Rajkot : Bageshwar Baba લગ્ન ક્યારે કરશો? પં. Dhirendra Shastri એ આપ્યો આ જવાબ
બાબા બાગેશ્વરધામના પં. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલ ગુજરાતમાં છે. સુરત અને અમદાવાદના દિવ્ય દરબાર બાદ આજથી તેમનો રાજકોટમાં દિવ્ય દરબાર થવાનો છે. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ (Dhirendra Shastri) BAPS સ્વામિનારાયણ મંદિરની (Swaminarayan Temple) મુલાકાત લીધી હતી. અહીં તેમનું સંતો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. પં.ધીરેન્દ્ર શાસ્ત્રીએ BAPS સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતા અને મંદિરમાં નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો હતો. જે બાદ પત્રકારો સાથેની વાતચીતમાં અનેક મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરી હતી.
તેમણે જણાવ્યું કે, અમે ના દાન લેવા આવ્યા છીએ, ના માન લેવા આવ્યા છીએ ના સમ્માન લેવા આવ્યા છીએ. અમે તમને અમારા ખીસ્સામાંથી હનુમાન આપવા આવ્યા છીએ. અમારી પાસે જે સાધના છે તેની વાણીને વહેંચવા આવ્યા છીએ. સીતારામ કે ભગવાન રામ આ ભારતમાં રહેનારા લોકોના છે. અમે રામ નામના હતા અને છીએ અને કોઈ અમને તેની પાર્ટીના સમજે છે તે તેમની મુર્ખતા છે અમારી પોતાની બજરંગ બલીની પાર્ટી છે.
સનાતનનો અર્થ
સનાતનનો અર્થ છે આદિ, સનાતનનો અર્થ છે માનવ સેવા, સનાતનનો અર્થ છે સૌને પોતાનામાં સમાવવાનો ભાવ, સનાતનનો અર્થ છે ન ધર્મના નામે, ન જાતિના નામે યુદ્ધ થાય કે ના વૈમનસ્યતા ફેલાય. સનાતનનો અર્થ છે સૌના હૃદયના ભાવને પૃષ્ટ કરવો. સનાતનનો અર્થ છે પુરાતન, સનાતનનો અર્થ છે જે અંત સુધી રહેવાનું છે. સનાતનનો અર્થ છે રામ. રામનો અર્થનો રામરાજ્ય. રામરાજ્યનો અર્થ છે પ્રજા પ્રસન્ન અને દેશનું ઉત્થાન.
હિંદુ રાષ્ટ્રની વ્યાખ્યા
હિંદુ રાષ્ટ્રનો અર્થ કોઈ એક ધર્મના લોકોને રહેવાનું સ્થાન નહી. હિંદુ રાષ્ટ્રનો અર્થ જે જાતિવાદ છે, વારંવાર જે રામની યાત્રા પર પથ્થર ફેંકવામાં આવે છે. રામચરિત્રમાનસને ફાડીને સળગાવવામાં આવે છે તે બંધ થાય. દરેક મુસલમાનોને ભારતમાં રહેવાનો અધિકાર છે. કોઈ ધર્મને ભારત છોડવાની જરૂર નથી. હિંદુ રાષ્ટ્ર એક વ્યવસ્થા છે. રામરાજ્યની વ્યવસ્થા છે. હિંદુ રાષ્ટ્ર એક એવું અંગ છે જેનાથી કોઈ વ્યક્તિ કોઈ ધર્મ વિરૂદ્ધ ના બોલે અને પથ્થર ના ફેંકે તે માટે હિંદુ રાષ્ટ્ર.
ધર્માંતરણ પર કહી આ વાત
ભોળા લોકોને લાલચ આપીને જે લોકો ધર્માંતરણ કરાવે છે તે મૂર્ખતાપૂર્ણ છે. તેના પર રોક લગાવવા જ સાધુ સંતો એક થઈ રહ્યાં છે અને ભારત હિંદુ રાષ્ટ્ર થઈ રહ્યું છે. કોઈ એક કોમ્યુનિટિની ભૂલ નથી આપણી ભૂલ છે. આપણે લોકો તક આપીએ છીએ. આપણે પોતે નથી જાગ્યા. આપણે આપણા પછાત અને ફોરવર્ડ અને બેકવર્ડની લડાઈ લડી રહ્યાં છે. આપણી આ મૂર્ખતાને એ લોકો ફાયદો ઉઠાવી રહ્યાં છે. એક દિવસ બધા એક થઈ જશું કોઈની ક્ષમતા નથી.
વિરોધીઓ પર કહી આ વાત
રામજી જ્યાં-જ્યાં જાય છે ત્યાં રાવણના ખાનદાનના બિચારા લોકો આવી જાય છે તેમને કામ જ શું છે. જુઓ ભાઈ ઉજાસથી ઘુવડને ચિંતા થાય છે. ઘુવડને ચિંતા થાય છે કે સવાર ના પડે. રાક્ષસોને ચિંતા થાય છે કે દેવતા ના આવે. આવી રીતે રાક્ષસોને ચિંતા છે રામરાજ્યની સ્થાપના ના થાય. આ કોઈ નવી વાત નથી તેઓના મારું Same to You કહી દેજો. તેમણે કહ્યું, જુઓ અનેક ચેલેન્જ સ્વિકાર કરી પરીક્ષાઓ આપી અનેક લોકોને જવાબ આપી દીધાં છે. હવે આ ફેમસ થવાની નવી રીત નિકળી છે. બાગેશ્વર ધામનું નામ લો ચેલેન્જ આપો ફેમસ થઈ જશો. એવા લોકોને એટલું જ કહીશું તે તેમને વધારે ખંજવાળ આવે તો અમારી પાસે આવી જજો અમે ખંજવાળ દુર કરીશું મારી ગુરૂકૃપાથી, મારામાં ક્ષમતા નથી પણ મારા બાલાજીમાં ક્ષમતા છે.
સાક્ષી હત્યા કેસ મુદ્દે આપ્યું નિવેદન
જે સાક્ષી બહેન સાથે થયું આપણા દેશનું દુર્ભાગ્ય છે. તે વીડિયો જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. લોકો મને કહે છે કે તમે વિવાદિત વાતો કરો છો. અમારી બહેન-દિકરીઓ સાથે જ્યારે આવા અત્યાચાર થાય છે ત્યારે લોહી ઉકળે છે. લોકો કહે છે કે આવું શા માટે બોલો છો. જો ભારત હવે હિંદુ રાષ્ટ્રના બને તો ક્યારે બને? જ્યાં સુધી હિંદુ રાષ્ટ્ર નહી બને ત્યાં સુધી આ લવજિહાદ, ધર્માંતરણ, રામની યાત્રા પર પથ્થર, પાલઘરમાં મહારાજના સંતો પર પથ્થર ફેંકવા તેમને બર્બર્તાથી મારવા, મંદિરોને તોડવા, આપણી પ્રાચીનતા સાથે છેડછાડ કરવી ત્યાં સુધી બંધ નહી થાય તેથી હવે હિંદુઓએ માત્ર વ્હોટ્સ એપ-વ્હોટ્સ એપના રમવું જોઈએ, ઘરમાંથી બહાર નિકળવું જોઈએ. ત્યાં ઉભીને જે તમાશો જોઈ રહ્યાં હતા તે લોકો પર સવાલ ઉઠ્યા છે.
માલા અને ભાલા તો આપણાં દેવતાના હાથમાં છે
હિંદુઓએ હથિયાર રાખવા અંગે તેમણે જણાવ્યું કે, જરૂરથી રાખવું જોઈએ, માલા અને ભાલા અમારા દેવતાઓના હાથમાં છે. હથિયાર એટલે બંદુક નહી તલવાર. ભારત સરકાર દ્વારા લાઈસન્સ પણ મળે છે.
લગ્ન પર કહી આ વાત
લગ્ન અંગેના સવાલ પર પં. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, હું તમને ખુશ નથી દેખાતો, લગ્ન કર્યા વિના ખુશ છું શું વિચાર છે કે મારા ચહેરા પર કરચલીઓ પડી જાય? શું વિચાર છે હું મોં ફુલાવીને ફરું. ભાઈ મને આમ જ રહેવા દો.
સનાતનના દેવી-દેવતાને નહી માનનારા સંપ્રદાય છૂપા શત્રુ
સનાતનના દેવી-દેવતાને નહી માનનારા સંપ્રદાય વિશે તેમણે જણાવ્યું કે, દુર્ભાગ્ય છે કે તે સંપ્રદાય છે જ નહી. તે તો છૂપા શત્રુ છે. જે સનાતનના દેવી દેવતાઓને નથી માનતા અને પોતાને સનાતની માને છે તે સનાતનના હિડન શત્રુ છે.
સોમનાથ અને સ્વામીનારાયણ મંદિર પર આપ્યું આ નિવેદન
ગઈકાલે સોમનાથ ગયો હતો આનંદ આવ્યો. શું દિવ્યતા છે ત્યાંની વ્યવસ્થાથી ખુશ થયો આજે અહીં સ્વામીનારાયણ મંદિરમાં પણ આનંદ થયો આત્મિયતા, દિવ્યતા લાગી. ઘણી સ્વચ્છતા છે. સહજતા છે. અહીંની ઉર્જા અદ્ભુદ છે.
રાજકીય પાર્ટી અંગે શું કહ્યું?
અમારા બધા જ શિષ્યો છે. કોંગ્રેસના પણ અમારા શિષ્ય છે. ભાજપના શિષ્યો છે. કોઈ પણ આવે સૌને આશિર્વાદ. અમે એ વિચારીએ છીએ કે જે અમારી સાથે જોડાયેલા લોકો છે તે અમારા સનાતન હિંદુ રાષ્ટ્ર માટે યોદ્ધા બની શકે છે.
આ પણ વાંચો : રાજકોટમાં આજે BABA BAGESHWAR નો આજે દિવ્ય દરબાર, 1 લાખથી વધુ જનમેદની ઉમટશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.