Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અરવિંદ કેજરીવાલ Modern Day ના મહાત્મા ગાંધી છે : AAP નેતા રાઘવ ચડ્ડા

દિલ્હીના કથિત દારૂ કૌંભાડને લઇને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે CBI દ્વારા બોલાવવામાં આવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ પર સતત શાંબ્દિક હુમલો કરી રહ્યા છે. કથિત દારૂ કૌભાંડના તાર હવે ધીમે ધીમે AAPના ઘણા નેતાઓ સુધી પહોંચી...
અરવિંદ કેજરીવાલ modern day ના મહાત્મા ગાંધી છે   aap નેતા રાઘવ ચડ્ડા

દિલ્હીના કથિત દારૂ કૌંભાડને લઇને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે CBI દ્વારા બોલાવવામાં આવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ પર સતત શાંબ્દિક હુમલો કરી રહ્યા છે. કથિત દારૂ કૌભાંડના તાર હવે ધીમે ધીમે AAPના ઘણા નેતાઓ સુધી પહોંચી રહ્યા છે. ત્યારે AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ હવે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં CBI દ્વારા પૂછપરછ માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બોલાવવા બદલ ભાજપ પર શાંબ્દિક હુમલો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે, તેથી AAPને કચડી નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ આમ આદમી પાર્ટીને નુકસાન પહોંચાડી શકશે નહીં. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ આજના સમયના મહાત્મા ગાંધી છે.

Advertisement

AAP એ આંદોલનના ગર્ભમાંથી જન્મેલી પાર્ટી છે : રાઘવ ચઢ્ઢા

AAP ના પૂર્વ મંત્રી આતિષી અને હવે સાંસદ રાઘવ ચઢ્ઢાએ પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, અરવિંદ કેજરીવાલે ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે. માત્ર કેજરીવાલ દિવસ-રાત તેના સપનામાં આવે છે અને તેને ઊંઘમાં ડરાવે છે. CBI નું આ સમન ભાજપનો 'કેજરીવાલ ફોબિયા' દર્શાવે છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે અમે તમારી CBI-ED થી ડરતા નથી. રાઘવ ચઢ્ઢાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ મોટો દાવો કર્યો છે. AAP નેતાઓએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ આજના મહાત્મા ગાંધી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) જાણે છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમને ખતમ કરી દેશે. આ જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીને રાજકીય રીતે મારવા માંગે છે, પરંતુ તેઓ કેજરીવાલના વાળ પણ વાંકો નહીં કરી શકે. આમ આદમી પાર્ટીના લોકો એ માટીના નથી જે ભાજપના લોકોથી ડરી જશે. AAP એ આંદોલનના ગર્ભમાંથી જન્મેલી પાર્ટી છે. CM કેજરીવાલ એ ફૌલાદનું નામ છે જે તમારી ED-CBI થી ડરતા નથી, જ્યારે પંજાબમાં આ દારૂની નીતિ લાગુ કરવામાં આવી ત્યારે ત્યાંની આવકમાં 40 ટકાનો વધારો થયો હતો. જેનાથી ખબર પડી કે દોષ ભાજપમાં છે.

Advertisement

AAP નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહે શું કર્યું ટ્વીટ?

Advertisement

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહે પણ CBI દ્વારા CM અરવિંદ કેજરીવાલને નોટિસ જારી કરવા અંગે ટ્વીટ કર્યું છે. સંજય સિંહે ટ્વીટ કરીને લખ્યું કે અત્યાચારનો ચોક્કસ અંત આવશે. વળી, AAP સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, CBI નું સમન્સ CM અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવ્યું છે. હું PM નરેન્દ્ર મોદીને આ કહેવા માંગુ છું કે તમે અને તમારી સરકાર ભ્રષ્ટાચારમાં ડીબેલી છે. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલની આ લડાઈ સમન્સ મોકલીને અટકશે નહીં.

આપને જણાવી દઈએ કે, દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ બાદથી AAP સાંસદ રાઘવ ચઢ્ઢા સતત ભાજપ, તપાસ એજન્સીઓ અને મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. આ પહેલા દારુ કૌભાંડ મામલે ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, દેશની સૌથી મોટી પાર્ટી તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવા મક્કમ છે. ફીડબેક યુનિટની આડમાં મનીષ સિસોદિયા પર ખોટી કાર્યવાહી કરવામાં આવી હતી. હવે ભાજપના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે સિસોદિયાએ PM અને BJP ના અન્ય નેતાઓની જાસૂસી કરી છે. આની આડમાં તેઓ હવે CBI તપાસમાં CM અરવિંદ કેજરીવાલને ફસાવવા માંગે છે.

આ પણ વાંચો - મહારાષ્ટ્રના રાયગઢમાં બસ 150 ફૂટ ઉંડી ખીણમાં પડતા 12 લોકોના કરૂણ મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.