Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IPS છો તો પાયાવિહોણા આક્ષેપવાળી ફરિયાદ પણ પોલીસ નોંધશે

Gujarat ના છેવાડે આવેલા એક જિલ્લાના ટાઉનમાં પોલીસને પાયાવિહોણા આક્ષેપવાળી ફરિયાદ નોંધવાની ફરજ પડી છે. 14 દિવસ પહેલાં પોલીસે નોંધેલી એક FIR સંવેદનશીલના દાયરમાં ના મુકી અને તેનો લાભ ફરિયાદી તથા તેના પરિવારને મળી ગયો. તાજેતરમાં થયેલી ફરિયાદમાં ભોગ બનનારના...
03:29 PM Oct 25, 2023 IST | Bankim Patel

Gujarat ના છેવાડે આવેલા એક જિલ્લાના ટાઉનમાં પોલીસને પાયાવિહોણા આક્ષેપવાળી ફરિયાદ નોંધવાની ફરજ પડી છે. 14 દિવસ પહેલાં પોલીસે નોંધેલી એક FIR સંવેદનશીલના દાયરમાં ના મુકી અને તેનો લાભ ફરિયાદી તથા તેના પરિવારને મળી ગયો. તાજેતરમાં થયેલી ફરિયાદમાં ભોગ બનનારના કાકા IPS અધિકારી હોવાનું સામે આવ્યું છે. સામાન્ય લોકોની સાચી ફરિયાદ નોંધવામાં નાટક કરનારી પોલીસ IPS ની દરમિયાનગીરીથી આનાકાની વિના નોંધી દે છે. ભલે ને તેમાં આડેધડ આરોપ લગાવાયા હોય. ગુજરાત પોલીસ (Gujarat Police) માં આ જ છે વાસ્તવિક સ્થિતિ.

કેમ પોલીસ ભેખડે ભરાઈ ? : દાહોદ ટાઉન (Dahod Town) માં 14 દિવસ પહેલાં સગીરો વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ એક PI અને પોલીસ કર્મચારીઓને આરોપના કઠેડામાં ધકેલી દીધાં છે. એક ચર્ચા અનુસાર એક બાળકને ગંભીર રીતે માર મારનારા સગીર સામે ફરિયાદ થતી હતી ત્યારે ભલામણોનો વરસાદ વરસ્યો હતો. 108માં ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ મોકલવો પડે તેવી ઈજા થઈ હોવાથી તેના પિતાએ ફરિયાદ કરવાનું મન બનાવી લીધું હતું. ફરિયાદ રોકાવવા માટે ગુજરાતમાં ફરજ બજાવતા એક IPS અધિકારીએ પણ પોતાની વગનો ઉપયોગ કર્યો હતો. ફરિયાદી મક્કમ રહેતા પોલીસને ના છૂટકે સગીર સામે ફરિયાદ નોંધવી પડી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર ફરિયાદ થઈ ત્યારબાદ Online FIR Upload કરતી વખતે તેને સંવેદનશીલ કરવાની રહી ગઈ અને અખબારમાં આ સમાચાર પ્રસિદ્ધ થયા. અખબારમાં સમાચાર આવતા IPS અધિકારીના પરિવારનો અહમ ઘવાયો અને આ મામલે એક અરજી આપી. પોલીસને આપેલી અરજીને IPS સાહેબે ફરિયાદમાં રૂપાતંરિત કરાવી હોવાની પણ એક ચર્ચા છે.

પોલીસ બેડામાં IPS ચર્ચાના ચગડોળે ચઢ્યા : છેવાડાના દાહોદ જિલ્લામાં બનેલી એક ઘટના અને ત્યારબાદ શરૂ થયો ફરિયાદોનો ક્રમ. દાહોદના પોલીસ ઈન્સ્પેક્ટર (Dahod PI) કિરીટ લાઠીયા (Kirit Lathiya) પોલીસ કર્મચારીઓ અને પત્રકાર-સંપાદક સામે ગત સોમવારે ગાળો આપવાની, બેરહેમીથી માર મારવાની તેમજ સગીરનું નામ જાહેર કરવાની ફરિયાદ થઈ. આ ફરિયાદ થતાં જ અમદાવાદ સ્થિતિ એક એજન્સીમાં ફરજ બજાવતા IPS ચર્ચામાં આવી ગયા છે. દાહોદ જિલ્લાથી શરૂ થયેલી ચર્ચા ગાંધીનગર પોલીસ ભવન સુધી પહોંચી ગઈ છે. પોતાની સત્તાનો ઉપયોગ કરીને IPS અધિકારીએ પોલીસને સાણસામાં ફસાવી છે.

લગાવાયેલા આરોપ શંકાના દાયરામાં : PI કિરીટ લાઠીયા સહિતના પોલીસ સ્ટાફ સામે થયેલી ફરિયાદમાં લગાવાયેલા આરોપ શંકાના દાયરામાં આવે છે. પીઆઈ લાઠીયા સામે આરોપ છે કે, સગીરને 50-60 પટ્ટા ફટકાર્યા છે અને ગંદી ગાળો આપી છે. ફરિયાદમાં જણાવ્યાનુસાર સગીરને તેના પિતા અને કાકાને ગાળો બોલવા માટે PI એ દબાણ કર્યું હતું. સગીરે ગાળો બોલવાની ના પાડતા તેને 250-300 ઉઠ-બેસ કરાવી અને વચ્ચે રોકાઈ જતા તેને ફરી પટ્ટા ફટકાર્યા હતા. વાળ પકડી દિવાલ સાથે સગીરનું માથું બે-ત્રણ વાર ભટકાવ્યું. ઈજાગ્રસ્ત સગીરને પોલીસ સ્ટેશનેથી મુક્ત કરવામાં આવતા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો અને તેને સારવાર અપાવી ઘરે લઈ જવાયો. કારણ કે, સગીરની બીજા દિવસે પરિક્ષા હતી.

આટલા દિવસ વિલંબ કેમ ? : પોલીસ વિરૂદ્ધ કરાયેલી ફરિયાદમાં બારેક દિવસનો વિલંબ કેમ થયો તે તો ફરિયાદી જ જાણે. ઘરના સભ્યો સાથે વિચાર વિમર્શ કર્યા બાદ FIR કરવામાં આવી હોવાનો ઉલ્લેખ ફરિયાદીએ કર્યો છે. એક ચર્ચા અનુસાર ફરિયાદી અને તેમના IPS ભાઈને જાણકારી મળી ગઈ હતી કે, દાહોદ પોલીસ સ્ટેશન (Dahod Police Station) ના સીસીટીવી કેમેરા (CCTV Camera) બંધ છે અને એટલે જ ફરિયાદમાં ગત 10 અને 11 ઓક્ટોબરના સીસીટીવી પર આધાર રાખીએ છીએ તેવો FIR માં જ ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચો : Dahod : સગીરને ગંદી ગાળો આપી પટ્ટા ફટકારનારા PI અને પોલીસ સ્ટાફ સામે FIR

Tags :
Dahod A Division Police StationDahod PIDahod Police StationDahod SDPODahod TownFIRGandhinagar Police BhavanGujarat FirstGujarat PoliceGujarati SamacharIPSIPS ControversyKirit LathiyaOnline FIR UploadPI ChamberPI K N Lathiyapolice inspector
Next Article