Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધોરાજીમાં 6 કલાકમાં 10 ઈંચ જેટલો પડ્યો વરસાદ, વાહનો તરતા જોવા મળ્યા

રાજ્યમાં ઘણા જિલ્લાઓ એવા છે કે, જ્યા મેઘાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. જેમા રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મૂસળધાર વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. ધોરાજીમાં 6 કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ પડતા શહેર જળબંબાકાર બની ગયું...
ધોરાજીમાં 6 કલાકમાં 10 ઈંચ જેટલો પડ્યો વરસાદ  વાહનો તરતા જોવા મળ્યા

રાજ્યમાં ઘણા જિલ્લાઓ એવા છે કે, જ્યા મેઘાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. જેમા રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મૂસળધાર વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. ધોરાજીમાં 6 કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ પડતા શહેર જળબંબાકાર બની ગયું છે. 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે.

Advertisement

ધોરાજીમાં 6 કલાકમાં 10 ઈંચ જેટલો ખાબક્યો વરસાદ

ગુજરાતમાં ભારે વરસાદના કારણે ઘણા જિલ્લાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. રાજકોટના ધોરાજીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અહીં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. બહારપુરા વિસ્તારમાં પણ લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. કુંભારવાડા, વડલીચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોરાજીમા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદથી બજારમાં પાર્ક કરેલી ગાડીઓ ડૂબતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શાક માર્કેટ વિસ્તારમાં પણ ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા છે. મળી રહેલી માહિતી અનુસાર, ધોરાજીના ફરેણી રોડ પર નદી કાંઠા વિસ્તારમાં રહેતા 70 લોકોનું સ્થળાંતર કરાયું છે. અનરાધાર વરસાદને કારણે રામપરા તેમજ ફરેણી પંચનાથ મહાદેવ મંદિર વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

Advertisement

સુરત કોઝવેના જળસ્તરમાં 7 મીટરનો વધારો

Advertisement

ભારે વરસાદના કારણે રસ્તાઓ અને મેદાનો તળાવ બની ગયા છે. અચાનક વાદળ ફાટવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે 21મી જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં પડતા સુરત સહિત અન્ય કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા ચાર દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે ઉકાઈ ડેમની જળસપાટીમાં 4 ફૂટનો વધારો થયો છે. આ વધારો તાપી નદીને સીધી અસર કરે છે, જેના કારણે સુરત કોઝવેના જળસ્તરમાં 7 મીટરનો વધારો થયો છે. જેના કારણે કોઝવે પર વાહન વ્યવહાર થંભી ગયો છે.

સુરત ઉપરાંત ગીર સોમનાથમાં પણ આજે બપોર સુધીમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જેમાં 2 કલાકના ટૂંકા ગાળામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. બપોરે 12 વાગ્યા સુધીમાં ગુજરાતના અનેક તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં કોડીનાર, સુરત શહેર, પાટણ-વેરાવળ, સુત્રાપરા અને તાલાલાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો –Gujarat Rainforecast : દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

આ પણ વાંચો – ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ, હરિદ્વારમાં એલર્ટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.