ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Assam: દુષ્કર્મ કરનારાને કબ્રસ્તાનમાં પણ સ્થાન ના આપવાનો ગ્રામજનોનો નિર્ણય...

આસામના સગીરા પર દુષ્કર્મ કરનારા આરોપીનું તળાવમાં કૂદી જવાથી મોત ગ્રામજનોએ તેના અંતિમ સંસ્કારમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો તેને ગામના કબ્રસ્તાનમાં દફનાવવાની મંજૂરી પણ ના આપી Assam : આસામ (Assam) માં એક સગીર બાળકી પર દુષ્કર્મ કરવાના બનાવનો...
02:41 PM Aug 24, 2024 IST | Vipul Pandya
Assam Thing gangrape case pc google

Assam : આસામ (Assam) માં એક સગીર બાળકી પર દુષ્કર્મ કરવાના બનાવનો મુખ્ય આરોપી તફાજુલ ઈસ્લામ શનિવારે સવારે પોલીસ કસ્ટડીમાંથી કથિત રીતે ભાગી ગયો હતો અને નાગાંવ જિલ્લાના ધિંગ ખાતે તળાવમાં કૂદી ગયો હતો, પરિણામે તેનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે આરોપીની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી અને 'ક્રાઈમ સીન'ની તપાસ માટે તેને સવારે 3.30 વાગ્યે અપરાધના સ્થળે લઈ જવામાં આવ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. જો કે ગ્રામજનોએ આરોપી તફાજુલના જનેજામાં નહી જવાનો અને તેને કબ્રસ્તાનમાં સ્થાન આપવાનો ઇન્કાર કર્યો હતો.

ગ્રામજનોએ તેના અંતિમ સંસ્કારમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો

પોલીસે કહ્યું, “આરોપી તફજુલ ઈસ્લામ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો અને તળાવમાં કૂદી ગયો હતો જેથી તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને લગભગ બે કલાક પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.'' દરમિયાન, આરોપીના પૈતૃક ઘર એવા બોરભેટીના ગ્રામજનોએ તેના અંતિમ સંસ્કારમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે અને તેને ગામના કબ્રસ્તાનમાં દફનાવવાની મંજૂરી પણ નથી આપી.

આ પણ વાંચો---Kolkata rape નો આરોપી સંજય કોર્ટ સમક્ષ કરગરવા.....

સ્થાનિક લોકોનો મોટો નિર્ણય

સ્થાનિક રહેવાસીઓએ મીડિયાને કહ્યું, કે અમે નક્કી કર્યું છે કે અમે આ ગુનેગારના જનાજામાં અને અંતિમ સંસ્કારમાં ભાગ લઈશું નહીં.. અમે તેના પરિવારને પણ સમાજથી અલગ કરી દીધો છે.. અમે ગુનેગારો સાથે રહી શકીએ નહીં.'

અમારા કબ્રસ્તાનમાં સ્થાન ન આપવાનું નક્કી કર્યું

ગ્રામજનોએ કહ્યું કે આરોપીની કાર્યવાહીએ અમને શરમમાં મૂકી દીધા છે. જ્યારે અમને ખબર પડી કે ગુનેગાર મૃત્યુ પામ્યો છે, ત્યારે અમે તેના મૃતદેહને અમારા કબ્રસ્તાનમાં સ્થાન ન આપવાનું નક્કી કર્યું. તેમના અંતિમ સંસ્કારમાં પણ હાજરી નહીં આપીએ

આરોપીએ તળાવમાં ઝંપલાવ્યું હતું

પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ એક પોલીસકર્મી પર હુમલો કર્યો અને પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો અને તળાવમાં કૂદી ગયો. તેમણે કહ્યું કે તરત જ SDRFને જાણ કરવામાં આવી હતી, સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને લગભગ બે કલાક પછી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. એસપીએ કહ્યું કે પોલીસકર્મી પણ ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે.

આ પણ વાંચો---Assam: ગેંગરેપનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગ્યો અને...

પીડિતા ટ્યુશનથી ઘરે પરત ફરી રહી હતી

તમને જણાવી દઈએ કે ગુરુવારે સાંજે ધીંગમાં ત્રણ લોકોએ 14 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યુ હતું. તે સમયે સગીરા ટ્યુશનમાંથી ઘરે પરત ફરી રહી હતી. આરોપી પીડિતાને ઇજાગ્રસ્ત હાલતમાં રસ્તાની બાજુના તળાવ પાસે છોડીને ભાગી ગયો હતો. બાદમાં સ્થાનિક લોકોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.

મુખ્યમંત્રીએ કડક કાર્યવાહીની ખાતરી આપી હતી

આ પહેલા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે કહ્યું હતું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બરાક ખીણના ત્રણ જિલ્લાઓની મુલાકાતે આવેલા સરમાએ શુક્રવારે રાત્રે કહ્યું હતું કે આસામ અને બંગાળ વચ્ચે આવા મામલાઓનો સામનો કરવામાં તફાવત છે. તેમણે કહ્યું, 'જ્યારે બંગાળમાં મહિલાઓ પર અત્યાચાર થાય છે, ત્યારે ગુનેગારોને સુરક્ષા આપવામાં આવે છે અને પોલીસ શંકાસ્પદ કાર્યવાહી કરે છે. આસામમાં સગીર બાળકી પર ઘૃણાસ્પદ દુષ્કર્મ આચરવામાં આવ્યું, આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી.

આ પણ વાંચો---- Assam rape case: આસામમાં સગીરા સાથે હૈવાનિયત! સ્થાનિક લોકો રસ્તા પર ઉતાર્યા

Tags :
AssamAssam minor rapeDeathFuneralRape accused
Next Article