલી વાવિલોવા સર્વિલાંસ અથવા કોઈ ઇન્વેસ્ટિગેટિંગ સબ્ટેક્ટનો પાર્ટ હોય, જેના કારણે પોલીસ પાવેલ સુધી પહોંચી. અથવા એવું પણ બને કે જુલીએ જાણતા-અજાણતા આવી ભૂલ કરી હોય જેના કારણે ફ્રાન્સની પોલીસે પાવેલની ધરપકડ કરી હોય. તમને જણાવી દઈએ કે પાવેલ ડુરોવને રશિયાના માર્ક ઝકરબર્ગ પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચો : Russia એ મિસાઇલોનો વરસાદ કર્યો, 100 થી વધુ ડ્રોન હુમલા કર્યા, Ukraine ધ્રૂજ્યું...

Tags :
beautiful girl with Telegram CEOJuli VavilovaJulie VavilovaJulie Vavilova connection with arrest of Pavel DurovJulie Vavilova connection with Pavel DurovJulie Vavilova connection with Telegram CEOJulie Vavilova missingKaun Hai Juli VavilovaPavel DurovSocial MediaTelegram CEOTelegram CEO Arrestworld
Next Article