AR Rahman ના સમર્થનમાં આવી પત્ની Saira Banu, કહ્યું... મને તેમનામાં અતૂટ વિશ્વાસ!
- AR Rahman નું સમર્થન Saira Banu કરતી જોવા મળી
- કૃપા કરીને AR Rahman વિશે કોઈ ખોટી વાત ન ફેલાવો
- AR Rahman ના નામને અન્ય કોઈ સાથે જોડવાનું બંધ કરો
AR Rahman Saira Banu Divorce : તાજેતરમાં AR Rahman એ પોતાના લગ્નજીવન સાથે સંકળાયેલા સમાચાર આપીને સમગ્ર દેશને ચોંકાવી નાખ્યો હતો. કારણે કે.... AR Rahman એ તેમની પત્ની Saira Banu ને તેની મરજી સાથે છૂટાછેડા આપવાનો નિર્ણય લીધો હતો. જોકે AR Rahman અને Saira Banu એ છેલ્લા 29 વર્ષથી લગ્નજીવન સાથે સંકળાયેલા હતા. પરંતુ તાજેતરમાં આ બંનેએ પોતાના લગ્નજીવનને અંત આપવાનો નિર્ણય લીધો છે. તો જે દિવસે AR Rahman એ છૂટાછેડા લેવાની માહિતી શેર કરી હતી, તેના બીજા જ દિવસે તેમના સંગીત બેન્ડ સાથે જોડાયેલી એક સંગીતકારે પણ પોતાના લગ્નજીવનને અંત લાવવાનો નિર્ણય સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો.
આ પણ વાંચો: AR Rahman એ 30 વર્ષના લગ્નજીવન ઉપર આ હસીનાના કારણે લગાવ્યું પૂર્ણવિરામ
Saira Banu AR Rahman નું સમર્થન કરતી જોવા મળી
જોકે આ ઘટના બાદ AR Rahman ને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. તે ઉપરાંત અનેક અહેવાલોના આધારે એવું પણ સામે આવ્યું હતું કે, AR Rahman અને તેમના સંગીત બેન્જ સાથે જોડાયેલી મોહિની ડે વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી અફેર ચાલી રહ્યો હતો. બીજી તરફ મોહિની ડેને પણ મીડિયા દ્વારા અનેક AR Rahman સાથે જોડાયેલા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા. ત્યારે આ બધાની વચ્ચે AR Rahman ની ભૂતપૂર્વ પત્ની Saira Banu એ એક નિવેદન જાહેર કર્યું છે. જોકે આ નિવેદનમાં Saira Banu એ AR Rahman નું સમર્થન કરતી જોવા મળી છે.
#ARRahman wife Saira Banu about #ARR & recent allegations
“ஏ.ஆர்.ரஹ்மான் மீது அவதூறு பரப்பாதீர்கள். அவர் அற்புதமான மனிதர்”
pic.twitter.com/XDOL5hxOuK— Movies Singapore (@MoviesSingapore) November 24, 2024
AR Rahman ના નામને અન્ય કોઈ સાથે જોડવાનું બંધ કરો
AR Rahman માટે Saira Banu એ જણાવ્યું છે કે, હું અત્યારે મુંબઈમાં છું અને ફિઝિકલી થોડી વીક છું. તેથી જ તે અત્યાર સુધી મૌન હતી. રંતુ હું તમામ યુટ્યુબર્સ અને તમિલ મીડિયાને અપીલ કરું છું કે કૃપા કરીને AR Rahman વિશે કોઈ ખોટી વાત ન ફેલાવો. તે વિશ્વની શ્રેષ્ઠ વ્યક્તિ છે. તે એક કિંમતી વ્યક્તિ છે. કૃપા કરીને હું તમને વિનંતી કરું છું કે આ સમય દરમિયાન તેમને સમર્થન આપો. મને તેમનામાં અતૂટ વિશ્વાસ છે, જે આખી જિંદગી રહેશે. કૃપા કરીને અમારી ગોપનીયતાને સમર્થન આપો અને AR Rahman ના નામને અન્ય કોઈ સાથે જોડવાનું બંધ કરો. તે ખરેખર ખૂબ જ સરસ વ્યક્તિ છે. તેમનું નામ બગાડશો નહીં..'
આ પણ વાંચો: AR Rahmanની પત્નીએ લીધા તલાક, 30 વર્ષ બાદ થયા અલગ