Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bangladesh : ઢાકામાં સાત માળની ઈમારતમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 44 લોકોના મોત...

બાંગ્લાદેશ (Bangladesh)ની રાજધાની ઢાકામાં ગુરુવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના જોવા મળી હતી. આ દરમિયાન રાજધાની ઢાકામાં સાત માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં દાઝી જવાથી 44 લોકોના મોત થયા હતા અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા....
07:32 AM Mar 01, 2024 IST | Dhruv Parmar

બાંગ્લાદેશ (Bangladesh)ની રાજધાની ઢાકામાં ગુરુવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના જોવા મળી હતી. આ દરમિયાન રાજધાની ઢાકામાં સાત માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં દાઝી જવાથી 44 લોકોના મોત થયા હતા અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. બાંગ્લાદેશ (Bangladesh)ના સ્વાસ્થ્ય મંત્રી સામંત લાલ સેને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ અને નજીકની બર્ન્સ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જણાવ્યું કે આગમાં અત્યાર સુધીમાં 44 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર લગભગ 40 ઘાયલોને શહેરની મુખ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. મૃત્યુઆંકમાં પણ વધારો થઈ શકે છે.

ઢાકામાં આગ લાગી, 43 લોકોના મોત

ફાયર બ્રિગેડ વિભાગના અધિકારી મોહમ્મદ શિહાબે જણાવ્યું હતું કે ઢાકાના બેઈલી રોડ પર એક લોકપ્રિય બિરયાની રેસ્ટોરન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ રાત્રે લગભગ 9.50 કલાકે લાગી હતી. આ પછી, થોડી જ વારમાં આગ બિલ્ડિંગના ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ. આ પછી લોકો બિલ્ડિંગમાં ખરાબ રીતે ફસાઈ ગયા. તેમણે કહ્યું કે ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. માત્ર બે કલાકની જહેમત બાદ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગમાં 44 લોકોના મોત થયા હતા અને 75 લોકોને બિલ્ડિંગમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

મૃતદેહો ખરાબ રીતે બળી ગયા, ઓળખ કરવી મુશ્કેલ

સ્વાસ્થ્ય મંત્રી સામંત લાલના જણાવ્યા અનુસાર, ઢાકાની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 33 લોકોના મોત થયા છે, જ્યારે શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલમાં 10 લોકોના મોત થયા છે. ડોક્ટરોનું કહેવું છે કે ઘણા મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા છે અને તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પ્રથમ બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ લોકો ભયથી ઉપરના માળ તરફ ભાગવા લાગ્યા હતા. જોકે આગ ઉપરના માળ સુધી ફેલાઈ જતાં લોકો પાસે બચવાનો કોઈ વિકલ્પ નહોતો. આવી સ્થિતિમાં અનેક લોકોના મોત થયા હતા. બાદમાં ફાયર વિભાગની ગાડીઓએ સીડીનો ઉપયોગ કરીને લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો : ભારતમાં બાબરે તોડ્યું અને હવે પાકિસ્તાનમાં બાબર જ બનાવી રહ્યો છે Ram Mandir

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BangladeshBangladesh Building FireBangladesh fire outbreakBangladesh NewsDhakaDhaka Firefire outbreakMany deas in Dhaka Fireworld
Next Article