Bangladesh માં કટ્ટરપંથીઓએ Iskcon Temple ની મૂર્તિઓ તોડીને ખાખ કરી નાખ્યું
- પીએમ મોહમ્મદ યુનુસ મૂક પ્રેક્ષક બનીને બેઠા છે
- Bangladesh માં Iskcon Temple નમહટ્ટા સેન્ટર બળી ગયું છે
- ઓક્ટેનનો ઉપયોગ કરીને આગની શરૂઆત કરવામાં આવી
Bangladesh Iskcon Temple : Bangladesh માં કટ્ટરપંથીઓએ ફરી એકવાર Iskcon Temple પર હુમલો કર્યો છે. 6 ડિસેમ્બરના રોજ રાત્રે ઢાકામાં ઈસ્કોન સિવાય અન્ય એક મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. તો પહેલા મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી, ત્યારબાદ ટોળાએ દેવી-દેવતાઓની મૂર્તિઓને આગ લગાવી દીધી હતી. હિન્દુઓનો આરોપ છે કે કટ્ટરપંથી સંગઠનો લઘુમતીઓને સતત નિશાન બનાવી રહ્યા છે અને વચગાળાની સરકારના પીએમ મોહમ્મદ યુનુસ મૂક પ્રેક્ષક બનીને બેઠા છે.
Bangladesh માં Iskcon Temple નમહટ્ટા સેન્ટર બળી ગયું છે
Iskcon Temple ના વાઇસ પ્રેસિડેન્ટ Radharamn Das એ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે Bangladesh માં Iskcon Temple નમહટ્ટા સેન્ટર બળી ગયું છે. શ્રી શ્રી લક્ષ્મી નારાયણ દેવતા અને મંદિરની અંદરની તમામ વસ્તુઓ સંપૂર્ણપણે બળી ગઈ હતી. આજે સવારે 2-3 વાગ્યે બળવાખોરોએ શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર અને શ્રી શ્રી મહાભાગ્ય લક્ષ્મી નારાયણ મંદિરમાં આગ લગાવી દીધી હતી. જે ઢાકા જિલ્લાના તુરાગ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના ધૌર ગામમાં સ્થિત હરે કૃષ્ણ નમહટ્ટા સંઘ હેઠળ આવે છે.
આ પણ વાંચો: હિઝબુલ્લાહે Syriaને બચાવવા મોકલ્યા લડવૈયા..
ઓક્ટેનનો ઉપયોગ કરીને આગની શરૂઆત કરવામાં આવી
Radharamn Das એ વધુમાં જણાવ્યું હતું કે મંદિરની પાછળના ટીનની છતને ઉંચી કરીને અને પેટ્રોલ અથવા ઓક્ટેનનો ઉપયોગ કરીને આગની શરૂઆત કરવામાં આવી હતી. તો Radharamn Das એ કહ્યું કે હિન્દુ સમુદાય પર હુમલા સતત ચાલુ છે. આ માટે ઈસ્કોને Bangladesh ની વચગાળાની સરકારને આ અંગે જાણ કરી છે, તેમ છતાં પોલીસ અને વહીવટીતંત્ર તેમની ફરિયાદોના નિરાકરણ માટે કંઈ કરી શકતું નથી.
આ પણ વાંચો: Advisory : તાત્કાલિક છોડો આ દેશ, ભારત સરકારે કરી અપીલ