Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કરો યા મરો મેચમાં બાંગ્લાદેશે કર્યું કમબેક, અફઘાનિસ્તાન વિરુદ્ધ મેળવી શાનદાર જીત

બાંગ્લાદેશે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં એશિયા કપની બીજી ગ્રુપ બી મેચમાં અફઘાનિસ્તાનને 89 રને હરાવીને સુપર-4 રાઉન્ડમાં પહોંચવાની પોતાની તકો જીવંત રાખી છે. અફઘાનિસ્તાન સામે કરો યા મરો મેચમાં મેહિદી હસન મિરાજ અને નજમુલ હસન શાંતોની શાનદાર બેટિંગના દમ પર બાંગ્લાદેશે...
કરો યા મરો મેચમાં બાંગ્લાદેશે કર્યું કમબેક  અફઘાનિસ્તાન વિરુદ્ધ મેળવી શાનદાર જીત

બાંગ્લાદેશે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં એશિયા કપની બીજી ગ્રુપ બી મેચમાં અફઘાનિસ્તાનને 89 રને હરાવીને સુપર-4 રાઉન્ડમાં પહોંચવાની પોતાની તકો જીવંત રાખી છે. અફઘાનિસ્તાન સામે કરો યા મરો મેચમાં મેહિદી હસન મિરાજ અને નજમુલ હસન શાંતોની શાનદાર બેટિંગના દમ પર બાંગ્લાદેશે 50 ઓવરમાં 5 વિકેટે 334 રન બનાવ્યા હતા. જેને અફઘાનિસ્તાનની ટીમ હાંસલ ન કરી શકી અને 44.3 ઓવરમાં 245 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.

Advertisement

બાંગ્લાદેશે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી

Asia Cup 2023 ની ચોથી મેચમાં અફઘિનાસ્તાનનો મુકાબલો બાંગ્લાદેશ વિરુદ્ધ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં હતો. જ્યા બાંગ્લાદેશે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. જે તેના માટે ફાયદાકારક સાબિત થયો હતો. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 5 વિકેટે 334 રન બનાવ્યા અને અફઘાનિસ્તાને 335 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બાંગ્લાદેશ તરફથી મેહદી હસને અણનમ 112 અને નઝમુલ હસન શાંતોએ 104 રન બનાવ્યા હતા. આ બે સિવાય શાકિબ અલ હસને અણનમ 32 રન અને મોહમ્મદ નઈમે 28 રનનું યોગદાન આપ્યું હતું. રહીમે 25 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર રહેમાન અને ગુલબદ્દીન નાયબે 1-1 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશના ત્રણ બેટ્સમેન રન આઉટ થયા હતા.

Advertisement

અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી

Advertisement

બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવેલા 335 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે અફઘાનિસ્તાનની શરૂઆત સારી રહી ન હતી. આ દરમિયાન ટીમની પ્રથમ ચાર વિકેટ ખૂબ જ જલ્દી પડી ગઈ હતી. અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ રન ઈબ્રાહિમ ઝદરાનના હતા, જેણે 74 બોલમાં 75 રન બનાવ્યા હતા. જેમાં એક સિક્સ અને 10 ફોરનો સમાવેશ થાય છે. જ્યારે બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી હતા. શાહિદીએ પોતાની ઇનિંગમાં 60 બોલનો સામનો કર્યો અને 51 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા સામેલ હતા.

મેહદીન હસન મિરાજે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી

આ સાથે જ બાંગ્લાદેશના મેહદીન હસન મિરાજે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા 17 મહિનામાં તે બાંગ્લાદેશ માટે ODIમાં સદી ફટકારનાર પ્રથમ ઓપનર બની ગયો છે. મિરાજે અફઘાનિસ્તાન સામે 119 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 111 રન બનાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, મિરાજ તેની ODI કારકિર્દીમાં માત્ર બીજી વખત ઓપનર તરીકે ઉતર્યો હતો. તેણે અગાઉ 2018 એશિયા કપમાં ભારત સામે ઓપનિંગ કર્યું હતું. આ બે મેચોને બાદ કરતાં મેહદીએ ક્યારેય વનડેમાં છઠ્ઠા સ્થાનથી ઉપર બેટિંગ કરી નથી.

ઘરની બહાર બાંગ્લાદેશનો સર્વોચ્ચ ODI સ્કોર

334/5 - vs. અફઘાનિસ્તાન, લાહોર ખાતે, 2023
333/8 - vs. ઓસ્ટ્રેલિયા, નોટિંગહામ, 2019
330/6 - vs. દક્ષિણ આફ્રિકા, ધ ઓવલ, 2019
324/5 - vs. શ્રીલંકા, દામ્બુલા, 2017

બાંગ્લાદેશનું સૌથી વધુ ODI ટોટલ

349/6 - vs. આયર્લેન્ડ, 2023
338/8 - vs. આયર્લેન્ડ 2023
334/5 - vs. અફઘાનિસ્તાન, 2023
333/8 - vs. ઓસ્ટ્રેલિયા 2019
330/6 - vs. દક્ષિણ આફ્રિકા, 2019

બાંગ્લાદેશે મેચ જીતી

એશિયા કપ 2023માં રવિવારે રમાયેલી અફઘાનિસ્તાન સામેની મેચમાં બાંગ્લાદેશનો 89 રને વિજય થયો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન બાંગ્લાદેશે 50 ઓવરની રમતમાં 5 વિકેટ ગુમાવીને 334 રન બનાવ્યા હતા. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ 44.3 ઓવરમાં 245 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો - Asia Cup : ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, Jasprit Bumrah ભારત પરત ફર્યો

આ પણ વાંચો - નહીં સુધરે…! પાકિસ્તાનના પૂર્વ PM એ ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરને લઇને માર્યો આવો ટોણો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.