Banaskantha : પાલનપુર હાઇવે પરની હોસ્પિટલમાં ડોક્ટર પર ચપ્પાથી જીવલેણ હુમલો!
- પાલનપુર હાઇવે પરની હોસ્પિટલમાં ડોક્ટર પર જીવલેણ હુમલો (Banaskantha)
- હુમલામાં ડોક્ટરને માથા-પેટનાં ભાગે ચપ્પા મારી ઇજાઓ પહોંચાડી
- પાલનપુર પશ્ચિમ પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી
બનાસકાંઠા-પાલનપુર હાઇવે (Banaskantha Palanpur Highway) પર આવેલી એક હોસ્પિટલમાં ડોક્ટર પર જીવલેણ હુમલો થયો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં ડોક્ટ પર આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ડોક્ટરનાં માથા અને પેટનાં ભાગે ચપ્પાનાં ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. આ મામલે પાલનપુર પશ્ચિમ પોલીસે આરોપીઓને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkot : દિવાળીની રાતે નજીવી બાબતે યુવકો વચ્ચે મારામારી, એકનું મોત
ફટાકડા ફોડવા બાબતે ડોક્ટર પર જીવલેણ હુમલો
પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠા-પાલનપુર હાઇવે પર (Banaskantha Palanpur Highway) આવેલી હોસ્પિટલમાં ડો. એચ. કે. ગૌસ્વામી પર 3 લોકોએ ચપ્પાનાં ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે પાલનપુર પશ્ચિમ પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી, પોલીસે કાર્યવાહી કરીને 3 આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Diwali 2024 : દિવાળીની ઉજવણી વચ્ચે અમરેલીમાં બંધ મકાન, પાલનપુરમાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ
ડોક્ટર પર 3 શખ્સોએ હુમલો કર્યો, માથા-પેટનાં ભાગે ઈજા
પોલીસ તપાસ અનુસાર, ફટાકડા ફોડવાની બાબતે ડોક્ટર અને આરોપીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જો કે, ઝઘડો ઊગ્ર થતાં ઉશ્કેરાયેલા 3 લોકોએ ડોક્ટર એચ.કે. ગૌસ્વામીનાં પેટ અને માથાનાં ભાગે ચપ્પાનાં ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkot : બેફામ આવતા ફોર્ચ્યુનર કારચાલકે એક સાથે 9 વાહનોને અડફેટે લીધા, 5 થી વધુને ઇજા