Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BAPS Temple : મહંત સ્વામીના હસ્તે BAPSના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, સાંજે PM મોદી ઉદ્ધાટનમાં રહેશે હાજર...

UAE ના અબુ ધાબીમાં પહેલું હિન્દુ મંદિર તૈયાર છે. BAPS દ્વારા નિર્મિત આ મંદિર ખૂબ જ વિશાળ અને ભવ્ય છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થઇ ગયો છે. મહંત સ્વામી મહારાજના હસ્તે BAPS ના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિની શરૂઆત...
10:08 AM Feb 14, 2024 IST | Dhruv Parmar

UAE ના અબુ ધાબીમાં પહેલું હિન્દુ મંદિર તૈયાર છે. BAPS દ્વારા નિર્મિત આ મંદિર ખૂબ જ વિશાળ અને ભવ્ય છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થઇ ગયો છે. મહંત સ્વામી મહારાજના હસ્તે BAPS ના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિની શરૂઆત કરાઇ હતી. ભારતીય સમય અનુસાર સાંજે છ વાગ્યે મંદિરનો લોકાર્પણ સમારોહ યોજાશે. મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન સહિત અન્ય દેવી-દેવતાઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. તે સિવાય રામ-સીતા, રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી, હનુમાનજીની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. ગણપતિદાદા સહિત 15 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.

આ મંદિરના સંકલ્પમૂર્તિ તો પોતે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હતા. તેઓએ 5 એપ્રિલ, 1997 ના રોજ શારજાહના રણમાં પ્રાર્થના કરતાં ઉચ્ચાર્યું હતું, “અહીં અને વિશ્વમાં શાંતિ પ્રસરે, બધા ધર્મોનો પરસ્પર આદર વધે, બધા દેશો એકબીજા પ્રત્યેના પૂર્વગ્રહથી મુક્ત થાય, અને સર્વે પોતપોતાની આગવી રીતે પ્રગતિ કરે. અબુ ધાબીમાં મંદિર થાય, અને તે મંદિર દેશો, સંસ્કૃતિઓ, ધર્મો અને સમુદાયોને એકબીજાની નજીક લાવે.” વર્ષ 2015 માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને ‘UAE આર્મ્ડ ફોર્સ’ના સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ નહ્યાને મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી.

35 હજાર લોકો હાજર રહેવાની અપેક્ષા છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં આ ઈવેન્ટની તૈયારીઓ થઈ રહી છે. આ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે લોકોની સંખ્યા ઘટીને 35 હજાર થઈ ગઈ છે. અગાઉ લગભગ 80 હજાર લોકો આવવાની આશા હતી. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 60 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે, વરસાદ પછી પણ, આ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં 35,000 થી 40,000 લોકો આવવાની ધારણા છે, જેમાં રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનારા સહભાગીઓ પણ સામેલ છે. અહેવાલો અનુસાર, 500 થી વધુ બસો દોડશે, જેમાં 1000 થી વધુ સ્વયંસેવકો સ્થળ પર મદદ કરશે.

700 કરોડનો ખર્ચ

ભારતીય પ્રાચીન મંદિર નિર્માણ શૈલીનું આ એક અદ્ભુત ઉદાહરણ છે. આ મંદિર 27 એકર જમીન પર બનેલું છે, જેમાંથી 13.5 એકર મંદિરનો વિસ્તાર છે અને બાકીનો 13.5 એકર પાર્કિંગ વિસ્તાર છે. આ મંદિર સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં આવેલું છે. આ મંદિર રેતીના શહેરમાં હિન્દુ સંસ્કૃતિ, ધાર્મિક વિધિઓ અને ભક્તિનો સંગમ છે.

27 એકર જમીનમાં બનેલું મંદિર

ભારતીય પ્રાચીન મંદિર નિર્માણ શૈલીનું આ એક અદ્ભુત ઉદાહરણ છે. આ મંદિર 27 એકર જમીન પર બનેલું છે, જેમાંથી 13.5 એકર મંદિરનો વિસ્તાર છે અને બાકીનો 13.5 એકર પાર્કિંગ વિસ્તાર છે. આ મંદિર સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં આવેલું છે. આ મંદિર રેતીના શહેરમાં હિન્દુ સંસ્કૃતિ, ધાર્મિક વિધિઓ અને ભક્તિનો સંગમ છે.

UAE માં હિન્દુ મંદિર ક્યાં બનેલું છે?

આ મંદિર UAEની રાજધાની અબુ ધાબીમાં 'અલ વાકબા' નામની જગ્યા પર બનાવવામાં આવ્યું છે. આ ધાર્મિક સ્થળ 20,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. હાઈવેને અડીને આવેલ અલ વાકબા નામનું સ્થળ અબુ ધાબીથી લગભગ 30 મિનિટ દૂર છે. UAE નું પહેલું હિન્દુ મંદિર 2023 માં પૂર્ણ થઈ શકે છે, પરંતુ તેની કલ્પના લગભગ અઢી દાયકા પહેલા 1997 માં BAPS સંસ્થાના તત્કાલિન વડા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : UAE Baps Mandir : 25 હજાર પથ્થરો જોડીને બનાવાયેલું વિરાટ મંદિર..

Tags :
Abu Dhabi Hindu Mandirabu dhabi newsAhlan Modi EventBAPS Hindu TempleHindu templeIndiaIndia UAE RelationsMahant Swami MaharajNationalpm modi in abu dhabipm modi uae visitPM Modi UAE Visit Schedulepm narendra modiUAE first Hindu Mandir
Next Article