Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Aravalli : સાબર ડેરીનાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈ HC નો મહત્ત્વનો આદેશ

સાબર ડેરીનાં ચેરમેનની ચૂંટણી મામલે હાઇકોર્ટનો ચુકાદો આગામી ત્રણ સપ્તાહમાં સાબર ડેરીમાં ચૂંટણી કરવા નિર્દેશ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હજુ પણ બાકી Aravalli : સાબર ડેરીનાં (Saber Dairy) ચેરમેનની ચૂંટણી મામલે હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટનાં આદેશ...
aravalli   સાબર ડેરીનાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈ hc નો મહત્ત્વનો આદેશ
  1. સાબર ડેરીનાં ચેરમેનની ચૂંટણી મામલે હાઇકોર્ટનો ચુકાદો
  2. આગામી ત્રણ સપ્તાહમાં સાબર ડેરીમાં ચૂંટણી કરવા નિર્દેશ
  3. ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હજુ પણ બાકી

Aravalli : સાબર ડેરીનાં (Saber Dairy) ચેરમેનની ચૂંટણી મામલે હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટનાં આદેશ મુજબ, આગામી ત્રણ સપ્તાહમાં સાબર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવવી જોઈએ. બાયડનાં પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ આ મામલે અગાઉ હાઇકોર્ટ (Gujarat High Court) પહોંચ્યા હતા. હાઇકોર્ટનાં આદેશને લઈ સાબરકાંઠાનાં (Sabarkantha) સરકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Morbi : મણી મંદિર પરિસરમાં દરગાહનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા શહેરનાં યુવાનો મેદાને, કહ્યું - આ ધરોહરને..!

Advertisement

આગામી ત્રણ સપ્તાહમાં સાબર ડેરીમાં ચૂંટણી કરવા નિર્દેશ

અરવલ્લીની (Aravalli) સાબર ડેરીમાં (Saber Dairy) ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હજુ પણ બાકી છે. આ મામલે બાયડનાં પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ (Jashubhai Patel) હાઇકોર્ટ પહોંચ્યા હતા. આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી અને કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે આગામી ત્રણ સપ્તાહમાં સાબર ડેરીમાં ચૂંટણી કરવા નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટનાં આ આદેશને લઈ સાબરકાંઠાનાં (Sabarkantha) સરકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ પણ વાંચો - Sadasyata Abhiyan 2024 : CM એ પ્રાથમિક સભ્યપદ લીધું, PM મોદીનાં ગુજરાત પ્રવાસને લઇ CR પાટીલની ખાસ જાહેરાત!

Advertisement

બંને જિલ્લાનાં દૂધ ઉત્પાદકોને નુકસાન થઈ રહ્યું હતું : ડિરેક્ટર જશુભાઈ પટેલ

સાબર ડેરીનાં ડિરેક્ટર જશુભાઈ પટેલે જણાવ્યું કે, સાબર ડેરીનાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી મોકૂફ રહેતા બંને જિલ્લાનાં દૂધ ઉત્પાદકોને ભારે નુકસાન થઈ રહ્યું હતું. આથી, મને થયું કે દૂધ ઉત્પાદકો અને સાબર ડેરીનાં હિત માટે હાઈકોર્ટમાં જવું ખૂબ જ જરૂર છે. અમે, આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં દાદ માગી હતી. નામદાર કોર્ટે હવે ત્રણ સપ્તાહમાં ચૂંટણી યોજવા આદેશ કર્યો છે. આથી, અમને ખૂબ જ ખુશી છે.

આ પણ વાંચો - Suicide : સુરતમાં MBBS ઇન્ટનશિપ કરતાં 25 વર્ષીય તબીબે ગળે ફાંસો ખાધો, અમદાવાદમાં વેપારીનો આપઘાત

Tags :
Advertisement

.