ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Asaduddin Owaisi ની એક ભૂલથી જઇ શકે છે તેમનું સભ્યપદ

Asaduddin Owaisi : 25 જૂનના રોજ લોકસભામાં સાંસદોએ સભ્યપદના શપથ ગ્રહણ કર્યા હતા. દરમિયાન AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. જોકે, આ દરમિયાન તેમણે જય પેલેસ્ટાઈન કહ્યું હતું. જેના પર હવે શાસક પક્ષ...
01:54 PM Jun 26, 2024 IST | Hardik Shah
featuredImage featuredImage
Asaduddin Owaisi

Asaduddin Owaisi : 25 જૂનના રોજ લોકસભામાં સાંસદોએ સભ્યપદના શપથ ગ્રહણ કર્યા હતા. દરમિયાન AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. જોકે, આ દરમિયાન તેમણે જય પેલેસ્ટાઈન કહ્યું હતું. જેના પર હવે શાસક પક્ષ તરફથી પ્રતિક્રિયા આવી છે. તેમના આ બોલવા (જય પેલેસ્ટાઇન) પર તેમના વિરુદ્ધ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઓવૈસીની વધી શકે છે મુશ્કેલી

એડવોકેટ વિનીત જિંદાલે એક સોશિયલ મીડિયા (Social Media) પોસ્ટમાં દાવો કર્યો છે કે તેમણે ભારતના બંધારણના અનુચ્છેદ 103 હેઠળ રાષ્ટ્રપતિ સમક્ષ ફરિયાદ કરી છે, જેમાં તેમણે પેલેસ્ટાઈન પ્રત્યે પોતાની નિષ્ઠા બતાવવા માટે ઓવૈસીને કલમ 102(4) હેઠળ ગેરલાયક ઠેરવવા માંગ ઉઠી છે. જણાવી દઇએ કે, લોકસભામાં શપથ લેતી વખતે તેમણે કહ્યું હતું કે, જય પેલેસ્ટાઈન. જેના પર શાસક પક્ષ તરફથી લોકોની પ્રતિક્રિયા સતત આવી રહી છે. ભાજપના ઘણા નેતાઓએ અસદુદ્દીન ઓવૈસીનું સભ્યપદ નાબૂદ કરવાની પણ માંગ કરી છે. નેતાઓની સતત પ્રતિક્રિયાઓ વચ્ચે હવે હનુમાનગઢીના મહંત રાજુ દાસનું એક નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેઓ ઓવૈસીની સંસદમાંથી સદસ્યતા હટાવવાની પણ માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, એડવોકેટ હરિ શંકર જૈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી દ્વારા ગૃહના સભ્ય તરીકે શપથ લેતી વખતે ઉપયોગમાં લેવાતા "Jai Palestine" શબ્દો પર પત્ર લખ્યો છે. તેમણે રાષ્ટ્રપતિને 25.06.2024ના રોજ સંસદ સભ્ય તરીકે શપથ લેતી વખતે "વિદેશી રાજ્ય એટલે કે પેલેસ્ટાઈન પ્રત્યે તેમની નિષ્ઠા અને પાલન કરવા બદલ" સાંસદને ગેરલાયક ઠેરવવા વિનંતી કરી છે.

શું શપથ લેતી વખતે બીજા દેશનું નામ લઇ શકાય?

સાંસદ તરીકે સભ્યપદ લેતી વખતે અત્યાર સુધી સાંસદ પોતાના રાજ્ય અને દેશની જ વાત કરતા હતા. આ પ્રથમ કિસ્સો છે જ્યારે કોઈ નેતાએ આ સમયગાળા દરમિયાન બીજા દેશ માટે નારા લગાવ્યા હોય. હવે આ મામલે સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુનું નિવેદન પણ આવ્યું છે. એક અહેવાલ મુજબ તેમણે કહ્યું કે પેલેસ્ટાઈન કે કોઈ દેશ સાથે અમારી કોઈ દુશ્મની નથી. એકમાત્ર સમસ્યા એ છે કે શું સભ્યએ શપથ દરમિયાન બીજા દેશ વિશે વાત કરવી જોઈએ. આપણે આ અંગેના નિયમો તપાસવાના રહેશે.

ઓવૈસીએ સંસદમાં શું કહ્યું હતું?

18મી લોકસભાના પ્રથમ સત્રના બીજા દિવસે AIMIMના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શપથ લીધા બાદ જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. શપથ લીધા બાદ તેમણે પહેલા જય ભીમ બોલ્યા, ત્યાર બાદ તેમણે જય મીમ, જય તેલંગાણા અને જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા. ઓવૈસીએ 5મી વખત લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા. આ પછી તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, હું ભારતના હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના મુદ્દાઓને ઈમાનદારીથી ઉઠાવતો રહીશ. પરંતુ પેલેસ્ટાઈન અંગેના સૂત્રોચ્ચાર બાદ રાજકારણ ગરમાયું હતું, ત્યારબાદ અધ્યક્ષે તેમને રેકોર્ડમાંથી હટાવી દીધું હતું.

આ પણ વાંચો - AIMIM: અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં જય ફિલિસ્તાનનો નારો લગાવ્યો

આ પણ વાંચો - Parliament Oath Ceremony: બંધારણની નકલ હાથ રાખીને અનોખા અંદાજમાં સાંસદ રાહુલ ગાંધીએ લીધા શપથ

Tags :
Advocate Vineet JindalAIMIMArticle 102(4)Article 103Asaduddin Owaisi Jai Palestin statement NewsAsaduddin Owaisi lok sabhaAsaduddin Owaisi lok sabha videoAsaduddin Owaisi newsAsaduddin Owaisi oathAsaduddin owaisi over Jai Palestine statement Mahant Raju Das reaction NewsAsaduddin Owaisi palestineasaduddin-Owaisibjp leadersComplaint to President Droupadi Murmuconstitution of indiaDisqualification DemandGujarat FirstHanuman Garhi Mahant Raju DasHardik ShahHyderabad MPJai BhimJai MeemJai PalestinJai PalestineJai TelanganaLok Sabha OathMahant Raju Das Said Asaduddin Owaisi Membership be terminatedMembership RevocationParliamentary Affairs Minister Kiren RijijuRuling Party ResponseSloganeering for Foreign CountrySocial media postUp News