Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Arunachal Pradesh : હોસ્ટેલમાં સિનીયર અને જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, સ્કૂલ પ્રશાસને લીધું એક્શન...

અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના ચાંગલાંગ જિલ્લાની એક સરકારી શાળામાં સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓને માર મારવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, શાળાના ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં તેમના વરિષ્ઠોએ કથિત રીતે માર માર્યો હતો. બુધવારે આ અંગે માહિતી...
arunachal pradesh   હોસ્ટેલમાં સિનીયર અને જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી  સ્કૂલ પ્રશાસને લીધું એક્શન

અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના ચાંગલાંગ જિલ્લાની એક સરકારી શાળામાં સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓને માર મારવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, શાળાના ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં તેમના વરિષ્ઠોએ કથિત રીતે માર માર્યો હતો. બુધવારે આ અંગે માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી રહી છે. દરમિયાન, શાળાના આચાર્ય રાજીવ રંજને જણાવ્યું હતું કે શાળા વહીવટીતંત્રે મંગળવારે બનેલી ઘટનામાં કથિત રીતે સામેલ પાંચ વરિષ્ઠ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસે આ ઘટના સંદર્ભે FIR પણ નોંધી છે.

Advertisement

'વિદ્યાર્થીઓની ઓળખની પ્રક્રિયા ચાલી રહી છે'

અહેવાલો અનુસાર, બોરડુમસા સ્થિત જવાહર નવોદય વિદ્યાલયના જુનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં 11 ધોરણના ઘણા વિદ્યાર્થીઓ દ્વારા કથિત રીતે લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો . ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. આચાર્ય રાજીવ રંજને શિસ્ત કાર્યવાહી સમિતિની બેઠક બોલાવી હતી. બેઠકમાં, સમિતિના સભ્યોએ પાંચ વરિષ્ઠ વિદ્યાર્થીઓને ધોરણ 8 ના વિદ્યાર્થીઓ પર હુમલો કરવા અને માનસિક આઘાત પહોંચાડવા માટે દોષિત ઠેરવ્યા હતા. ચાંગલાંગના પોલીસ અધિક્ષક કિર્લી પાડુએ જણાવ્યું હતું કે આરોપી વિદ્યાર્થીઓની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને પોલીસ પીડિતો સાથે વાત કરશે.

'આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે'

પોલીસ અધિક્ષક પદુએ ઘાયલ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને ખાતરી આપી કે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. પ્રિન્સિપાલે કહ્યું, 'આ ઘટનામાં સામેલ વિદ્યાર્થીઓને અમે પહેલાથી જ સસ્પેન્ડ કરી દીધા છે. આ એક અલગ બાબત છે. આ પાછળનું કારણ જાણીશું. પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે આવા પગલાંનો અમલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે શાળામાં ધોરણ 6 થી 12 સુધીના વર્ગો ચાલે છે અને તેમાં છોકરીઓ સહિત કુલ 530 વિદ્યાર્થીઓ છે.

Advertisement

આ પણ વાંચો : Jammu and Kashmir ના ડોડામાં 3 આતંકવાદીઓ ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ…

આ પણ વાંચો : Delhi Liquor Policy Case : Arvind Kejriwal ને મોટો ફટકો, 3 દિવસની CBI કસ્ટડીમાં મોકલાયા…

Advertisement

આ પણ વાંચો : શું ખરેખર Rahul Gandhi અને Akhilesh Yadav વચ્ચે મતભેદ છે?, ગૃહમાં જોવા મળ્યા એવા દ્રશ્યો કે…

Tags :
Advertisement

.