Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્રિકેટ રમતા Batsman ને અચાનક આવ્યો Heart Attack, જુઓ Video

Noida Cricketer Heart Attack : દેશમાં હાર્ટ એટેકના કેસઝડપથી  વધી રહ્યા છે, જેણે દરેકને ચિંતામાં મૂકી દીધા છે. દરરોજ હાર્ટ એટેકના કારણે લોકોના મોતના સમાચાર આવે છે. આ શ્રેણીમાં નોઈડા (Noida) થી એક કિસ્સો સામે આવ્યો છે. અહીં ક્રિકેટ મેચ...
ક્રિકેટ રમતા batsman ને અચાનક આવ્યો heart attack  જુઓ video

Noida Cricketer Heart Attack : દેશમાં હાર્ટ એટેકના કેસઝડપથી  વધી રહ્યા છે, જેણે દરેકને ચિંતામાં મૂકી દીધા છે. દરરોજ હાર્ટ એટેકના કારણે લોકોના મોતના સમાચાર આવે છે. આ શ્રેણીમાં નોઈડા (Noida) થી એક કિસ્સો સામે આવ્યો છે. અહીં ક્રિકેટ મેચ રમી રહેલા એક યુવકનું રન લેતી વખતે અચાનક હાર્ટ એટેક (Heart Attack) આવવાથી મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

ક્રિકેટ રમતા પીચ પર જ ઢળી પડ્યો યુવક

આજના સમયે મોત ક્યારે આવી જાય તે કહેવું ઘણું મુશ્કિલ બની ગયું છે. જીહા, ભૂતકાળમાં અચાનક મોત આવતા ઘણા વીડિયો તમને સોશિયલ મીડિયા (Social Media) માં જોવા મળી જશે. તાજેતરમાં આવો જ એક બનાવ નોઈડા ખાતે બન્યો છે જ્યા એક યુવકનું ક્રિકેટ રમતા હાર્ટ એટેક આવતા મોત થયું છે. જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશના નોઈડામાં ક્રિકેટ રમતા એક યુવા ખેલાડીનું અચાનક મૃત્યુ થઈ ગયું. ખેલાડી રન બનાવવા માટે દોડી રહ્યો હતો અને આ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો અને તે પછી તે પીચ પર જ પડી ગયો અને ફરીથી ઉઠ્યો જ નહીં. નજીકમાં હાજર સહાયક ખેલાડીઓ તેને ઉતાવળમાં હોસ્પિટલ લઈ ગયા પરંતુ તેને બચાવી શકાયો નહીં. તબીબો (Doctor) એ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક ખેલાડીની ઓળખ 36 વર્ષીય એન્જિનિયર વિકાસ નેગી (Vikash Negi) તરીકે થઈ છે. વિકાસ નેગીના મોતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો દંગ રહી ગયા છે.

Advertisement

કોણ છે આ યુવક જેનું ક્રિકેટ રમતા થયું મોત ?

મળતી માહિતી મુજબ એન્જિનિયર વિકાસ નેગી મૂળ ઉત્તરાખંડનો વતની હતો અને હાલ દિલ્હીના રોહિણીમાં રહેતો હતો. તે નોઈડાની એક કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો. વિકાસ નેગીનું મૃત્યુ 6 જાન્યુઆરીએ થયું હતું. તે નોઈડાના સેક્ટર-135 સ્થિત ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા આવ્યો હતો. વિકાસને ક્રિકેટ રમવાનો ખૂબ જ શોખ હતો અને તે એન્જિનિયર હોવા ઉપરાંત ક્રિકેટ ખેલાડી પણ હતો.

નોઈડા પોલીસે શું કહ્યું ?

આ સમગ્ર મામલાની માહિતી આપતાં નોઈડા પોલીસે જણાવ્યું કે, આ ઘટના શનિવારે બની હતી. મૃતક મૂળ ઉત્તરાખંડનો રહેવાસી હતો. હાલમાં તે દિલ્હીના રોહિણીમાં રહેતો હતો. ક્રિકેટ રમતી વખતે અચાનક Heart Attack આવતા મૃતક પીચ પર પડી ગયો હતો. મૃતક નોઈડાની એક કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. ઘટના બાદ પરિવારજનોને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - અયોધ્યામાં રામ મંદિરના સુવર્ણ દરવાજાની પહેલી તસવીર આવી સામે

આ પણ વાંચો - Bharat Jodo Nyaya Yatra : કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ મણિપુરથી જ નીકળશે, પરંતુ રહેશે આ શરતો!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.