Asia Cup 2023 Final : શ્રીલંકાએ ટોસ જીતી પહેલા બેટિંગનો કર્યો નિર્ણય
Asia Cup 2023 ની ફાઈનલ રવિવારે એટલે કે આજે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત પ્રથમ બોલિંગ કરશે. બંને ટીમોની મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યાથી આમને-સામને જોવા મળશે.
શ્રીલંકાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી
એશિયા કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે. આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમે સુપર 4 મુકાબલામાં શ્રીલંકાને 41 રને હરાવ્યું હતું. પરંતુ ત્યાં બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા, તેથી ભારતીય ટીમ આ મેચમાં બેટિંગ પર વિશેષ ધ્યાન આપવા માંગશે. શ્રીલંકાએ પણ આવું જ કંઈક કરવું પડશે જે ભારત સામે લો સ્કોરિંગ મેચ હારી ગયું હતું. ભારતની નજર તેના 8મા એશિયા કપના ખિતાબ પર હશે, જ્યારે શ્રીલંકા 7મી વખત એશિયાની ચેમ્પિયન બનવા માંગશે. ગયા વર્ષે શ્રીલંકાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને T20 એશિયા કપ જીત્યો હતો.
It's time for the #AsiaCup2023 Final 🎆
Sri Lanka have won the toss and opted to bat first against India 🏏 pic.twitter.com/DhyCApolfH
— ICC (@ICC) September 17, 2023
ભારતે સૌથી વધુ વખત જીત્યો એશિયા કપ
ભારત આઠમી વખત ટ્રોફી જીતવાના ઈરાદા સાથે ટુર્નામેન્ટમાં ઉતરશે. ભારત એવી ટીમ છે જેણે સૌથી વધુ સાત વખત એશિયા કપ જીત્યો છે. તે પછી શ્રીલંકા છે જેણે 6 વખત ખિતાબ જીત્યો છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ પાંચ વર્ષથી ચાલી રહેલા ખિતાબના દુકાળને ખતમ કરવા માટે પ્રયત્ન કરશે. ભારતે છેલ્લે 2018માં ટ્રોફી જીતી હતી. ત્યારબાદ રોહિતના નેતૃત્વમાં ભારતે એશિયા કપની ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. વળી, દાસુન શનાકાની કેપ્ટનશીપવાળી શ્રીલંકાની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ગયા વર્ષે શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવીને ટ્રોફી કબજે કરી હતી.
All eyes 👀 on the prize 🏆
Grand finale time ⏳#TeamIndia | #AsiaCup2023 | #INDvSL pic.twitter.com/8BzKFlOWwY
— BCCI (@BCCI) September 17, 2023
ટૂર્નામેન્ટમાં કેવું રહ્યું પ્રદર્શન ?
ભારત વર્તમાન ટુર્નામેન્ટમાં અત્યાર સુધી પાંચ મેચ રમ્યું છે, જેમાંથી ત્રણમાં તેણે જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગ્રુપ સ્ટેજમાં ભારતની પાકિસ્તાન સામેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. આ પછી રોહિત બ્રિગેડે સુપર-4 માં પાકિસ્તાનને 228 રને અને શ્રીલંકાને 41 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સુપર-4 ની છેલ્લી મેચમાં ભારતને બાંગ્લાદેશના હાથે 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકાએ પાંચમાંથી ચાર મેચ જીતી હતી. શ્રીલંકાએ પાકિસ્તાન સામે 2 વિકેટે રોમાંચક જીત હાંસલ કરીને ટાઇટલ મેચમાં પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો - Asia Cup 2023 : બાંગ્લાદેશે ભારતને 6 રને હરાવ્યું, ગીલ-અક્ષરનું શ્રેષ્ઠ પ્રદર્શન
આ પણ વાંચો - Asia Cup : શ્રીલંકાએ રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનને 2 વિકેટે હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે