Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું

બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે હાલમાં તેમનું આગમન અમદાવાદ એરપોર્ટ પર થઇ ગયું છે. એરપોર્ટ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. યહ્માન દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીનું સ્વાગત કરવામાં આવ્યું છે. બાબાના સ્વાગતમાં લક્ઝુરીયસ કારનો કાફલો...
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાતમાં એન્ટ્રી  અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું

બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે હાલમાં તેમનું આગમન અમદાવાદ એરપોર્ટ પર થઇ ગયું છે. એરપોર્ટ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. યહ્માન દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીનું સ્વાગત કરવામાં આવ્યું છે. બાબાના સ્વાગતમાં લક્ઝુરીયસ કારનો કાફલો પણ જોવા મળ્યો છે.

Advertisement

ફુલહાર પહેરાવી બાબા બાગેશ્વરનું સ્વાગત કરવામાં આવ્યુ. ધીરેન્દ્ર શાસ્ત્રી પણ ભક્તોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા. ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સૌથી પહેલા અમદાવાદમાં વટવા ખાતે દેવકીનંદન મહારાજના એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. એમના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ પર ખાનગી સંસ્થાના સુરક્ષા જવાનો મૂકી દેવામાં આવ્યા હતા. જ્યારે સાધુ સંતોનો સંઘ પણ એરપોર્ટ એમને આવકારવા માટે પહોંચ્યો હતો.

Advertisement

અમદાવાદના ચૌહાણ પેલેસ પહોંચ્યા છે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી. ત્યાં તેમણે દેવકીનંદન મહારાજ સાથે મુલાકાત કરી છે. તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે એક્સક્લુઝીવ વાતચિત કરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, ગુજરાત ભક્તિનો પ્રદેશ છે. અહીં અત્ર-તત્ર-સર્વત્ર ભક્તિ છે. ગુજરાત પર એ જ કહેવું છે કે દ્વારકાધીશની કરૂણા આવી રીતે જ વરસતી રહે સૌના પર. સનાતન એકતાનો, ભારત હિંદુ રાષ્ટ્રનો અને જાતિવાદથી ઉપનો સંદેશો આપીશ. સનાતન માટે અમે કંઈ નહી કરીએ સનાતન હિંદુ કરશે. રાવણના ખાનદાનના છીએ. ધન્યવાદ.

Advertisement

બાબાના આગમનને લઈને ચૌહાણ પેલેસમાં ભવ્ય તૈયારીઓ પણ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, 29 અને 30 મેના રોજ અમદાવાદના ચાણક્યપુરીમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે. સેક્ટર-6ના મેદાનમાં સાંજે 5 વાગ્યાથી મોડી રાત સુધી શ્રદ્ધાળુંઓ બાબા બાગેશ્વર સાથે સંવાદ કરી શકશે. અમદાવાદ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ જશે. તે પહેલા 26 મેના રોજ બાબા બાગેશ્વરનો સુરતના લિંબાયતમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડમાં કાર્યક્રમ છે. અહીં બે દિવસનો દરબાર ભરાશે. ધીરેન્દ્ર શાસ્ત્રી 26 અને 27 મેના રોજ સુરતમાં દરબાર કરવાના છે.

આ પણ વાંચો : Baba Bageshwar આજથી ગુજરાતમાં, સુરત રાજકોટ અને અમદાવાદમાં યોજાશે દિવ્ય દરબાર

Tags :
Advertisement

.