Char Dham Yatra ના યાત્રીઓ આ વાત નોંધી લે..
Char Dham Yatra : અખાત્રીજ શુક્રવારથી કેદારનાથ અને યમુનોત્રીના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા અને આ સાથે જ આ વર્ષની ચારધામ યાત્રા (Char Dham Yatra )નો પ્રારંભ થઇ ગયો છે. જો કે ચાર ધામ યાત્રાના પ્રારંભે જ ઉત્તરાખંડનું હવામાન બગડ્યું છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ ના ઘણા જિલ્લાઓમાં 13 મે સુધી વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં યલો બાદ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડ હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં 11 મેથી 13 મે સુધી વરસાદ પડશે.
13 મેના રોજ કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગના કહેવા મુજબ 13 મેના રોજ કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ચાર ધામમાં આવતા યાત્રિકોને પણ વરસાદ દરમિયાન મુસાફરી ન કરવાની અને વરસાદ બંધ થાય ત્યારે જ યાત્રા શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે.
12 અને 13 તારીખે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ
ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં 11, 12 અને 13 મેના રોજ વરસાદની સંભાવના છે. આ સિવાય 12 અને 13 તારીખે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને વરસાદને કારણે ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ લગભગ સંપૂર્ણપણે બુઝાઈ જશે.
મુસાફરી ન કરવાની કાળજી લેવી જોઈએ
યાત્રિકોએ પણ વરસાદની મોસમમાં મુસાફરી ન કરવાની કાળજી લેવી જોઈએ. જો વરસાદ પડે, તો તમારી મુસાફરી મુલતવી રાખો. વરસાદ સમાપ્ત થયા પછી તમારી આગળની મુસાફરી શરૂ કરો.
ગરમ વસ્ત્રો અવશ્ય લેવા જોઈએ
ચમોલી, બદ્રીનાથ અને જોશીમઠમાં અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. ચારધામ તીર્થયાત્રાએ જતા લોકોએ પોતાની સાથે ગરમ વસ્ત્રો અવશ્ય લેવા જોઈએ. વિવિધ ઋતુઓ અનુસાર થર્મલ, સ્વેટર, જેકેટ અને શાલ વગેરે સાથે રાખો. વરસાદ માટે રેઈન ગિયર, વોટરપ્રૂફ બેગ, પેન્ટ અને જેકેટ વગેરે સાથે રાખો.
રજીસ્ટ્રેશનનો આંકડો 23 લાખને પાર કરી ગયો
ચારધામ યાત્રાની શરૂઆત સાથે રજીસ્ટ્રેશનનો આંકડો 23 લાખને પાર કરી ગયો છે. શુક્રવારે સાંજે 4 વાગ્યા સુધી ચારધામ યાત્રા માટે 23 લાખ 57 હજાર 393 નોંધણી થઈ હતી. જેમાંથી 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. બદ્રીનાથ ધામ માટે 7 લાખ, 10 હજાર, 192 નોંધણી કરવામાં આવી હતી. યમુનોત્રી માટે 3 લાખ, 68 હજાર 302, ગંગોત્રી ધામ માટે 4 લાખ, 21 હજાર, 205 અને હેમકુંડ સાહિબ માટે 50 હજાર 604 નોંધણી થઈ છે.
ભારે વરસાદ અને કરાથી નુકસાન
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને કરાથી ઉત્તરકાશીના પુરોલા, પિથોરાગઢ, અલ્મોડા અને બાગેશ્વરમાં નુકસાન થયું છે. બુધવારે મોડી રાત્રે ભારે વરસાદને કારણે અલ્મોડાના સોમેશ્વરમાં એક નાળું ઓવરફ્લો થઈ ગયું. જેના કારણે નાળામાં તંબુ, રોકડ, બે જેસીબી, બે ટ્રેક્ટર ટ્રોલી સહિત 800 થેલીઓ વહી ગયા હતા. ઉત્તરાખંડના બાગેશ્વરમાં વરસાદને કારણે કપકોટને પણ નુકસાન થયું છે. અનેક જગ્યાએ પાણી ભરાવાને કારણે પાણી અને કાટમાળ ઘરોમાં ઘુસી ગયા હતા. આ સિવાય ઉત્તરકાશીના પુરોલામાં પણ વરસાદને કારણે ખેતરોમાં નુકસાન થયું છે અને ખેડૂતોના પાકને નુકસાન થયું છે.
આ પણ વાંચો------ દિલ્હી અને રાજસ્થાનમાં વાવાઝોડું, અનેક ફ્લાઇટ ડાયવર્ટ 5 થી વધારેના મોત અનેક જગ્યાએ ઝાડ પડ્યાં
આ પણ વાંચો------ Chardham Yatra : ચારધામ યાત્રાનો પ્રારંભ, મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી