India vs Australia: ન્યુઝીલેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, સિનિયરો પર લટકતી તલવાર
- ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો
- ટીમ ઈન્ડિયા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા
- ભારતીય ટીમની આ હારથી ચાહકોની ચિંતા વધી
- 2 સિનિયર ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા મોકલવા આવ્યા
India vs Australia: ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સાથે રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ટીમ ઈન્ડિયા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા (India vs Australia:)જતા પહેલા ઘરઆંગણે ભારતીય ટીમની આ હારથી ચાહકોની ચિંતા વધી ગઈ છે. શ્રેણીમાં ક્લીન સ્વીપ બાદ હવે BCCI એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. BCCI હવે ઓસ્ટ્રેલિયા A સાથેની બીજી મેચ માટે 2 સિનિયર ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા મોકલવા જઈ રહ્યું છે. આ બંને ખેલાડીઓ Border Gavaskar Trophyમાટે ટીમની ટીમનો પણ ભાગ છે.
કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલ નીકળી ગયા
ભારત A અને ઓસ્ટ્રેલિયા(India vs Australia) A વચ્ચે પ્રથમ મેચ રમાઈ છે. જેમાં ભારત A ને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બીજી મેચ 7 નવેમ્બરથી રમાશે. જેમાં કેએલ રાહુલ (kl rahul)અને ધ્રુવ જુરેલ (dhruv jurel)પણ રમતા જોવા મળશે. આ બંને વિકેટકીપર બેટ્સમેન ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતા.
MASSIVE RESPECT FOR KL RAHUL. 🫡
- KL Rahul dropped from the last 2 Test Matches against New Zealand but now he chooses to play for India A in Australia to prepare for the Border Gavaskar Trophy. pic.twitter.com/QfwdKmqXKi
— Tanuj Singh (@ImTanujSingh) November 3, 2024
કેએલ રાહુલ પ્રથમ મેચમાં રમતા જોવા મળ્યો હતો
કેએલ રાહુલ પ્રથમ મેચમાં રમતા જોવા મળ્યો હતો પરંતુ ખરાબ ફોર્મના કારણે તેને બહાર કરવામાં આવ્યો હતો. જ્યારે જુરેલને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. હવે BCCI ઈચ્છે છે કે આ બંને ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા સાથેની ટેસ્ટ શ્રેણી પહેલા વધુ પ્રેક્ટિસ કરવાની તક મળવી જોઈએ. જેથી આગળની શ્રેણી દરમિયાન ટીમને ફાયદો થઈ શકે.
ન્યૂઝીલેન્ડે ભારતમાં ભારતને હરાવ્યું
ટીમ મેનેજમેન્ટ તમામ ખેલાડીઓને રમવાની સંપૂર્ણ તક આપવા માંગે છે, ખાસ કરીને રિઝર્વ ખેલાડીઓ, જેમને ઓસ્ટ્રેલિયા(India vs Australia) સાથે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં ગમે ત્યારે રમવાની તક મળી શકે છે. બીજી બાજુ, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં પરાજયથી ગૌતમ ગંભીર ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત થયાના માત્ર ત્રણ મહિના બાદ ભારે દબાણમાં છે. ગંભીરના કોચિંગ હેઠળ, પ્રથમ ટીમ ઈન્ડિયાને શ્રીલંકા દ્વારા વનડે શ્રેણીમાં પરાજય મળ્યો હતો, ત્યારબાદ ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડે ભારતમાં ભારતને હરાવ્યું હતું. આપણે ગંભીરને આગળના પડકારનો સામનો કરવા માટે રણનીતિમાં થોડો ફેરફાર કરવો પડશે.