Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ayodhya Ram Temple : કોઈ પક્ષ જાય કે ન જાય હું ચોક્કસ જઈશ, જાણો કયા ક્રિકેટરે કહી આ વાત

Ayodhya Ram Temple : દેશભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. 500 વર્ષના ઇતિહાસમાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઘડીઓ નજીક આવી રહી છે. સોમવાર 22 જાન્યુઆરી 2024 ના રોજ ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેમા...
10:22 AM Jan 20, 2024 IST | Hardik Shah
Source : Google

Ayodhya Ram Temple : દેશભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. 500 વર્ષના ઇતિહાસમાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઘડીઓ નજીક આવી રહી છે. સોમવાર 22 જાન્યુઆરી 2024 ના રોજ ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેમા સૌ કોઇ જવાની ઇચ્છા રાખી રહ્યું છે. જોકે, આ અંગે રાજકારણીઓના અલગ-અલગ મંતવ્યો છે. ધોની હોય કે કોહલી કે પછી સચિન તેંડુલકર આવા ઘણા ભારતીય ક્રિકેટર્સને અયોધ્યામાં યોજાનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે. ત્યારે બીજી તરફ ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજન સિંહે (Harbhajan Singh) આ કાર્યક્રમમાં ભાગ બનવા અંગે એક મોટું નિવેદન આપ્યું છે. શું કહ્યું છે હરભજન સિંહે આવો જાણીએ...

કોઈ પક્ષ જાય કે ન જાય, હું અયોધ્યા ચોક્કસ જઇશ : હરભજન સિંહ

ત્રેતા યુગમાં અયોધ્યામાં જે સમયે ભાગવાન શ્રી રામ (Ayodhya Ram Temple) પોતાનો વનવાસ ગુજારીને પરત ફર્યા હતા અને તે સમયે પ્રજામાં ખુશીનો માહોલ હતો, કઇંક આવો જ માહોલ આજે દેશની જનતામાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અયોધ્યાવાસીઓ આ ઘડીની વર્ષોથી રાહ જોઇ રહ્યા હતા. ત્યારે અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024 ના રોજ ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે રાજકીય પક્ષોના મત અલગ-અલગ છે. દરમિયાન, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજન સિંહે (Harbhajan Singh) કહ્યું છે કે, કોઈ પણ પક્ષ જાય કે ન જાય, તેઓ ચોક્કસ જશે. કોંગ્રેસે રામ મંદિર 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ માટેના આમંત્રણને નકારી કાઢ્યા પર, ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું, "આ અમારું સૌભાગ્ય છે કે આ મંદિર અમારા સમયમાં બનાવવામાં આવી રહ્યું છે, તેથી આપણે બધાએ જઈને આશીર્વાદ લેવા જોઈએ. કોઈ પણ પક્ષ જાય કે ન જાય" હું ચોક્કસ જઈશ.

હું ચોક્કસ અયોધ્યા જઈશ : હરભજન સિંહ

હરભજન સિંહે કહ્યું કે, જો કોઈને મારા રામ મંદિર જવાથી કોઈપણ સમસ્યા હોય તો તેઓ જે ઈચ્છે તે કરે. હું તો ચોક્કસ જઈશ." જણાવી દઈએ કે હરભજને અયોધ્યામાં 22 જાન્યુઆરીએ આયોજિત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. હરભજને કહ્યું, "22 જાન્યુઆરીએ, હું ઈચ્છું છું કે આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય." ટીવી દ્વારા હોય કે ત્યાં જઈને લોકોએ રામ લલ્લાના આશીર્વાદ લેવા જોઈએ કારણ કે આ એક ઐતિહાસિક દિવસ છે. ભગવાન રામ દરેકના છે અને તેમના જન્મસ્થળ પર મંદિર બનાવવામાં આવી રહ્યું છે. આ બહુ મોટી વાત છે. હું ચોક્કસ અયોધ્યા જઈશ. હું ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છું. હું દરેક મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારામાં પ્રાર્થના કરું છું. મને જ્યારે પણ તક મળશે ત્યારે હું ચોક્કસ જઈશ.”

આ દરમિયાન હરભજન સિંહે અન્ય પાર્ટીઓ પર પણ કટાક્ષ કરતા કહ્યું કે, જો કોંગ્રેસે જવું હોય તો તે જઇ શકે છે, મારા રામ મંદિર જવાથી કોઈને કોઈ સમસ્યા હોય તો તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. હું ભગવાનમાં માનું છું, મારા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે ભગવાનની કૃપા છે, હું ચોક્કસ આશીર્વાદ લેવા જઈશ.

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને અયોધ્યામાં ખુશીનો માહોલ

22 જાન્યુઆરીએ શ્રી રામ જન્મભૂમિ ખાતે ભગવાન શ્રી રામ લાલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓને લઈને અયોધ્યા શહેરમાં ખુશીનો માહોલ છે, ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે અયોધ્યામાં તૈયારીઓની સમીક્ષા કરી હતી. તમામ શાસ્ત્રીય પરંપરાઓનું પાલન કરીને અભિજીત મુહૂર્તમાં અભિષેક કાર્યક્રમ યોજાશે. 22 જાન્યુઆરીએ રામલલ્લાના અભિષેક માટે 84 સેકન્ડનો ખૂબ જ સૂક્ષ્મ શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે. આ શુભ મુહૂર્તમાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે.

આ પણ વાંચો - IPL Title Sponsor : જાણો કયા ગ્રુપને મળ્યા IPL 2028 સુધીના ટાઇટલ રાઈટ્સ

આ પણ વાંચો - Rohit Sharma : યાર પહેલા જ બે વખત ઝીરો થયા છે… રોહિતની અમ્પાયર સાથેની વાતચીત વાયરલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
aap on ram MandirAPAyodhyaayodhya ram mandirayodhya ram templecricketers invited for ram mandirharbhajan singhharbhajan singh in ayodhyaHarbhajan Singh on Ayodhya Ram TempleHarbhajan Singh on Ayodhya Ram Temple Pran Pratishtha ceremonyharbhajan singh on bjpHarbhajan Singh on Congressharbhajan singh on ram mandir inagurationHarbhajan Singh on Ram mandir Pran Pratishtha ceremonyharbhajan singh react on ram mandirPran Pratishtha ceremonyram lalla consecration ceremony in ayodhyaram mandirram mandir ayodhyaRam Mandir invite rejectionRam Mandir Pran PratisthaRam templeRamlala Pran Pratishtha Ceremony
Next Article