Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Banaskantha : નવમાં નોરતે અંબાજીમાં ભક્તોની ભારે ભીડ, માતાજીએ કરી નંદી પર સવારી

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. જે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠોમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી મંદિરમાં માઈ ભક્તો દૂરદૂર થી માતાજીનાં દર્શન...
09:25 AM Oct 23, 2023 IST | Dhruv Parmar

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. જે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠોમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી મંદિરમાં માઈ ભક્તો દૂરદૂર થી માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે.

આજે નવમાં નોરતે સવારે મંગળા આરતી કરવામા આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ત્યારબાદ આખુ મંદિર પરિસર ભક્તોથી ગુંજી ઉઠ્યું હતું.આજે માતાજીએ નંદી પર સવારી કરી છે. તો ભક્તોમાં માતાજીના દર્શન કરવા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બોલ મારી અંબે જય જય અંબે નો નાદ અરવલ્લી પર્વતમાળામાં સાંભળવા મળ્યો હતો.

અંબાજી મંદિરમાં આજે સવારે એક માઈ ભક્ત દ્વારા સોનાનો હાર ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો. અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમિયા સેવા સંઘના ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ પટેલ રહેવાસી ઊંઝા દ્વારા પણ સોનાની ભેટ બુધવારે અપાઈ હતી જેની કિંમત 6,10,000 અને જેનું વજન 110 ગ્રામ હતું. નવરાત્રિના અંતિમ દિવસે સોનાનું દાન આપનાર માઈ ભક્તની વિગત નીચે પ્રમાણે છે.

અંબાજી મંદિરમાં નવરાત્રી પર્વમાં દર્શનનું વિશેષ મહત્વ હોય છે. નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવે છે. પ્રથમ દિવસે ઘટ સ્થાપન કરવામાં આવે છે અને બીજથી આઠમ સુઘી સવારે 2 મંગળા આરતી કરવામા આવે છે.પ્રથમ આરતી ગર્ભગૃહ ની અંદર થાય છે, ત્યારબાદ ઘટ સ્થાપન પાસે બીજી આરતી ભટ્ટજી મહારાજના હસ્તે કરવામાં આવે છે. આઠમના દિવસે આ જવેરાનુ વિસર્જન કરવામાં આવે છે. ઝવેરાને માતાજીને ધરાવ્યા બાદ હવનમાં ચઢાવવામાં આવે છે.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/10/Ambaji_Temple_Gujarat_First.mp4
ગબ્બર ખાતે માઈ ભક્તોની ભારે ભીડ

અંબાજી આવતા માઈ ભક્તો ગબ્બર ખાતે દર્શન કરવા જતા હોય છે, ત્યારે ગબ્બર ખાતે માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મા અંબાના મંદિરમાં દર્શન કર્યા બાદ ભક્તો ગબ્બર ખાતે અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે.

આ પણ વાંચો : ગુજરાતના આ ગામમાં આજે પણ શેરી ગરબાએ જમાવ્યું છે અનેરું આકર્ષણ

Tags :
AmbajiAmbaji TampleBanaskanthafamous pilgrimage siteGujaratMaa Amba
Next Article