Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ODI World Cup પહેલા બાંગ્લાદેશને ઝટકો, સૌથી વિસ્ફોટક બેટ્સમેને International Cricket ને કહ્યું અલવિદા

ODI World Cup શરૂ થવામાં માત્ર ત્રણ મહિના બાકી છે, તે પહેલા બાંગ્લાદેશ ક્રિકેટને એક મોટો ઝટકો લાગ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ઘાતક બેટ્સમેન અને કેપ્ટન રહેલા Tamim Iqbal એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ ખેલાડીએ પોતાના દેશ...
odi world cup પહેલા બાંગ્લાદેશને ઝટકો  સૌથી વિસ્ફોટક બેટ્સમેને international cricket ને કહ્યું અલવિદા

ODI World Cup શરૂ થવામાં માત્ર ત્રણ મહિના બાકી છે, તે પહેલા બાંગ્લાદેશ ક્રિકેટને એક મોટો ઝટકો લાગ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ઘાતક બેટ્સમેન અને કેપ્ટન રહેલા Tamim Iqbal એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ ખેલાડીએ પોતાના દેશ માટે ODI ટીમની કેપ્ટનશિપ દરમિયાન જ આ નિર્ણય લીધો છે. હવે World Cup પહેલા ટીમને નવા કેપ્ટનની શોધ કરવી પડશે. તમીમ ઈકબાલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરી હતી.

Advertisement

Tamim Iqbal એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસની કરી જાહેરાત

ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023ના માત્ર 3 મહિના પહેલા તેણે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. તમીમ ઈકબાલે આ નિર્ણય અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી વનડે શ્રેણીની મધ્યમાં લીધો છે. તમીમ ઈકબાલના આ નિર્ણયે સમગ્ર બાંગ્લાદેશના ક્રિકેટ ચાહકોને નિરાશ કર્યા છે. તમીમ ઈકબાલના જવાથી ટીમ એક કેપ્ટનની સાથે સાથે બેટ્સમેન પણ ગુમાવશે. તમીમ ઈકબાલે બુધવારે જ અફઘાનિસ્તાન સામે રમાયેલી વન-ડે મેચમાં પોતાની ટીમની આગેવાની કરી હતી, પરંતુ પ્રથમ મેચમાં મળેલી હાર બાદ તેણે ચિત્તાગોંગમાં પત્રકારોને ભેગા કરીને ક્રિકેટને અલવિદા કહેવાનો મોટો નિર્ણય લીધો હતો. આ સાથે તેની 16 વર્ષની લાંબી ક્રિકેટ કારકિર્દીનો અંત આવ્યો છે. ગુરુવારે ચટ્ટોગ્રામમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેણે નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે તે ભાવુક હતો અને તેની આંખોમાં આંસુ હતા. અફઘાનિસ્તાન સામે ચાલી રહેલી ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ હાર્યા બાદ તમિમે નિવૃત્તિની જાહેરાત કરી હતી.

Advertisement

ક્રિકેટને અલવિદા કહેતા તમીમની આંખોમાં આવ્યા આસું

તમીમે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'આ મારી કારકિર્દીનો અંત છે. મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને મેં મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. હું આ ક્ષણથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. તમીમ ઈકબાલે આ દરમિયાન કહ્યું કે, તેણે સંન્યાસ લેવાનો નિર્ણય ઉતાવળમાં નથી લીધો, આ માટે તેણે ઘણું વિચાર્યું અને પોતાના નજીકના લોકો સાથે વાત કરી. જોકે, તેણે અચાનક નિવૃત્તિ લેવાનું કારણ જણાવ્યું નથી. તેણે આગળ કહ્યું, 'ગઈકાલે અફઘાનિસ્તાન સામેની મારી છેલ્લી ઈન્ટરનેશનલ મેચ હતી. હું હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. તે અચાનક નિર્ણય ન હતો. હું વિવિધ કારણો વિશે વિચારતો હતો. હું અહીં ઉલ્લેખ કરવા માંગતો નથી. મેં મારા પરિવારના સભ્યો સાથે આ વિશે વાત કરી છે. મને લાગ્યું કે આ મારા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય છે. વળી ક્રિકેટને અલવિદા કરતા દરમિયાન તમીમના આંખોમાંથી આંસુ આવી ગયા હતા.

Advertisement

તમીમની કારકિર્દી

તમીમ ઈકબાલે વર્ષ 2008માં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેણે તેની છેલ્લી ટેસ્ટ 2023માં આયર્લેન્ડ સામે રમી હતી. આ ખેલાડીએ 2007માં ઝિમ્બાબ્વે સામે તેની ODI ડેબ્યૂ કરી હતી અને છેલ્લી ODI 5 જુલાઈ 2023ના રોજ અફઘાનિસ્તાન સામે રમી હતી. તમિમ 2007માં કેન્યા સામે T20માં ડેબ્યૂ કર્યું હતું અને વર્ષ 2020માં ઝિમ્બાબ્વે સામે તેની છેલ્લી T20 ઈન્ટરનેશનલ રમી હતી. તેણે બાંગ્લાદેશ માટે 70 ટેસ્ટ, 241 વનડે અને 78 T20 મેચ રમી છે જેમાં તેણે અનુક્રમે 5134, 8313 અને 1758 રન બનાવ્યા છે. તે બાંગ્લાદેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 15,205 રન બનાવનાર બેટ્સમેન છે.

આ પણ વાંચો - ICC Test Rankings માં થયો મોટો ઉલટફેર, આ ઈજાગ્રસ્ત ખેલાડી બન્યો No. 1 બેટ્સમેન

આ પણ વાંચો - જોની બેયરસ્ટોના રન આઉટ વિવાદ બાદ ફેન્સને MS Dhoni આવી રહ્યો છે યાદ, Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.