Aravalli : દેવ દિવાળીએ પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, એક બાળકી સહિત 4 સભ્યનાં મોત
- Aravalli ના મોડાસા પાસે હાઇવે પર ગોઝારો અકસ્માત
- ગળાદર પાસેનાં અકસ્માતમાં પરિવારનાં 4 લોકોનાં મોત
- પુલ પરથી કાર નીચે ખાબકતા બન્યો બનાવ
- એક મહિલા, બે પુરુષ અને એક બાળકીનું મોત
અરવલ્લી જિલ્લાનાં (Aravalli) મોડાસા પાસે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર ગોઝારા અક્સમાતની ઘટના બની છે. ગળાદર પાસેનાં પુલ પરથી કાર નીચે ખાબકતા અકસ્માતમાં 4 લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી છે. મૃતકોમાં એક જ પરિવારનાં એક મહિલા, બે પુરુષ અને એક બાળકી સામેલ છે. આ મામલે ટીંટોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Porbandar : મધદરિયે મેગા ઓપરેશન! 500 કિલો ડ્રગ્સ, 6 ઇરાની શખ્સની ધરપકડ
કાર પુલ પરથી નીચે ખાબકી, એક જ પરિવારનાં 4 નાં મોત
અરવલ્લી જિલ્લાનાં (Aravalli) મોડાસા પાસે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર (Ahmedabad-Udaipur National Highway) ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, શામળાજી મંદિરે (Shamlaji Temple) દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને મોડાસાનાં ગળાદર નજીક નેશનલ હાઈવે પરનાં પુલ પર ભયંકર અકસ્માત નડ્યો હતો. પરિવારની કાર પુલ પરથી નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં કારમાં સવાર પરિવારનાં સભ્યો પૈકી 4 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. મૃતકોમાં એક મહિલા, બે પુરુષ અને એક બાળકી સામેલ છે.
આ પણ વાંચો - Khyati Hospital : કોઇપણ વ્યક્તિ છટકી ન શકે તેવી કલમો ઉમેરવામાં આવી છે : હર્ષ સંઘવી
અકસ્માત પાછળનું કારણ અકબંધ
આ ઘટનાની જાણ થતાં ટીંટોઈ પોલીસની (Tintoi Police) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને શામળાજી સિવિલ હોસ્પિટલ (Shamlaji Civil Hospital) PM માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, અકસ્માત કયાં કારણસર થયો તે પાછળનું સાચું કારણ હાલ જાણી શકાયું નથી. પરંતુ, દેવ દિવાળીનાં દિવસે એક જ પરિવારનાં ચાર સભ્યોનાં મોત નીપજતાં પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.
આ પણ વાંચો - Ahmedabad : બોપલમાં વધુ એક હત્યાનો બનાવ, શખ્સનો મૃતદેહ મળતા ચકચાર!