Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Banaskantha: લોકો સાથે છેતરપિંડી આચરતો હતો આ ભેજાબાજ! મળી આવ્યા અધધ ATM

Banaskantha: બનાસકાંઠાના વડગામ પોલીસે બેંકના એટીએમ જોડે છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને દબોચી લીધો છે. આ રીઢા ગુનેગાર પાસેથી પોલીસે 209 જેટલા એટીએમ જપ્ત કરી લીધા છે. વડગામ પોલીસે આરોપી મોહમ્મદ સાહિલ લાલમહંમદ મેમણ પાસેથી રૂ. 3,33,825 જેટલી રકમ જપ્ત કરીને...
12:02 PM May 22, 2024 IST | VIMAL PRAJAPATI
Banaskantha

Banaskantha: બનાસકાંઠાના વડગામ પોલીસે બેંકના એટીએમ જોડે છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને દબોચી લીધો છે. આ રીઢા ગુનેગાર પાસેથી પોલીસે 209 જેટલા એટીએમ જપ્ત કરી લીધા છે. વડગામ પોલીસે આરોપી મોહમ્મદ સાહિલ લાલમહંમદ મેમણ પાસેથી રૂ. 3,33,825 જેટલી રકમ જપ્ત કરીને 27 જેટલા ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. નોંધનીય છે કે, પોલીસે અત્યારે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે પરંતુ અત્યારે ગુનો નોંધીને તેને જેલમાં મોકલી દીધો છે.

એટીએમ કાર્ડ બદલી તેમના બેંક એકાઉન્ટમાં નાણાં ઉપાડી લેતો

તમને જણાવી દઇએ કે, આરોપી બનાસકાંઠા (Banaskantha) સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમા એટીએમ કાર્ડનો ઉપયોગ કરતા ન આવડતું હોય તેવા લોકોને મદદરૂપ બનવાના બહાને તેમનું એટીએમ કાર્ડ અને તેનો પાસવર્ડ મેળવી લેતો હતો. ત્યારબાદ ગ્રાહકની એટીએમ કાર્ડ બદલી તેમના બેંક એકાઉન્ટમાં નાણાં ઉપાડી લેતો હતો. નોંધનીય છે કે, આ અમદાવાદના એક ભેજાબાજને ઝડપી પાડવામાં વડગામ પોલીસને સફળતા મળી છે. જેમાં વડગામ ખાતે તારીખ 10 મે 2024 ના રોજ બેંક ઓફ બરોડાના એટીએમમાં એક વ્યક્તિને એટીએમમાંથી પૈસા ઉપાડવા મદદ કરવાનાં બહાને તેમનો પાસવર્ડ જાણી તેમનું કાર્ડ બદલી નાખી તેમના ખાતા માંથી રૂ. 52,749 ઉપાડી લીધા હતા.

આરોપીએ 209 એટીએમ બદલી રૂ.5,56,400 ખંખેરી લીધા

નોંધનીય છે કે, આ અંગે ફરિયાદ દાખલ થતા વડગામ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ એનાલીસિસ તેમજ હ્યુમન સોર્સની મદદથી 100 જેટલા સીસી ટીવી કેમેરા તપાસતા મૂળ સાબરકાંઠા જિલ્લાના પોશીના વતની અને હાલ અમદાવાદના જુહાપુરા, ફતેહવાડી અને સરખેજ ખાતે રહેતા મોહમંદ સોહિલ લાલ મહંમદ મેમણને ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે તેની તપાસ કરતા તેને બનાસકાંઠા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમા અલગ અલગ વ્યક્તિઓના જુદી જુદી બેંકોના 209 એટીએમ બદલી રૂ.5,56,400 ખંખેરી લીધા હોવાનું સામે આવ્યું છે. આ સાથે સાથે તેની પાસેથી 209 એટીએમ,ગાડી, બાઈક, બુલેટ અને મોબાઈલ સહિત રૂ.3,33,825 નો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કઈ રીતે અપનાવી મોડસ ઓપરેન્ડી?

આરોપી પ્રાઇવેટ વાહનમાં નાના મોટા શહેર તેમજ ગામોમાં આવેલ બેંકોના એટીએમ પાસે વોચમાં રહી તે એટીએમ માંથી પૈસા ઉપાડવાની પ્રોસેસથી અજાણ લોકોને પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને તેમનો એટીએમ પાસવર્ડ જાણી પોતાના પાસે રહેલ અન્ય એટીએમનો ઉપયોગ કરી ગ્રાહકનું એટીએમ બદલી બાદમાં તેમના ખાતા માંથી પૈસા ઉપાડી લેતો હતો તેમજ આ કાર્ડ થી મોલમાં જઇ ખરીદી કરતો હતો તેમજ સગા સબંધીઓના ખાતામા ટ્રાન્સફર કરતો હતો.

છેતરપિંડીના પૈસાથી પરિવારને ફોરેન ટ્રીપ કરાવી હતી

એટીએમ બદલી લોકોના બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી છેતરપિંડી કરનાર અમદાવાદનો આરોપી મોહંમદ સોહિલ લાલમહંમદ મેમણે છેતરપિંડીના પૈસાથી પોતાના પરિવારના પાંચ સભ્યોને ફોરેનની ટ્રીપ કરાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, તેમજ છેતરપિંડીના પૈસાથી તેને મોલમાંથી ચોખા, તેલ અને સોનાની ચેઇન, સોનાની બાલી અને એસીની ખરીદી કરી હતી.

આરોપીએ આટલી જગ્યાએ ગુના આચર્યા
પાટણદાંતીવાડાડીસાવાવ
છાપીવડગામભાભરઅમદાવાદ
સિદ્ધપુરવિજાપુરઉંઝાવડનગર
કાણોદરરતનપુરમહેસાણામાણસા
જલોત્રાદાંતારાધનપુરચાણસ્મા
ખેરાલુગાંધીનગર --

આરોપીએ અનેક શહેરોમાં પોતાના દહેશત ફેલાની એટીએમ બદલી લોકોના નાણાં ઉપાડી લીધા હતા. જેથી તેની સામે વડગામ, છાપી, પાલનપુર, થરાદ, હિંમતનગર, ખેડબ્રહ્મા અને વડાલી પોલીસ મથકમાં 10 જેટલા ગુના નોંધાયેલા છે. અત્યારે પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અહેવાલ: સચિન શેખલીયા, બનાસકાંઠા

આ પણ વાંચો: Mukul Wasnik: મતદાન બાદ ગુજરાત કોંગ્રેસ ચિંતામાં! જીતના આશાવાદ વચ્ચે નિષ્ક્રિયતાના મુદ્દે ચર્ચા

આ પણ વાંચો: Fake Seeds: શંકાસ્પદ બિયારણના તાર છેક ઈડર સુધી! કાર્યવાહી થતાં અન્ય વિક્રેતાઓ ભયભીત

આ પણ વાંચો: Heat Stroke: સ્ટેડિયમમાં જવું ભારે પડ્યું! મેચ દરમિયાન 41 ક્રિકેટ રસિકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા

Tags :
ATM fraudATM ScamBanaskanthaBanaskantha districtbanaskantha Latest NewsBanaskantha NewsBanaskantha Policebjp foundation day latest newsGujarati NewsLocal Gujarat NewsLocal Gujarati NewsVimal Prajapati
Next Article