Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha: ઓક્સિજનની કમીથી બે લોકોના મોત, મોડી રાત્રે મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યા

Banaskantha: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી ગામે બુધવારે બપોરે કુવામાં ઉતરેલા 2 વ્યક્તિઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મોત મામલે વાત કરવામાં આવે તો, ઓક્સિજનની કમીથી અને ગુંગળાઈ જવાથી મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દાંતા...
banaskantha  ઓક્સિજનની કમીથી બે લોકોના મોત  મોડી રાત્રે મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યા

Banaskantha: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી ગામે બુધવારે બપોરે કુવામાં ઉતરેલા 2 વ્યક્તિઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મોત મામલે વાત કરવામાં આવે તો, ઓક્સિજનની કમીથી અને ગુંગળાઈ જવાથી મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દાંતા તાલુકાના મંડાલી ગામે બુધવારે બપોરે 1 વાગ્યા આસપાસ ગોઝારી ઘટના બનવા પામી હતી. મંડાલી ગામના કુવામાં ઉતરીને બે વ્યક્તિઓ મોટર કાઢવા ગયા હતા અને પછી બહાર ન આવ્યા. કુવામા ઑક્સિજનની કમીથી અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેથી કુવામા ઉતરેલા બંને લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.

Advertisement

મોડી રાત સુધી પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો

વિગતે વાત કરવામાં આવે તો કુવામાંથી 2 કલાક બાદ પણ બહાર ના આવતા આસપાસના લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું અને સાથે SDRF પણ પહોંચ્યું હતું. બંને મૃતદેહને માંકડી પીએસસી ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ બંદોબસ્ત પણ મોડી રાત સુધી જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, ઘટના સ્થળે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યું ઓપરેશન હાથ ધરાયું હતું. ત્યારે રેસ્ક્યુ ટીમને પણ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

રાત્રે મોટી ક્રેન બોલાવી રેસ્ક્યું હાથ ધરવામાં આવ્યું

નરેશભાઈ કાંતિભાઈ પરમાર અને બચુભાઈ તરાલનું કુવામા ડુબી જવાથી મોત નિપજ્યું હતું. આ બંને મૃતકો જશવંતપુરા અને સનાલી ગામના રહેવાસી છે. કુવો 70 ફૂટ ઊંડો હતો, જેમાં 10 ફુટ જેટલું પાણી ભરેલું હતું. રેસ્ક્યુ ટીમ ઊંડા કુવામાં ઉતરવામા મુશ્કેલી પડતી હતી. રાત્રે મોટી ક્રેન બોલાવી રેસ્ક્યું હાથ ધરવામાં આવ્યું હતું. કૂવાની આજુબાજુ હજારો લોકો એકઠા થયા હતા. ઓક્સિજનના બાટલા પહેરીને એસડીઆરએફની ટીમ કુવામાં ઉતરી સમગ્ર ઓપરેશનને પૂરું પાડ્યું હતું. રાત્રે સાડા દસ વાગ્યે અંબાજી અને પાલનપુરની ફાયર ટીમની ભારે જહેમત દ્વારા મૃતદેહ બહાર કઢાયા હતા. હડાદ પોલીસ પણ ઘટના સ્થળે ઉપસ્થિત રહી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માંકડી પીએચસી ખાતે લઇ જવાયા હતા. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી.

આ પણ વાંચો: Gondal: બે કાર વચ્ચે થયો ભીષણ અકસ્માત, એક મહિલા સહિત 2 ના મોત

આ પણ વાંચો: Rajkot: ગુનેગારોને રાજકોટ પોલીસનો ડર નથી! શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો

આ પણ વાંચો: Surat: શહેરના 41 PI ની આંતરિક બદલી, રાંદેર PIની અશ્રુભીની આંખે વિદાય

Advertisement
Tags :
Advertisement

.