Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Asian Games : નેપાળ વિરુદ્ધ Yashasvi Jaiswal ની શાનદાર સદી, મેદાનમાં જોવા મળ્યો ચોક્કા-છક્કાનો વરસાદ

IND vs NEP : ચીનના હાંગઝોઉમાં આયોજિત 19મી Asian Games 2023 માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલું છે. અત્યાર સુધી ભારતના ખાતામાં કુલ 60 મેડલ આવ્યા છે, જેમાથી 13 ગોલ્ડ મેડલ છે. વળી આજે પણ ભારતીય ખેલાડીઓ પાસેથી મેડલની આશા છે....
08:58 AM Oct 03, 2023 IST | Hardik Shah

IND vs NEP : ચીનના હાંગઝોઉમાં આયોજિત 19મી Asian Games 2023 માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલું છે. અત્યાર સુધી ભારતના ખાતામાં કુલ 60 મેડલ આવ્યા છે, જેમાથી 13 ગોલ્ડ મેડલ છે. વળી આજે પણ ભારતીય ખેલાડીઓ પાસેથી મેડલની આશા છે. જણાવી દઇએ કે, એશિયન ગેમ્સ 2023ની ક્વાર્ટર ફાઈનલમાં ભારત અને નેપાળ ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમા ભારતે પહેલા બેટિંગ કરતા શાનદાર પ્રદર્શન કર્યું છે.

યશસ્વી જયસ્વાલની શાનદાર સદી

ભારત અને નેપાળ વચ્ચેની મેચમાં ભારત તરફથી ઓપનિંગ કરવા મેદાનમાં ઉતરેલા Yashasvi Jaiswal એ વિરોધી ટીમના બોલરોને ખૂબ ધોયા હતા. જયસ્વાલ આ મેચમાં માત્ર 48 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને 7 સિક્સર ફટકારી હતી. જયસ્વાલે મેદાનની તમામ દિશાએ શોર્ટ્સ રમી બોલરોના નાકમાં દમ કરી દીધું હતું. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને યશસ્વી જયસ્વાલની સદીની મદદથી ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. નેપાળને જીતવા માટે 203 રનનો ટાર્ગેટ છે.

ભારતની શરૂઆત સારી રહી

નેપાળની ટીમ અત્યાર સુધી આ ગેમ્સમાં ખતરનાક દેખાઈ રહી છે, કારણ કે ટીમે બે મેચ મોટા અંતરથી જીતી છે. જોકે, બંને મેચ નેપાળની નબળી ટીમો સામે રહી છે. ભારત અને નેપાળ આ પહેલા એશિયા કપ 2023 માં આમને-સામને હતા, જ્યાં ભારતે આ મેચ મોટા અંતરથી જીતી હતી. ચાલુ મેચની જો વાત કરીએ તો, ભારતે સારી શરૂઆત કરી. 100 રનનો આંકડો પાર કર્યા બાદ ટીમને પહેલો ફટકો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના રૂપમાં લાગ્યો હતો. ટૂંક સમયમાં જ તિલક વર્મા અને જીતેશ શર્મા પણ આઉટ થઈ ગયા. જયસ્વાલે સદી ફટકારી હતી અને તે પછી આઉટ થયો હતો. શિવમ દુબે 25 રન અને રિંકુ સિંહ 37 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.

બંને ટીમના પ્લેઇંગ ઇલેવન

ઈન્ડિયા પ્લેઈંગ 11: ઋતુરાજ ગાયકવાડ (c), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, જીતેશ શર્મા, રિંકુ સિંહ, સાઈ કિશોર, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, અર્શદીપ સિંહ.
નેપાળ પ્લેઇંગ 11: કુશલ ભુર્ટેલ, આસિફ શેખ (wk), સંદીપ જોરા, ગુલશન ઝા, રોહિત પૌડેલ (c), કુશલ મલ્લ, દીપેન્દ્ર સિંહ એરે, સોમપાલ કામી, કરણ કેસી, અવિનાશ બોહરા, સંદીપ લામિછાને.
આ પણ વાંચો - Asian Games 2023 : ભારતે 9માં દિવસની શરૂઆત બ્રોન્ઝ મેડલ જીતીને કરી
આ પણ વાંચો - એશિયન ગેમ્સ 2023: દિવસ 9 લાઇવમાં મહિલા સ્ટેપલચેજમાં ભારતે જીત્યા 2 મેડલ, ભારતીય પુરુષ હોકી ટીમે બાંગ્લાદેશ સામે 12-0થી વિજય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Asian Gamesasian games 2023indian teamruturaj gaikwadTeam IndiaYashasvi JaiswalYashasvi Jaiswal century
Next Article