Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતના વિસ્ફોટક બેટ્સમેન Rinku Singh ને લઇને BCCI એ લીધો અચાનક આ નિર્ણય

Rinku Singh : ભારતીય ક્રિકેટ ટીમનું ભવિષ્ય કહેવાતા રિંકુ સિંહ (Rinku Singh) ને લઇને BCCI મોટો નિર્ણય લીધો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ મંગળવાર 23 જાન્યુઆરીના રોજ એક મોટી જાહેરાત કરી છે. રિંકુ સિંહને BCCI એ...
03:02 PM Jan 23, 2024 IST | Hardik Shah
Source : Google

Rinku Singh : ભારતીય ક્રિકેટ ટીમનું ભવિષ્ય કહેવાતા રિંકુ સિંહ (Rinku Singh) ને લઇને BCCI મોટો નિર્ણય લીધો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ મંગળવાર 23 જાન્યુઆરીના રોજ એક મોટી જાહેરાત કરી છે. રિંકુ સિંહને BCCI એ મોટી જવાબદારી સોંપી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) 24 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ લાયન્સ (England Lions) સામેની ચાર દિવસીય મેચ માટે રિંકુને India A ટીમનો ભાગ બનાવ્યો છે. BCCIએ આ સીરીઝની ત્રીજી મેચ માટે પહેલા જ રિંકુ સિંહ (Rinku Singh) ને ટીમનો ભાગ બનાવી દીધો હતો.

મળી મોટી જવાબદારી

સામાન્ય રીતે રિંકુ સિંહ (Rinku Singh) ને T20માં પરફેક્ટ બેટ્સમેન માનવામાં આવે છે, પરંતુ હવે ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માં પણ રિંકુ સિંહ તેના બેટથી આગ ફેંકતો જોવા મળશે. રિંકુ સિંહને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ આજે ​​એટલે કે મંગળવારે ટીમ માટે રિંકુ સિંહ (Rinku Singh) ના નામની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં, પ્રશંસકો પણ રિંકુને રમતા જોવા માટે ખૂબ ઉત્સુક છે. હવે જોવાનું એ રહે છે કે રિંકુ પોતાની સ્ટાઈલમાં થોડો ફેરફાર કરે છે કે પછી માત્ર T20 સ્ટાઈલમાં જ ટેસ્ટ ક્રિકેટ રમતા જોવા મળશે. નોંધનીય છે કે ભારત A અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે 3 બિનસત્તાવાર ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ ડ્રો (First Match Draw) રહી હતી. હવે તેની બીજી મેચ આવતી કાલે એટલે કે 24મી જાન્યુઆરીથી અમદાવાદ (Ahmedabad) માં રમાશે. આ મેચ માત્ર 4 દિવસની છે, જેમાં ભારતની A ટીમ ઈંગ્લેન્ડ લાયન્સ સાથે રમી રહી છે. જણાવી દઈએ કે, ભારત શ્રેણીની પ્રથમ મેચ સરળતાથી હારી શકતું હતું, પરંતુ સ્ટાર બેટ્સમેન કેએસ ભરત અને સાઈ સુદર્શને ભારતીય A ટીમ માટે શાનદાર ઇનિંગ્સ રમી અને હારેલી મેચને ડ્રો કરી.

રિંકુ સિંહની કસોટી કરવામાં આવશે

રિંકુ સિંહે T20 બાદ ODI ક્રિકેટમાં પોતાની છાપ છોડી છે. BCCI હવે તેને ટેસ્ટ ફોર્મેટમાં અજમાવવા માંગે છે, તેથી જ તેને India A સામે તક આપવામાં આવી છે. જો રિંકુ સિંહ ઈંગ્લેન્ડ લાયન્સ સામે સારું પ્રદર્શન કરશે તો તેને આગામી દિવસોમાં ટીમ ઈન્ડિયામાં પણ સ્થાન મળી શકે છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં Rinku Singh નો રેકોર્ડ

રિંકુ સિંહ ઘરેલુ ક્રિકેટમાં ઉત્તર પ્રદેશની ટીમ તરફથી રમે છે, જેમાં તેણે વર્ષ 2016માં તેની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. ત્યારથી તેણે 44 મેચની 65 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 57.57ની એવરેજથી 3109 રન બનાવ્યા છે. આ દરમિયાન રિંકુના બેટમાંથી 7 સદી અને 20 અડધી સદી જોવા મળી છે. લિસ્ટ Aમાં પણ રિંકુ સિંહે અત્યાર સુધી 57 મેચ રમી છે અને 48.69ની એવરેજથી 1899 રન બનાવ્યા છે.

India 'A' ટીમ

અભિમન્યુ ઈસ્વરન (કેપ્ટન), સાઈ સુદર્શન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, તિલક વર્મા, કુમાર કુશાગરા, વોશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર, અર્શદીપ સિંહ, તુષાર દેશપાંડે, વિદ્વથ કવેરપ્પા, ઉપેન્દ્ર યાદવ, આકાશ દીપ, યશ દયાલ અને રિંકુ સિંહ.

આ પણ વાંચો - David Warner બન્યા રામ ભક્ત, કહ્યું – જય શ્રી રામ ઈન્ડિયા

આ પણ વાંચો - સોશિયલ મીડિયામાં RIP Pakistan થયું ટ્રેન્ડ, જાણો શું છે કારણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BCCICricket NewsIND A vs ENG Lions Rinku SinghIndia A TeamIndia A vs England LionsIndia Vs EnglandIndia vs England Test SeriesIndian Cricket Teamrinku singhRinku Singh EntryRINKU SINGH INDIA A SQUADSports News
Next Article