ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Baba Siddiqui Murder ની તપાસ મુંબઇ પોલીસના આ ખતરનાક ઓફિસર કરશે...

NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ગુંડાઓએ કરી હતી હત્યા સમગ્ર કેસની તપાસ મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક કરશે Baba Siddiqui Murder case : જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ બાબા સિદ્દીકી...
09:46 AM Oct 14, 2024 IST | Vipul Pandya
Baba Siddiqui murder

Baba Siddiqui Murder case : જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ બાબા સિદ્દીકી હત્યા કેસ (Baba Siddiqui murder case) ની જવાબદારી લીધી છે. લોરેન્સે ફેસબુક પોસ્ટ લખીને આ જવાબદારી લીધી છે. ધરપકડ કરાયેલા શૂટર્સ લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગુંડા છે અને તેમને ગેંગસ્ટર લોરેન્સ દ્વારા હત્યા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. શૂટરોએ 3 લાખ રૂપિયા એડવાન્સમાં મેળવ્યા હતા. સોપારી મળ્યા બાદ શૂટર ગીધની જેમ બાબા સિદ્દીકી પર નજર રાખી રહ્યા હતા. હત્યાને અંજામ આપવા માટે તેમણે 25 દિવસ સુધી બાબા સિદ્દીકીની રેકી કરી હતી. બીજી તરફ સમગ્ર કેસની કમાન મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અને શાર્પ ઓફિસર દયા નાયકને આપવામાં આવી છે

3 શૂટરોએ બાબા સિદ્દીકી પર ગોળીબાર કર્યો હતો

મુંબઈના બાંદ્રાનો ખેરવાડી સિગ્નલ વિસ્તાર શનિવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે ગોળીબારથી હચમચી ગયો હતો. NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકી તેમના પુત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસમાંથી બહાર આવ્યા હતા. ત્યારબાદ ત્રણ શૂટરો ઓટોમાંથી બહાર આવ્યા અને અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. ત્રણેય શૂટરોએ મોઢા પર રૂમાલ બાંધ્યો હતો. શૂટરોએ બે અત્યાધુનિક ઓટોમેટિક પિસ્તોલથી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

આ પણ વાંચો---Salman તમે બિશ્નોઇ સમાજની માફી માગો...ભાજપના નેતાની સલાહ..

બાબા સિદ્દીકીને ત્રણ ગોળી વાગી હતી

બાબા સિદ્દીકી પર ફાયરિંગ બાદ ખેરવાડી સિગ્નલ વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. થોડા સમય માટે અહીં અરાજકતાનો માહોલ રહ્યો હતો. બાબા સિદ્દીકીને ત્રણ ગોળી વાગી હતી. 2 ગોળી તેમના પેટમાંથી અને 1 છાતીમાંથી પસાર થઈ હતી. તેમની કારને પણ બે ગોળી વાગી હતી. એક ગોળી તેમની સાથે હાજર વ્યક્તિને પણ વાગી હતી. બાબા સિદ્દીકીને તરત જ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં રાત્રે 11.27 વાગ્યે ડૉક્ટરોએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી.

શૂટરોએ સંપૂર્ણ પ્લાનિંગ સાથે હત્યા કરી હતી

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શૂટરોનું ટાર્ગેટ નક્કી હતું. આ માટે તેણે સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી અને છેલ્લા એક મહિનાથી બાબાની હિલચાલ પર નજર રાખી રહ્યા હતા. 25 દિવસ સુધી, તેમણે ઘટના વિસ્તારની તપાસ કરી અને અંતે ટ્રિગર દબાવીને બાબા સિદ્દીકીની હત્યા કરી. હત્યાની યોજના જેલમાં બેઠેલા ખતરનાક ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા કરવામાં આવી હતી. આ પછી તેમણે તેના ગુંડાઓને કામે લગાડ્યા હતા. . આ ગુંડાઓએ આયોજન મુજબ કામ પાર પાડ્યું અને બાબા સિદ્દીકીની હત્યા કરી દીધી હતી.

આ પણ વાંચો---Baba Siddique ની હત્યાનો માસ્ટરમાઈન્ડ ઝીશાન અખ્તર પોલીસના સકંજામાં

લોરેન્સ બિશ્નોઈ ગેંગે હત્યાની જવાબદારી લીધી

હત્યા બાદ લોરેન્સે ફેસબુક પર પોસ્ટ કરીને હત્યાની જવાબદારી લીધી હતી. લોરેન્સે પોસ્ટમાં લખ્યું, 'સલમાન ખાન, અમે આ યુદ્ધ ઇચ્છતા ન હતા પરંતુ તમે અમારા ભાઈને નુકસાન પહોંચાડ્યું. આજે જે બાબા સિદ્દીકીની શરાફતના પુલ બાંધી રહ્યા છે, એક સમયે દાઉદની સાથે મકોકા એક્ટમાં હતો. એમને મારવાનું કારણ અનુજ થાપન અને દાઉદને બોલિવુડ, પ્રોપર્ટી ડિલીંગથી જોડવાનું હતું. અમારે કોઈની સાથે દુશ્મની નથી પણ જે કોઈ સલમાન ખાન અને દાઉદ ગેંગને મદદ કરે છે. તમે તમારો હિસાબ કિતાબ કરી રાખજો..જો કોઈ અમારા ભાઈઓને મારી નાખશે તો અમે ચોક્કસપણે અમારી પ્રતિક્રિયા આપીશું.

બાબા સિદ્દીકીના ઘર અને ઓફિસની રેકી કરવામાં આવી હતી

એટલું જ નહીં, સૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓએ ખુલાસો કર્યો છે કે તેઓ બાબા સિદ્દીકી ના ઘર અને ઓફિસની રેકી કરી ચૂક્યા છે. શૂટર્સે જણાવ્યું કે તેમને હત્યા માટે એડવાન્સ પૈસા મળ્યા હતા. તેમજ થોડા દિવસો પહેલા એક હથિયારના વેપારીએ કુરિયર એજન્ટની મદદથી પિસ્તોલ પહોંચાડી હતી. આ પિસ્તોલ માટે પહેલાથી જ પૈસા ચૂકવવામાં આવ્યા હતા, જેનો અર્થ છે કે હત્યા પહેલેથી જ પૂર્વ આયોજિત હતી. પકડાયેલા બે શૂટરોની ઓળખ ગુરમેલ સિંહ અને ધરમરાજ કશ્યપ તરીકે થઈ છે, જ્યારે ત્રીજા આરોપીનું નામ શિવકુમાર છે.

આ પણ વાંચો---Baba Siddique ની હત્યામાં ચોથા આરોપીની થઈ ઓળખ, પટિયાલા જેલમાંથી....

દયા નાયક સમગ્ર કેસની તપાસ કરશે

સમગ્ર કેસની કમાન મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અને શાર્પ ઓફિસર દયા નાયકને આપવામાં આવી છે. હવે મુંબઈ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શૂટરો કોના સંપર્કમાં હતા. ગેંગસ્ટર લોરેન્સ સિવાય શૂટરોનું બીજું કોઈ જોડાણ છે? ઘટના બાદ ધરપકડ કરાયેલા શૂટરોએ દાવો કર્યો છે કે તેઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગના છે, જેની પાછળથી ખુદ લોરેન્સ બિશ્નોઈએ પુષ્ટિ કરી હતી. જો કે હાલ પોલીસ આ કેસ સાથે જોડાયેલા ત્રીજા આરોપીને શોધી રહી છે અને આ માટે 4 ટીમો પણ બનાવવામાં આવી છે.

સલમાન સાથે નિકટતાના કારણે હત્યાનું કારણ?

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામથી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ એલર્ટ થઈ ગઈ છે. બાબા સિદ્દીકીની હત્યાનું કારણ સલમાન ખાન સાથેની નિકટતા હતી કે કેમ તે અંગે પોલીસને શંકા છે. આ શંકા વધુ ઘેરી બની કારણ કે થોડા સમય પહેલા સલમાનના એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું હતું. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે. આ પછી સલમાનના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બાબા સિદ્દીકી હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણીને કારણે મુંબઈ પોલીસની મુસીબતમાં વધુ વધારો થયો છે.

આ પણ વાંચો---Baba Siddique ના મર્ડર માટે આરોપીઓના ખાસ વ્યક્તિએ જામીન કરાવ્યા

Tags :
Baba Siddiquibaba siddiqui murder caseBollywood actorDaya Nayakencounter specialistGangster Lawrence BishnoiLawrence Bishnoi gangMUMBAIMumbai Policesalman khanSharp Officer
Next Article