ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચીનનું રોકેટ લોન્ચ થવાની સાથે જ નષ્ટ, દુનિયાભરમાં ઉડ્યો ડ્રેગનનો મજાક, Video

Tianlong-3 Accidental Launch : વિશ્વભરના દેશો સતત અવકાશના રહસ્યો (Mysteries of Space) ઉકેલવા માટે રોકેટ લોન્ચ કરી રહ્યા છે. જો કે આ વખતે ચીનની એક ભૂલ તેને આખી દુનિયામાં મજાકનો વિષય બનાવી રહી છે. ચીનનું સૌથી શક્તિશાળી રોકેટ 'Tianlong-3' આકસ્મિક...
06:36 PM Jul 03, 2024 IST | Hardik Shah
Chinese Rocket Tianlong-3 Accidental Launch

Tianlong-3 Accidental Launch : વિશ્વભરના દેશો સતત અવકાશના રહસ્યો (Mysteries of Space) ઉકેલવા માટે રોકેટ લોન્ચ કરી રહ્યા છે. જો કે આ વખતે ચીનની એક ભૂલ તેને આખી દુનિયામાં મજાકનો વિષય બનાવી રહી છે. ચીનનું સૌથી શક્તિશાળી રોકેટ 'Tianlong-3' આકસ્મિક રીતે લોન્ચ થયું અને 50 સેકન્ડ સુધી ઉડાન ફર્યા બાદ નષ્ટ થઇ ગયું હતું. વિસ્ફોટ (Explosion) એટલો જોરદાર હતો કે દૂર દૂર સુધી ધુમાડો દેખાઈ રહ્યો હતો. આ ઘટનાએ ચીનની શી જિનપિંગ સરકારને બેકફૂટ પર લાવી દીધી છે અને સરકારે આ મામલે તપાસ પણ શરૂ કરી દીધી છે.

આકસ્મિક લોન્ચ અને વિસ્ફોટ

માહિતી અનુસાર, 'તિયાનલોંગ-3' રોકેટને હજી લોન્ચ કરવાનો સમય નહોતો અને ભૂલથી તેને લોન્ચ કરવામાં આવ્યું અને આ વિસ્ફોટ થયો. ચીની સરકારે આ ઘટનાને લઈને એક ખાનગી કંપનીને જવાબદાર ઠેરવી છે. સદ્ભાગ્યે, જ્યાં રોકેટ પડ્યું તે વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો, જો તેમ ન કરવામાં આવ્યું હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત. જવાબદાર કંપની 'સ્પેસ પાયોનિયર'ના જણાવ્યા મુજબ, હેનાન પ્રાંતના ગોંગી કાઉન્ટી કેન્દ્રમાં ગ્રાઉન્ડ ટેસ્ટ દરમિયાન 'તિયાનલોંગ-3' અનપેક્ષિત રીતે લોન્ચ થયું. 'સ્પેસ પાયોનિયર', 'બેઇજિંગ તિયાનબિંગ ટેકનોલોજી' તરીકે પણ ઓળખાય છે. આ કંપનીએ એપ્રિલ 2023માં 'તિયાનલોંગ-2'ને સફળતાપૂર્વક લોન્ચ કરીને ભ્રમણકક્ષામાં પહોંચાડ્યું હતું. 'તિયાનલોંગ-3' ચીનના સૌથી શક્તિશાળી રોકેટોમાંનું એક ગણાય છે. તેને 'તિયાનલોંગ-2' કરતા વધુ શક્તિશાળી બનાવવામાં આવ્યું હતું. આ રોકેટ પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં 17 ટન પેલોડ લઈ જવાની ક્ષમતા ધરાવે છે, જે તેના પૂર્વવર્તીની 2 ટન ક્ષમતા કરતાં ઘણી વધારે છે. કંપનીએ જણાવ્યું કે સદનસીબે ગોંગી શહેરના પહાડી વિસ્તારમાં રોકેટ પડ્યું અને કોઈને ઇજા થઈ નથી કારણ કે વિસ્તારમાં પહેલાથી જ ખાલી કરાવી દેવાયો હતો.

ચીની સરકારે શરૂ કરી તપાસ

રોકેટના આકસ્મિક લોન્ચ અને હવામાં વિસ્ફોટની ઘટનાની તપાસ ચીની સરકારે શરૂ કરી છે. 'સ્પેસ પાયોનિયર' પુનઃઉપયોગી રોકેટ વિકસાવતી ખાનગી અંતરિક્ષ ક્ષેત્રની કંપનીઓમાંની એક છે, જે ચીનને 'સ્પેસએક્સ'ના 'સ્ટારલિંક'ની બરાબરીમાં પોતાનું સેટેલાઇટ નક્ષત્ર સ્થાપિત કરવામાં મદદ કરશે. 'સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ'ના અહેવાલ અનુસાર, ગોંગી શહેરના રહેવાસીઓએ આ ઘટનાની તસવીરો ઓનલાઇન શેર કરી છે, જેમાં રોકેટને આકાશમાં ઉડતા, ધુમાડાનો અંક છોડી, જમીન પર પડતો જોઈ શકાય છે. રોકેટમાં કેરોસિન અને પ્રવાહી ઑક્સિજનનું બળતણ હતું અને આકસ્મિક વિસ્ફોટ સમયે મોટો વિસ્ફોટ થયો.

આ પણ વાંચો - Kamala Harris :ડિમેન્શિયાથી પીડિત છે જો બાયડન, કમલા હેરિસ લઇ શકે છે તેમનું સ્થાન’: અમેરિકન પત્રકારનો મોટો દાવો

આ પણ વાંચો - International Plastic Bag Free Day 2024: આ દિવસની શરુઆત આ માન્યતા સાથે યુરોપે વર્ષ 2009 માં કરી હતી

Tags :
accidental rocket launchBeijing Tianbing TechnologyChinChina NewsChina powerful rocket launched by mistakeChina rocket launchChinese RocketChinese Rocket Tianlong-3 Accidental LaunchGongyi CountyGujarat FirstHardik ShahHenan provinceInternational NewsMission failspowerful rocketreusable rocketsrocket explosionrocket malfunctionrocket payload capacityrocket testingsatellite constellationspace investigationspace NewsSpace PioneerTianlong-3world news
Next Article