Ahmedabad : દેશી દારુ ભરેલી ગાડીએ પોલીસની ગાડીને ટક્કર મારતાં ASI નું મોત
Ahmedabad police : અમદાવાદ (Ahmedabad )માં બુટલેગરો બેફામ બન્યા છે. અમદાવાદ (Ahmedabad )ના કણભામાં બુટલેગરની દેશી દારુ ભરેલી ગાડીએ પોલીસની ગાડીને ટક્કર મારતાં ASIનું મોત થયું છે, જ્યારે એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયો છે જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે હત્યા સહિતના ગુના નોંધી આરોપીને પકડવા ટીમો બનાવી છે.
પોલીસ તંત્રમાં દોડધામ
અમદાવાદના કણભામાં બુટલેગરોએ પોલીસની ગાડીને ટક્કર મારતાં ASIનું મોત થયું છે. બુટલેગરોની ગાડીમાં દેશી દારુનો 14 હજાર રુપિયાનો મુદ્દામાલ હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ઘટના બાદ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
ASI બળદેવ નિનામાનું મોત
સમગ્ર મામસે એસપી અમદાવાદ ગ્રામ્ય મેઘા તેવારે કહ્યું કે ASI બળદેવ નિનામાનું મોત થયું છે. બુટલેગરે પોલીસ ગાડીને ટક્કર મારી છે.
દેશી દારૂનો 14 હજારનો મુદ્દામાલ ગાડીમાં હતો અને ખેડા જિલ્લામાંથી આ દેશી દારુ લાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે
મૃતક ASI નું પોસ્ટ મોર્ટમ ચાલી રહ્યું છે અને અન્ય ઇજાગ્રસ્ત પોલીસકર્મીની પણ સારવાર ચાલી રહી છે.
શંકાસ્પદ દારૂની ગાડીને PCR વાને રોકી
મળેલી માહિતી મુજબ શંકાસ્પદ દારૂની ગાડીને PCR વાને રોકી હતી જેથી બુટલેગરે PCR વાનને ટક્કર મારતા ASIનું મોત નીપજ્યું હતું.
દેશી દારૂ ભરેલી ગાડી ખેડા તરફથી આવતી હોવાનું ખુલ્યું છે. પોલીસ કર્મી બળદેવજી નીનામાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. સમગ્ર મામલે પોલીસે હત્યાની કલમ સહીતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાડી માલિક સહિતના લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદમાં બુટલેગરોએ બેફામ બનીને એક પોલીસ કર્મીનો જીવ લીધો છે પણ ગુજરાતમાં ભુતકાળમાં આ પ્રકારના બનાવો બનેલા છે જેમાં બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યો છે.
આ પણ વાંચો---RAJKOT માં બાળકો પાસે ભિક્ષાવૃતી કરવાનાર સામે કાર્યવાહી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ