Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Assam : 'કોંગ્રેસ માટે આટલી સીટો જીતવી મુશ્કેલ', હિમંતાએ 2024 માટે કરી મોટી ભવિષ્યવાણી...

આસામ (Assam)ના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ મંગળવારે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. દેશના સૌથી જૂના રાજકીય પક્ષની ટીકા કરતા આસામ (Assam)ના મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે તેની રાજનીતિ હિન્દુઓ માટે નથી. શર્મા લોકસભા ચૂંટણી પહેલા ભાજપની વિજય સંકલ્પ યાત્રાના પ્રારંભના...
assam    કોંગ્રેસ માટે આટલી સીટો જીતવી મુશ્કેલ   હિમંતાએ 2024 માટે કરી મોટી ભવિષ્યવાણી

આસામ (Assam)ના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ મંગળવારે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. દેશના સૌથી જૂના રાજકીય પક્ષની ટીકા કરતા આસામ (Assam)ના મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે તેની રાજનીતિ હિન્દુઓ માટે નથી. શર્મા લોકસભા ચૂંટણી પહેલા ભાજપની વિજય સંકલ્પ યાત્રાના પ્રારંભના સંદર્ભમાં તેલંગાણાના નિર્મલ જિલ્લાના ભૈંસામાં એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે સવાલ કર્યો હતો કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના ટોચના કોંગ્રેસી નેતાઓ શા માટે અયોધ્યામાં રામ મંદિરના કાર્યક્રમમાં આમંત્રિત હોવા છતાં હાજર ન રહ્યાં.

Advertisement

'કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં 30 બેઠકો પણ જીતી શકશે નહીં'

શર્માએ કહ્યું કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન રાજકીય નથી. તેમણે કોંગ્રેસ પાર્ટીને પૂછ્યું, 'તમે કેમ ન ગયા? શું તમે હિંદુઓને પ્રેમ નથી કરતા? શું તમે હંમેશા 'રઝાકારો' અને બાબર સાથે જ રહેશો? તેમણે કહ્યું કે દેશ 'રઝાકારો' અને બાબર સાથે નહીં ઉભો રહેશે. ઈતિહાસ તરફ ઈશારો કરતી વખતે તેમણે એ સ્પષ્ટ કર્યું નથી કે તેઓ વર્તમાનમાં કોનો ઉલ્લેખ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવા દીધું નથી. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે દાવો કર્યો કે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 30 બેઠકો પણ જીતી શકશે નહીં.

Advertisement

'કોંગ્રેસના 2 ધારાસભ્યો આસામ (Assam) સરકારમાં જોડાયા'

તમને જણાવી દઈએ કે આ પહેલા બુધવારે હિમંતા વિશ્વ શર્માએ કહ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્ય કમલાખ્યા દે પુરકાયસ્થ અને પૂર્વ મંત્રી બસંત દાસે 'સરકારમાં જોડાવાનો' નિર્ણય કર્યો છે. પુરકાયસ્થ કોંગ્રેસના રાજ્ય એકમના કાર્યકારી વડા હતા, જ્યારે દાસ તરુણ ગોગોઈ સરકારમાં મંત્રી હતા. દાસ 2021માં મંગલદોઈ બેઠક પરથી ચૂંટાયા હતા. પુરકાયસ્થ એનએસયુઆઈના સમયથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. તેઓ 2021માં કરીમગંજ ઉત્તર બેઠક પરથી વિધાનસભામાં ચૂંટાયા હતા. રાજ્યમાં એનડીએ સરકારનું નેતૃત્વ કરી રહેલા શર્માએ બજેટ સત્ર દરમિયાન વિધાનસભા સંકુલમાં મુખ્યમંત્રીની ચેમ્બરમાં બંને ધારાસભ્યોનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો : Sandeshkhali ની ‘ગુપ્ત ફાઇલ’ કેન્દ્ર સરકાર સુધી પહોંચી, NIA ટૂંક સમયમાં કરશે કાર્યવાહી, FIR દાખલ કરાશે…

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.