ગણપત યુનિ. માં ચાલતા B.Tech ઈન્ડસ્ટ્રી લિંક્ડ પ્રોગ્રામથી વિદ્યાર્થીઓને મળતી અમૂલ્ય તક
ગણપત યુનિવર્સિટીમાં એક જ કેમ્પસમાં અનેક કોર્સ ચાલે છે. અહીંથી ઉત્તીર્ણ થયેલો વિદ્યાર્થી સારી નોકરી અને સારા પગાર સાથે માર્કેટમાં પહોંચે છે. યુનિવર્સિટીમાં ચાલતી અનેક ફેકલ્ટીનું ઈન્ડસ્ટ્રી સાથે સીધું જોડાણ થયેલું હોય છે. તેના લાભ રૂપે તૈયાર થયેલી વિદ્યાર્થીઓએ માર્કેટમાં નોકરી શોધવા વલખા મારવા નથી પડતા અને કેમ્પસ ઈન્ટરવ્યૂ દ્વારા તેમના હાથમાં નોકરી આવી જાય છે.
ડિજિટલાઈઝેશન અને કૉમ્પ્યુટરાઈઝેશનના કારણે આ ક્ષેત્રમાં હવે એન્જીનીયર્સની ભારે માંગ ઉઠી છે. જેને પહોંચી વળવા માટે કોલેજ-યુનિવર્સિટીઝ દ્વારા એન્જિનિયર્સને તૈયાર કરવામાં આવે છે. વધુમાં યુનિવર્સિટીનું ઈન્ડસ્ટ્રી સાથે લીંક થવું જરૂરી છે. જેના કારણે વિદ્યાર્થીઓને અનેક વિકલ્પ મળી રહે છે. તો ગણપત યુનિ.માં ચાલતા વિવિધ કોર્સ અંતર્ગત ચાલતા એન્જિનિયરિંગ અને ટેકનોલોજી વિશે આજે આપણે માહીતી મેળવીશું.
ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં ઇન્ડસ્ટ્રી સાથેના જોડાણવાળા યુનિક પ્રોગ્રામ ચાલે છે. જે વિદ્યાર્થીઓને સક્ષમ એન્જિનિયર્સ બનવા માટેની ઉત્તમ તક પ્રદાન કરે છે. ત્યારે વિદ્યાર્થીઓને કેવી રીતે આ કોર્સનો લાભ મળે છે. એડમિશનની પ્રક્રિયા અને ફી શું છે. વિદ્યાર્થીઓ ક્યારે પ્રવેશ મેળવી શકે છે. આ તમામ બાબતો વિશે આપ અહીં આર્ટિકલના માધ્યમથી જાણી શકશો.
ફેકલ્ટી ઑફ એન્જીનીયરિંગ અને ટેકનોલોજીના ડેપ્યુટી પ્રોવાઈઝ ચાન્સેલર અને એક્ઝિક્યુટિવ ડીન, ડૉ. કિરણ અમીન......
1. ઈન્ડસ્ટ્રીઝ લિંક્ડ પ્રોગ્રામ એટલે શું, તેનું એન્જિનિયરીંગમાં કેટલું મહત્વ....?
ઈન્ડસ્ટ્રી લિંક્ડ પ્રોગ્રામ એટલે ઈન્ડસ્ટ્રીઝમાં જરૂરી સ્કિલને યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં જોડવી તથા તેને લગતા કોર્સ અભ્યાસક્રમમાં ઉમેરવા. તે ઉપરાંત ઈન્ડસ્ટ્રીઝના એક્સપર્ટની મદદથી અભ્યાસક્રમમાં થીયરી તથા પ્રેક્ટીકલ બનાવવામાં નિષ્ણાતોની સલાહ લેવી. ઈન્ડસ્ટ્રીના વિવિધ experts ની મદદથી વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલોપમેન્ટ, workshop, seminar, Technical Competitions ગોઠવવા. લેટેસ્ટ ટેકનોલોજીમાં વિવિધ ટ્રેનિંગ કોર્સ ચલાવવા. વિદ્યાર્થીઓ માટે ઈન્ડસ્ટ્રીઝની વિઝીટ કરાવવી. વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ અથવા ઈન્ટર્નશીપ માટેની તકો ઉભી કરવી. વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી સમજવા માટે ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડનું લેબોરેટરીઝમાં સેટઅપ ઊભો કરવો. ઈન્ડસ્ટ્રીના સપોર્ટથી જરૂરી સોફ્ટવરે તથા હાર્ડવરે વસાવવા જેથી વિદ્યાર્થીઓ તેમના B.Tech પછી ઈન્ડસ્ટ્રીઝની માંગને પહોંચી વળવા માટે સક્ષમ બને.
2. ગણપત યુનિ.ના ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ & ટેકનોલોજીમાં કયા કયા અભ્યાસક્રમ ચાલી રહ્યા છે ?
TCS (ટી.સી.એસ.) ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના સહયોગથી
B.Tech (CBCS) Computer Science & Business Systems
IBM ના સહયોગથી
B.Tech Computer Science & Engineering with specialization
1. Cloud based,
2. Big Data Analytics,
3. Cyber Security
E-inforchips ના સહયોગ થી
B.Tech/M.Tech Electronics & Communication Engineering
ગુજરાતુ સરકાર દ્વારા એક સુપર કોમ્પ્યુટર પણ ફાળવવામાં આવેલ છે.
3. સોફ્ટવેર ક્ષેત્રે મોખરે ગણાતી કંપની TCS એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના સહયોગથી ગણપત યુનિવર્સિટી ખાતે ચાલતા કોર્સની ખાસીયત જણાવશો ?
ગણપત યુનિવર્સિટીએ સોફ્ટવરે ક્ષેત્રમાં મોખરે ગણાતી TCS (ટી.સી.એસ.) સાથે કરાર કરીને કોમ્પ્યુટર ટેક્નોલોજીનો CSBS નો કોર્ષ શરૂ કર્યો છે. આ કોર્ષનો સંપર્ણૂ અભ્યાસક્રમ TCS કંપની દ્વારા જ તૈયાર કરવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમ ઈન્ડસ્ટ્રીઝમાં જરૂ રી વિવિધ પ્રકારની સ્કીલ્સને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવ્યો છે. તેથી આ પ્રકારના ઈન્ડસ્ટ્રી લિંકડ કોર્ષ ભવિષ્યમાં વધુ પ્રકારની તકો ઉપલબ્ધ કરાવે છે. TCS એટલે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ. TCS ભારતમાં એક અગ્રણી સોફટવરે સેવા પ્રદાતા કંપની છે. અને તે સમગ્ર વિશ્વમાં ખૂબ જ જાણીતી છે. આ કોર્ષ એકદમ નવા પ્રકારનો છે કે જેમાં ટેકનોલોજી ઉપરાંત મેનેજમેન્ટ અને Business ના સિદ્ધાંતો પણ ભણાવવામાં આવે છે. આ કોર્ષનો સંપૂર્ણ અભ્યાસક્રમ TCS કંપની દ્વારા જ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વધુ ઉજજવળ તકો પ્રાપ્ત થાય. આ કોર્ષ દેશની 75 યુનિવર્સિટી/કોલેજો દ્વારા ભણાવવામાં આવે છે. ગુજરાતમાં આ કોર્ષ માત્ર ગણપત યુનિવર્સિટી દ્વારા જ ચલાવવામાંઆવે છે.
1. તેમા વિદ્યાર્થીઓને Computer Engineering ના Core subjects જેવા કે programming, data structures, algorithms, databases, computer networks, operating systems, and software engineering. આ વિષયો સોફ્ટવરે ડેવલપમેન્ટ માટે જરૂરી backbone કહી શકાય. આની સાથે સાથે business concepts and practices શીખવાડવામાં આવે છે.
2. Business and Management Courses: subjects જેવા કે business communication, project management, marketing management, operations research, economics વગેરે study કરે છે.
3. Specific area માં specialised થવા માટે elective subjects પણ ઓફર કરવામાં આવે છે. જેવા કે, cloud micro services, machine learning વગેરે આ પ્રોગ્રામમાં Hand on experience ખૂબ જ important છે. વિદ્યાર્થીઓ સામાન્ય રીતે વિવિધ પ્રોજેક્ટ્સ, ઈન્ટર્નશિપ્સમાં તકો આપવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થિયો ટીમ વર્કમાં કામ કરવુ અને પ્રોજેક્ટ કઈ રીતે manage કરવા તેની skill develop થાય છે
4. IBM સાથેના કૉમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં કેવી તક રહેલી છે,. તેમાં કયા અભ્યાસક્રમનો સમાવેશ થાય છે ?
વિદ્યાર્થીઓને IBM ટ્રેનર્સ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આપવામાં આવે છે. IBM ના નિષ્ણાતો, રિયલ લાઇફ પ્રોજેક્ટની experience કરાવે છે એટલું જ નહીં, આ પ્રોજેક્ટમાં મેન્ટોરશિપ આપવામાં આવે છે. દરેક સેમેસ્ટરમાં IBM ટ્રેનર દ્વારા વિષયોનું પાયાનું જ્ઞાન આપવામાં આવે છે. દરેક વિષયોના ઊંડાણપૂર્વક અભ્યાસની સાથે સાથે પ્રોબ્લેમ બેસ્ડ અને પ્રોજેકટ બેસ્ડ લર્નિંગનો અભિગમ વિદ્યાર્થીને આ વિષયો તરફ રસપૂર્વક આગળ ધપાપવા મદદ કરે છે. બાળકો કોલેજના કલાકો બાદ પણ આ વિષયોનું અને પ્રેક્ટિકલનું પુનરાવર્તન કરી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે.
● મોટી સખ્યામાં પુસ્તકો, જર્નલ્સ અને ઓનલાઈન જર્નલ્સની સુવિધા સાથે ઓનલાઈન લાઈબ્રેરી એક્સેસ
● IBM કંપની સાથે સહયોગ કરનાર ગુજરાતની પ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી
● અનુભવી શિક્ષકો અને સહાયક સ્ટાફ
● Industry ની જરૂરિયાતને અનુરૂપ નવીનતમ અને અદ્યતન અભ્યાસક્રમ
● કારકિર્દીને અનુરૂપ થવા માટે Full Time ઔધ્યોગીક તાલીમ
● મોટી સખ્યામાં પુસ્તકો, જર્નલ્સ અને ઓનલાઈન જર્નલ્સની સુવિધા સાથે ઓનલાઈન લાઈબ્રેરી એક્સેસ
● ગણપત યુનિવર્સિટીએ આઇટી ક્ષેત્રમાં મોખરે ગણાતી IBM (આઈબીએમ) સાથે કરાર કરીને બી. ટેક. કમ્પ્યટરુ સાઇન્સ એંડ એંન્જિન્યરિંગ વિથ specialization ક્લાઉડ બેઝડ એપ્લિકેશન, બિગ ડેટા એનાલિટિક્સ અને સાઇબર સિક્યોરિટીનો કોર્સ શરૂ કર્યો છે.
5. IBM ના સહયોગથી ચાલતા B.Tech ક્લાઉડ બે્ઝડ એપ્લિકેશનનો કોર્સ શું છે? કોર્ષ અંતર્ગત કંઈ બાબતો પર ધ્યાન રાખી વિદ્યાર્થીઓને તૈયાર કરાય છે?
શું આપણે ક્યારેય ફુલ ટાઈમ કાર મિકેનિક, દાંતોના ડોક્ટર, પ્લમ્બર અને ઈલેક્ટ્રિશિયનને રોજગારી આપી છે? બિલકુલ નહીં … પણે આ બધી સર્વિસને એક જગ્યાએ કેન્દ્ર પર રાખી છે અનેએ લોકોએ તેમની સેવાઓ શેર કરી છે. આપની જરૂરિયાત પ્રમાણે આ બધી સેવાનો પૈસા ચૂકવીને લાભ લઈએ છીએ. અને આ સેવાઓ ખરેખર વ્યક્તિગત રીતે જોવા જઈએ તો ઘણી જ સસ્તી પડે છે. અને જે લોકો આ પ્રકારના વ્યાવસાયિક લોકોને રોજગારી આપે છે તે ઘણાં લોકોને તેમની સેવાઓ પ્રદાન કરે છે અને સેવાઓ શરે કરે છે. ક્લાઉડ કોમ્પ્યુટરિંગનું પણ કઈ એવું જ છે. ક્લાઉડ કોમ્પ્યુટરિંગ ખૂબ જ સરળ શબ્દોમાં મૂળભૂત રીતે જ્યાં કોઈ કંપની કોઈ બીજાની કોમ્પ્યુટરિંગ સેવાઓનો ઇન્ટરનેટ દ્વારા ઉપયોગ કરે છે તે સોફ્ટવરે કે એપ્લિકેશનને તેના પોતાના કોમ્પ્યુટર પર ચલાવવાને બદલે આ કોમ્પ્યુટરિંગ સેવાઓમાં હાઇ સ્પીડ કોમ્પ્યુટર, સ્ટોરેજ, સર્વર, એપ્લિકેશન માટેના પ્લેટફોર્મઆ તમામ ભાડેથી ખૂબ સસ્તા દરે શેરિંગ બેઇઝ પર મળી શકે છે. ઘણી બધી પ્રખ્યાત આઇટી કંપની જેવી કે આઇબીએમ, માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોંન વગેરે ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર તરીકે બખૂબી આ તમામ સેવાઓ નજીવા દરે પ્રદાન કરે છે. ઈકોનોમિકલી જોવા જઈએ તો કંપનીએ પોતાનું ફિજિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટઅપ કરવા કરતાં બધી સર્વિસ ભાડેથી લેવી વધારે સસ્તી પડે છે. આજના સમયમાં દરેક સારી કંપની એમની તમામ સર્વિસ, ડેટાબેસ, કસ્ટમર, એપ્લિકેશન તમામ કોમ્પોનેંટ્સ ક્લાઉડ પર જ ચલાવે છે. જેથી ક્લાઉડ કોમ્પ્યુટરિંગ અને તેના એક્ષ્પર્ટની હાલ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ડિમાંડ છે.
6. આ કોર્સ કરવાથી કેવી નોકરી મળે?
● Cloud administrator
● Cloud support engineer
● Cloud security analyst
● Cloud network engineer
● Cloud software engineer
● Cloud automation engineer
● Cloud engineer
● Cloud consultant
7. બિગ ડેટા એનાલિટિક્સનો કોર્સ શું છે? તેનું મહત્વ શું અને તેના અભ્યાસક્રમ વિશેની માહિતી?
બિગ ડેટા એનાલિટિક્સ એક્સપર્ટ્સ અને ડેટા સાઇન્સની સ્કીલ ધરાવતા વિશ્લેષકો કોઈ પણ ઓર્ગનાઇઝેશનના ડેટા પરથી બિઝનેસ પ્રોસેસનું મૂલ્યાંકન કરવા અને વેપાર વધારાની વૃદ્ધિ પર ભલામણો કરી શકે છે. આ કાર્યો માટે ડેટા એનાલિટિક્સનો ભરપરૂ ઉપયોગ થાય છે. ડેટા સાઇંટિસ્ટ, ડેટા સ્ટ્રીમિંગ અને લાઇવ ડેટા પર અલગ અલગ પ્રકારની ટેક્નિક વાપરીને ખૂજ અગત્યની માહિતીઓ મેળવી શકે છે. અને આ રીતે લગભગ તમામ મોટી કંપનીઓ અલગ અલગ સોર્સથી એકત્રિત કરાયેલા ડેટા/માહિતીનો ટેક્નિકલ ઉપયોગ કરીનેઉદ્યોગની રણનીતિ તૈયાર કરતાં હોય છે. જેના માટે આવી કંપનીઓને ડેટા સાઇન્સ, બિગ ડેટા એનાલિટિક્સ ક્ષેત્રના હોશિયાર અને સ્કીલ્ડ યુવા ઇજનેરોની ખૂબ અનિવાર્ય જરૂરિયાત રહેતી હોય છે. આ ઇજનેરો પાસેરિયલ ટાઇમ ડેટા એનાલિસિસ કરીને, સમજીને, ઓર્ગનાઇઝેશનને ઉપયોગી થઈ શકે એવા નિર્ણયો લઈ શકે એવી અપેક્ષા રાખતી હોય છે. જે ઉદ્યોગ વ્યૂહરચના ઉપર ખુબ જ હકારાત્મક અસરો જોવા મળે છે.
8. આ કોર્સ કરવાથી કેવી નોકરી મળી શકે ?
Big Data Architect, Big Data Engineer, Data Analyst, Database Administrator, Data Scientist, Data Architect, Database Manager, and many more.
9. સાયબર સિક્યોરિટીનો કોર્સ શું છે? કઇ બાબતો પર ધ્યાન આપી ભણાવવામાં આવે છે? નોકરીની કેવી તકો રહેલી છે?
સાયબર સિક્યુરિટીએ વિવિધ પ્રકારના સાઇબર હુમલાથી નેટવર્ક, સિસ્ટમ, સર્વર, ડેટા અને કોઈપણ અન્ય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુરુક્ષિત કરવાની પ્રથા છે. 2021 સુધીમાં સાયબર ક્રાઈમ નુકસાનને આશ્ચર્યજનક 6 ટ્રિલિયનથી વધુ થવાની સંભાવના હોવા છતા, આશ્ચર્યની વાત નથી કે બેંકો, ટેક કંપનીઓ, હોસ્પિટલો, સરકારી એજન્સીઓ અને લગભગ દરેક અન્ય ક્ષેત્ર તેમના વ્યવસાયિક વ્યવહારને સુરુક્ષિત કરવા માટે સાયબર સિક્યુરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરે છે અને લાખો ગ્રાહકો કે, તેમના ડેટા પર વિશ્વાસ કરે છે. આ સ્પેશિયલાઇજેશનમાં વિદ્યાર્થીઓને - એથીકલ હેકિંગ, સાઇબર સિક્યોરિટી, સાઇબર ફોરેન્સિક્સ, સાઇબર ક્રાઇમ ઇન્વસ્ટિે ગેશન, સાઇબર ક્રાઇમના વિવિધ કાયદાઓનું જ્ઞાન આપવામાં આવે છે. સાઇબર સિક્યોરિટી એક્ષ્પેર્ટ કંપનીની માહિતી, ડેટા, સર્વર, નેટવર્ક, એપ્લિકેશન કે વેબસાઈટ, ડેટાબેસ વગેરેનું રક્ષણ કરવાનું કામ કરવાનું હોય છે.
10. આ કોર્સ કરવાથી કેવી નોકરી મળે?
● Cyber Security Engineer.
● SOC Analyst.
● Software Security Officer.
● Security Administrator.
● Ethical Hacker.
● Web Developer.
● Cloud Security Consultant.
11. ગણપત યુનિવર્સિટીમાં ચાલતા બી. ટેક Computer related કોર્ષમાં નોકરીની કેવી તકો રહેલી છે?
પ્લેસમેંટની સંસ્થામાં એક્ટિવ ટ્રેનિંગ અને પ્લેસમેંટ સેલની મદદથી છેલ્લા 3 વર્ષોમાં - 100% સુધી પ્લેસમેંટ એ પણ - Cisco, TCS, Infosys, IBM, Embibe, Sybez, Capgemini Sophos, Rapid જેવી MNC માં કામ કરવાની તકો મળેલ છે. આઇસીટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીનો પૂર્વાનુભવ અને પ્રતિસાદ પણ ખૂબ જ સરસ છે અને તેઓ પણ સંસ્થાની કામગીરીથી અને અભ્યાસના સ્તરને વખાણે છે. CBCS એ ટેક્નીકલ અને મેનેજમેન્ટના સમન્વય દ્વારા તૈયાર કરાયેલ કોર્ષ છે. હાલમાં આઈ.ટી ઈન્ડસ્ટ્રીઝમાં ટેક્નીકલ સાથે મેનેજમેન્ટની જરૂરીયાતો ઉભી થઈ રહી છે, તેથી ભવિષ્યમાં આ કોર્ષ વિદ્યાર્થીઓને વધુ પ્રમાણમાં નોકરીની તકો ઉભી થશે.
● Web Developer / Software Developer.
● Mobile App. Developer.
● Game Developer.
● Data Scientist.
● Machine Learning Engineer.
● Full Stack Developer / DevOps Engineer.
● Multimedia Programmer.
● Network Security Engineer.
● Data Science Engineer
● Database Administrator
● Game Developer
● Software Engineer
● Systems Analyst
● IT Consultant
● Network Engineer
● Web Content Manager
● Web Developer
● Content Writer | Developer
● Cloud Manager
● loT Manager
● Security Expert
● Full Stack Developer
● Computer System Analyst
● Information System Manager
● Research Scientist
આ પણ વાંચો – શું તમે જાણો છો ઉત્તર ભારતના રાજ્યોમાં કેમ આટલો બધો વરસાદ પડી રહ્યો છે? આ છે કારણ
આ પણ વાંચો – દેશમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને વાદળ ફાટવાથી 34 ના થયા મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ