Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Asia Cup Final : શ્રીલંકા માત્ર 50 રન પર ઓલ આઉટ, ટીમ ઈન્ડિયાના બોલરોનો જોવા મળ્યો દબદબો

Asia Cup 2023 ની ફાઈનલ આજે રમાઈ રહી છે, જેમા શ્રીલંકાની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. જે તેમના માટે ખરાબ સાબિત થયો હતો. ટીમ માત્ર 50 રન પર ઓલ આઉટ થઇ ગઇ છે. ટીમ ઈન્ડિયાને જીતવા માટે...
asia cup final   શ્રીલંકા માત્ર 50 રન પર ઓલ આઉટ  ટીમ ઈન્ડિયાના બોલરોનો જોવા મળ્યો દબદબો

Asia Cup 2023 ની ફાઈનલ આજે રમાઈ રહી છે, જેમા શ્રીલંકાની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. જે તેમના માટે ખરાબ સાબિત થયો હતો. ટીમ માત્ર 50 રન પર ઓલ આઉટ થઇ ગઇ છે. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 51 રન બનાવવાના છે.

Advertisement

શ્રીલંકાની ટીમ 50 રને All Out

એશિયા કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આ નિર્ણય તેના માટે મોંઘો સાબિત થયો હતો. શ્રીલંકાની આખી ટીમ 50 રન પર પેવેલિયન પરત ફરી હતી. મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરીને 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી, તો બીજી તરફ હાર્દિક પંડ્યાએ 2.2 ઓવરમાં 3 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહે એક વિકેટ લીધી હતી. મેચમાં બંને ટીમોમાં ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે. વોશિંગ્ટન સુંદરનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ODI વર્લ્ડ કપ 2023 ની તૈયારી કરવા માટે, બંને ટીમો માટે તેને જીતવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Advertisement

સિરાજના તોફાનમાં ઉડી શ્રીલંકાની બેટિંગ લાઈન

Advertisement

ટીમ ઈન્ડિયાના તોફાની બોલર મોહમ્મદ સિરાજે રવિવારે એવું કર્યું જે દરેક બોલરનું સપનું હોય છે. સિરાજે એશિયા કપ 2023ની ફાઇનલમાં સનસનાટીભરી બોલિંગ કરી અને પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમના તમામ બેટ્સમેનોને ઘૂંટણીએ લાવી દીધા છે. તેણે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં 10 બોલમાં 5 વિકેટ ઝડપી હતી. આ સાથે સિરાજે શ્રેણીબદ્ધ રેકોર્ડ બનાવ્યા. સિરાજે બીજી ઓવરમાં પોતાની ઘાતક બોલિંગ સ્ટાઈલ બતાવી હતી. આ પછી, જ્યારે તે ચોથી ઓવરમાં પાછો ફર્યો તો તેણે પહેલા જ બોલ પર પથુમ નિસાન્કાને આઉટ કરીને પોતાની પ્રતિભા બતાવી. આ પછી તેણે ત્રીજા બોલ પર સાદિરા સમરવિક્રમાને, ચોથા બોલ પર ચેરીટ અસલંકાને અને છઠ્ઠા બોલ પર ધનંજય ડી સિલ્વાને આઉટ કરીને શ્રીલંકાના કેમ્પમાં ખળભળાટ મચાવ્યો હતો. સિરાજે છઠ્ઠી ઓવરમાં ફરી વાપસી કરી હતી અને ચોથા બોલ પર દાસુન શનાકાને શૂન્ય પર આઉટ કરીને 5 વિકેટ લીધી હતી. આ સાથે સિરાજે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી.

ODIમાં સૌથી ઝડપી 5 વિકેટ લેનાર બીજો બોલર

સિરાજ ODIમાં સૌથી ઝડપી 5 વિકેટ લેનારો વિશ્વનો બીજો બોલર બન્યો. સિરાજે 16 બોલમાં 5 વિકેટ લીધી હતી. જ્યારે ચામિંડા વાસે પણ 16 બોલમાં 5 વિકેટ ઝડપી છે. જ્યારે ઝિમ્બાબ્વેના રેયાન બર્લે 2022માં આ સિદ્ધિ મેળવી છે. 29 વર્ષીય ખેલાડીએ માત્ર 16 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરીને ODIમાં સૌથી ઝડપી પાંચ વિકેટ ઝડપવાના મામલામાં ભૂતપૂર્વ શ્રીલંકાના ઝડપી બોલર ચામિંડા વાસની બરાબરી કરી હતી. વાસે 2003માં બાંગ્લાદેશ સામે આ સિદ્ધિ મેળવી હતી.

એશિયા કપ વનડેમાં ઈતિહાસ રચ્યો

સિરાજે આ છઠ્ઠી વિકેટ સાથે ODI એશિયા કપમાં ઈતિહાસ રચ્યો હતો. તેણે એશિયા કપની એક ઇનિંગમાં સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે માત્ર 5.2 ઓવરમાં 7 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ મામલે તેણે અજંતા મેન્ડિસનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે 15 વર્ષ પહેલા કરાચીમાં ભારત સામે સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ બનાવ્યો હતો. મેન્ડિસે 8 ઓવરમાં 13 રન આપીને 6 વિકેટ લીધી હતી. સિરાજે તેનો રેકોર્ડ તોડ્યો છે.

આ પણ વાંચો - Asia Cup : શ્રીલંકાએ રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનને 2 વિકેટે હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.