ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Baba Siddique Murder : જેલમાં બનાવ્યો પ્લાન,શૂટરોને આપી આટલી સોપાર!

બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટો ખુલાસો પોલીસેની પૂછપરછમાં રહસ્યો સામે આવ્યા ત્રણ આરોપી પંજાબની જેલમાં એકસાથે કેદ હતા   Baba Siddique Murder: મહારાષ્ટ્રમાં NCP નેતા બાબા સિદ્દીકની હત્યા કેસ (Baba Siddique Murder) માં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે....
11:01 AM Oct 13, 2024 IST | Hiren Dave

 

Baba Siddique Murder: મહારાષ્ટ્રમાં NCP નેતા બાબા સિદ્દીકની હત્યા કેસ (Baba Siddique Murder) માં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસ અને પૂછપરછમાં આવા અનેક રહસ્યો સામે આવી રહ્યા છે, જે જાણીને નવાઈ લાગશે. બાબા સિદ્દીકી હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી લગભગ પુષ્ટિ થઈ ગઈ છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું કે તેઓ પંજાબની જેલમાં કેદ હતા, જ્યારે તેઓ બિશ્નોઈ ગેંગના એક સભ્યને મળ્યા હતા. આ ચાર આરોપીઓમાંથી ત્રણ આરોપી પંજાબની જેલમાં એકસાથે કેદ હતા. ત્યાં શૂટરોની ઓળખ પહેલાથી જ જેલમાં બંધ બિશ્નોઈ ગેંગના સભ્યોમાંથી થઈ હતી. જેના કારણે ત્રણેય આરોપીઓ બિશ્નોઈ ગેંગમાં જોડાયા હતા. આ પછી આરોપીઓને બાબા સિદ્દીકીની હત્યા કરવા માટે 2.5 લાખ રૂપિયાની સોપારી મળી હતી.

મકાન 14 હજાર રૂપિયામાં ભાડે લીધું હતું

હત્યા બાદ શૂટર્સ 50,000 રૂપિયાની વહેંચણી કરવા જઈ રહ્યા હતા, પરંતુ મુંબઈ પોલીસે તેઓને પહેલા જ પકડી લીધા હતા. પૂછપરછ દરમિયાન શૂટરોએ એ પણ જણાવ્યું કે એક મહિના પહેલા (2 સપ્ટેમ્બરે) શૂટરોએ મુંબઈના કુર્લા વિસ્તારમાં ભાડેથી એક ઘર લીધું હતું. આ માટે દર મહિને 14 હજાર રૂપિયા ભાડું ચૂકવવામાં આવતું હતું.

આ પણ  વાંચો - Baba Siddique Murder બાદ ભાઈજાનની વધી ચિંતા

સલમાન ખાન ફાયરિંગ કેસમાં પણ આવો જ પ્લાન હતો

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ફાયરિંગ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ પણ આવી જ રીતે ભાડાના મકાનમાં રહીને રેકી કરતા હતા અને પછી ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. હવે આ કેસની તપાસને આગળ ધપાવીને ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો ઉજ્જૈન (મધ્યપ્રદેશ), દિલ્હી અને હરિયાણા જવા રવાના થઈ ગઈ છે.

આ પણ  વાંચો -Baba Siddique:બાબા સિદ્દીકી... જેણે સલમાન અને શાહરૂખ વચ્ચે કારવ્યું હતું પેચ-અપ

મુંબઈ પોલીસે પકડેલા બે આરોપીઓની ઓળખ જાહેર કરી છે

મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીઓની ઓળખ હરિયાણાના વતની કરનૈલ સિંહ અને ઉત્તર પ્રદેશના વતની ધરમરાજ કશ્યપ તરીકે થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બાબા સિદ્દીકી પર હુમલો કરતા પહેલા ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને થોડીવાર તેની રાહ જોતા હતા. પોલીસને શંકા છે કે આરોપીઓ અન્ય કોઈ પાસેથી અંદરની માહિતી મેળવી રહ્યા હતા, જે તેમને માર્ગદર્શન આપી રહ્યા હતા. હાલ પોલીસ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી હુમલા સાથે જોડાયેલા તમામ પાસાઓ બહાર આવી શકે.

Tags :
Baba Siddique murder caseLawrence BishnoiLawrence Bishnoi Gang Involvementsalman khan Murder Case
Next Article