Assembly By Polls Result 2024: અયોધ્યા બાદ બદ્રીનાથમાં પણ ભાજપની હાર? જુઓ પેટા ચૂંટણીના પરિણામ
Assembly By Polls Result 2024: દેશની 13 બેઠકો પર પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં (Assembly By Polls) NDAને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસને ઉત્તરાખંડમાં પેટા ચૂંટણીમાં (Assembly By Polls) બંને બેઠકો ઉપર જીત મળી છે. કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ નિઝામુદ્દીન મંગરોળમાં 400 મતોની પાતળી સરસાઈથી જીત્યા. કોંગ્રેસે બદ્રીનાથમાં પણ જીત મેળવી હતી, જ્યાં લખપત સિંહ બુટોલાએ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ભંડારીને 5000થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. હિમાચલ પ્રદેશની વાત કરવામાં આવે તો, અહી ત્રણ બેઠકો ઉપર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2 બેઠકો ઉપર કોંગ્રેસને જીત મળી છે અને 1 બેઠક ઉપર BJP એ બાજી મારી છે. કોંગ્રેસના ઉમેદવાર અને હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુના પત્ની કમલેશ ઠાકુરે દહેરામાં 9,000થી વધુ મતોથી જીત મેળવી છે. જ્યારે હમીરપુર વિધાનસભા બેઠક પર ભાજપના આશિષ શર્માએ કોંગ્રેસના ઉમેદવાર ડૉ. પુષ્પિન્દર વર્માને હરાવ્યા છે. ત્રીજી બેઠક નાલાગઢમાં કોંગ્રેસના બરદીપ બાબાને જીત મળી છે.
રાજ્ય | બેઠકનું નામ | વિજેતા ઉમેદવાર | પક્ષ |
બિહાર | રૂપૌલી | શંકરસિંહ | અપક્ષ |
પશ્ચિમ બંગાળ | રાયગંજ | કૃષ્ણા કલ્યાણી | TMC |
પશ્ચિમ બંગાળ | રાણાઘાટ | દક્ષિણ ક્રાઉન જેમ | TMC |
પશ્ચિમ બંગાળ | બગડા | મધુપર્ણા ઠાકુર | TMC |
પશ્ચિમ બંગાળ | માનિકલતા | સુપતિ પાંડે | TMC |
તમિલનાડુ | વિક્રવંડી | અન્નીયુર શિવ | DMK |
મધ્યપ્રદેશ | અમરવાડા | કમલેશ શાહ | ભાજપ |
ઉત્તરાખંડ | બદ્રીનાથ | લખપત સિંહ બુટોલા | કોંગ્રેસ |
ઉત્તરાખંડ | મેંગ્લોર | કાઝી નિઝામુદ્દીન | કોંગ્રેસ |
પંજાબ | જલંધર પશ્ચિમ | મોહિન્દર ભગત | આમ આદમી પાર્ટી |
હિમાચલ પ્રદેશ | દેહરા | કમલેશ ઠાકુર | કોંગ્રેસ |
હિમાચલ પ્રદેશ | હમીરપુર | આશિષ શર્મા | ભાજપ |
હિમાચલ પ્રદેશ | નાલાગઢ | બરદીપ બાબા | કોંગ્રેસ |
અયોધ્યા બાદ હવે બદ્રીનાથ પણ થયું ભાજપથી દૂર
#WATCH | Chamoli, Uttarakhand: On his victory from Badrinath assembly seat in by-elections, Congress candidate Lakhapat Singh Butola says, "I want to thank the people of Badrinath...The credit for this goes to all those who directly and indirectly supported me in this fight for… pic.twitter.com/iuk2JOm3jh
— ANI (@ANI) July 13, 2024
લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ અયોધ્યા ( ફૈઝાબાદ લોકસભા બેઠક ) માં ભાજપની હાર થઈ હતી. ભાજપની અયોધ્યામાં જ હાર બાદ તે બાબત લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. હવે અયોધ્યા બાદ ભાજપને બદ્રીનાથ પણ ગુમાવવું પડ્યું છે. પેટા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં બદ્રીનાથ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર લખપત સિંહ બુટોલા નો આ બેઠક ઉપરથી વિજય થયો છે. ઉત્તરાખંડની બદ્રીનાથ વિધાનસભા સીટ પરથી તેમની જીત પર કોંગ્રેસના ઉમેદવાર લખપત સિંહ બુટોલાએ કહ્યું, 'હું બદ્રીનાથના લોકોનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. ન્યાયની આ લડાઈમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મને સાથ આપનાર તમામ લોકોને શ્રેય જાય છે.
પશ્ચિમ બંગાળમાં બધી જ 4 બેઠકો ઉપર TMC ની જીત
#WATCH | North 24 Parganas, West Bengal: TMC winning candidate from Bagda Assembly seat, Madhuparna Thakur says, "It is not only my win but Mamata Banerjee's win too. It is a win for all the workers and voters. I have seen there are a lot of issues with bridges and roads in this… pic.twitter.com/XnHV0baXkt
— ANI (@ANI) July 13, 2024
પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો, ત્યાં ભાજપને સૌથી મોટું નુકશાન થયું છે. WEST BENGAL માં કુલ ચાર બેઠકો ઉપર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં બધી જ 4 બેઠકો ઉપર TMC ને જીત મળી છે. બિહારમાં માત્ર એક બેઠક ઉપર જ પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં અપક્ષ ઉમેદવાર શંકરસિંહે બીજેપીના કલાધાર મંડળ અને આરજેડીના બીમા ભારતી પારને હરાવ્યા છે. લોકસભા ચૂંટણી 2024માં બીમા ભારતીએ પૂર્ણિયાથી પપ્પુ યાદવ સામે ચૂંટણી લડી હતી. આવી સ્થિતિમાં, આ સતત બીજી વખત છે જ્યારે બીમા ભારતીને અપક્ષ ઉમેદવારથી હાર મળી છે.
પંજાબમાં જલંધર પશ્ચિમમાં આમ આદમી પાર્ટીને મળી જીત
પેટાચૂંટણીની મતગણતરી શરૂ થતાં જ મધ્યપ્રદેશમાં ભાજપે એકમાત્ર બેઠક જીતી છે. કમલેશ શાહ અમરવાડા બેઠક પરથી જીત્યા છે. પંજાબની વાત કરવામાં આવે તો ત્યાં એકમાત્ર જલંધર પશ્ચિમમાં પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોહિન્દર ભગત ને જીત મળી છે.
આ પણ વાંચો : FACEBOOK ના પ્રેમનો આવ્યો લોહિયાળ અંત! બોયફ્રેંડની લાશના સગીરાએ કર્યા 17 કટકા