Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અને RJD પર કર્યા આકરા પ્રહાર, જાણો શું કહ્યું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર ભાજપે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. નવ વર્ષની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા ભાજપે 2004 થી 2014 વચ્ચેના કાર્યકાળને 'ખોવાઈ ગયેલો દાયકો' પણ કહેવામાં આવે છે. ગુજરાતના અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે...
અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અને rjd પર કર્યા આકરા પ્રહાર  જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર ભાજપે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. નવ વર્ષની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા ભાજપે 2004 થી 2014 વચ્ચેના કાર્યકાળને 'ખોવાઈ ગયેલો દાયકો' પણ કહેવામાં આવે છે. ગુજરાતના અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા.

Advertisement

ઠાકુરે વધુમાં કહ્યું કે 10 વર્ષ સુધી દેશ નબળા નેતૃત્વનો ભોગ બન્યો. રિમોટ કંટ્રોલ સરકાર કેવી રીતે ચલાવવામાં આવતી હતી? તે કોઈનાથી છુપાયેલું નથી. ઠાકુરે કહ્યું કે એક પરિવારના મામલામાં દેશના 10 અમૂલ્ય વર્ષ વેડફાઈ ગયા. અનુરાગ ઠાકુરે રાષ્ટ્રીય જનતા દળ (RJD) પર પ્રહારો કર્યા અને નવા સંસદ ભવનને શબપેટી સાથે સરખાવી તે તેમની માનસિકતા પર સવાલ ઉઠાવે છે. RJD આવનારી ચૂંટણીમાં ખાતું પણ નહીં ખોલાવી શકે જનતા તેમને ઓળખી ગઈ છે.

Advertisement

ઠાકુરે 9 વર્ષની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને રાયબેરેલીમાં પથ્થર તો લગાવી દીધા હતા પરંતુ ફેક્ટરી લગાવવામાં આવી નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વમાં રાયબેરેલીમાં ફેક્ટરી લગાડવામાં આવી છે. ઇટાલીના PM એ કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે. પુતિને મોદીને સાચ્ચો દેશભક્ત બતાવ્યો હતો. ઠાકુરે વધુમાં જણાવ્યું કે, સમગ્ર દુનિયામાં ભારતનો ડંકો વાગ્યો છે. આ બધું મોદીના નેતૃત્વના કરને થયું છે. આ સન્માન ફક્ત મોદીનો નથી પરંતુ સમગ્ર 140 કરોડની જનતાનો છે.

Advertisement

જે વિચાર્યું ન હતું તે પણ કર્યું

ઠાકુરે કહ્યું કે પહેલા કાશ્મીરમાં તિરંગો સળગાવવામાં આવતો હતો, પરંતુ હવે આ તિરંગાનો આખી દુનિયામાં દબદબો છે. ઠાકુરે કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે. તેમણે માત્ર નવ વર્ષમાં વિકસિત ભારત બનાવવાનો પાયો નાખ્યો છે. હજુ તો આગળ ઘણું કામ બાકી છે. ઠાકુરે કહ્યું કે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટે બધાને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ આ તે લોકો છે જેઓ ભ્રષ્ટાચારમાં સામેલ હતા. તેઓ આવ્યા ન હતા. ઠાકુરે કટાક્ષ કરતા કહ્યું કે સંસદ ભવન જોવાની આ તક હતી.

આ પણ વાંચો : દિલ્હીમાં 16 વર્ષની છોકરીને 40 ઘા માર્યા, મન ન ભરાયું તો પથ્થર વડે માથું ફોડી નાખ્યું

Tags :
Advertisement

.