Naroda Police : રાજ્યભરના ગુંડાઓને ફરી જેલમાં ધકેલવાની વાતો વચ્ચે નરોડા પોલીસે આવું કર્યું કામ
Naroda Police : અમદાવાદના વસ્ત્રાલની ઘટના બાદ સમગ્ર Gujarat Police ધંધે લાગી ગઈ હતી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay) 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમના ગેરકાયદેસર બાંધકામો તોડાવવા તેમજ કોઈ કેસમાં જામીન મેળવ્યા હોય તો તેને રદ્ કરાવવા આદેશ આપ્યા હતા. જો કે, આ કામગીરીમાં કયા શહેર અને કયા જિલ્લાની પોલીસે કેટલું યોગદાન આપ્યું તેનો આંકડો હજી સુધી જાહેર થયો નથી. આ સમગ્ર પ્રક્રિયા વચ્ચે અમદાવાદ શહેરની નરોડા પોલીસે ગુનેગારો પર ધાક બેસે તેવી પહેલ કરી છે. કઈ અને કેવી કામગીરી Naroda Police એ કરી છે ? વાંચો આ અહેવાલમાં...
100 કલાકની ચેતવણી, કામગીરી ચાલુ
અમદાવાદ શહેરમાં લુખ્ખાઓએ મચાવેલા આતંકની ઘટના બાદ DGP Gujarat વિકાસ સહાયે રાજ્ય પોલીસને 100 કલાકમાં ગુંડાઓની યાદી તૈયાર કરવા આદેશ આપ્યો હતો. માત્ર અમદાવાદ શહેર જ નહીં, પરંતુ રાજ્યભરમાં દાદા બનીને ફરતા ટપોરીઓ/ગુંડાઓને સબક શીખવાડવા Gujarat Police ને સૂચના અપાઈ. આદેશ બાદ કેટલાંક શહેરો અને જિલ્લાઓમાં પોલીસ ગેરકાયદેસર બાંધકામ તોડાવવા, વીજ કનેકશનો કપાવવા સક્રિય બની. અસામાજિક તત્વોના ટોળે ટોળા ક્રાઈમ બ્રાંચ અને LCB માં એકઠાં કરાયા, ચેતવણીઓ અપાઈ. 100 કલાક વીતી ગયાને પોણો મહિનો થઈ ગયો. આમ છતાં હજી સુધી રાજ્યભરમાં સત્તાવાર રીતે કેટલાં અસામાજિક તત્વો છે તેનો આંકડો ગાંધીનગર પોલીસ ભવન (Gandhinagar Police Bhavan) પહોંચ્યો નથી. બીજી તરફ કામગીરી ચાલુ હોવાનું કેટલાંક પોલીસ અધિકારીઓ રટણ કરી રહ્યાં છે.
આ પણ વાંચો -ગુજરાતમાં ચાલતા બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડમાં ATS ફરિયાદની માહિતી કેમ છુપાવે છે ?
જામીન મુક્ત ગુનેગારને સબક શિખવાડ્યો
મારામારી/હુમલાના ચાર જેટલાં ગુના સહિત 6 કેસ અને પાસા હેઠળ જેલમાં જઈ આવેલા માથાભારે શખ્સને અમદાવાદની Naroda Police એ સબક શીખવાડ્યો છે. માર્ચ-2024માં સાથીદારો સાથે મળીને એક યુવકને નજીવી બાબતે રોહન ભરવાડે લાકડીઓ તેમજ ગડદાપાટુનો માર મારી જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હતા. આ મામલે નરોડા પોલીસ સ્ટેશન (Naroda Police Station) માં ફરિયાદ નોંધાતા જુલાઈ-2024માં ધરપકડ કરી હતી. આરોપી રોહન ગોપાલભાઈ ભરવાડ ઉર્ફે રોની (રહે. ભરવાડ વાસ, નરોડા ગામ) ને અમદાવાદ સેશન્સ કોર્ટ (Sessions Court Ahmedabad) માં જામીન મુકતા અદાલતે 25 જુલાઈ 2024ના શરતોને આધિન જામીન મુક્ત કર્યો હતો. દર મહિનાના 15માં દિવસે આરોપીએ નરોડા પોલીસ સ્ટેશનમાં હાજરી પૂરાવવાની એક શરત હતી. આરોપી રોહન ઉર્ફે રોની છેલ્લાં 8 મહિનાથી હાજરી પૂરાવતો નહીં હોવાનું ધ્યાને આવતા નરોડા પીઆઈ પી. વી. ગોહિલે (PI P V Gohil) આરોપીના જામીન રદ્ કરાવવા તપાસ અધિકારી પીએસઆઈ વી. આર. ચૌધરીને સૂચના આપી હતી. ગત 24 માર્ચના રોજ તપાસ અધિકારી PSI V R Chaudhari એ કોર્ટમાં રિપોર્ટ કરતા આરોપીને અદાલતે 10 હજાર રૂપિયાનો શિક્ષાત્મક દંડ કર્યો છે. Naroda PI P V Gohil એ વાતચીતમાં જણાવ્યું હતું કે, 100 કલાકમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાના આદેશ અનુસંધાને સત્તરેક આરોપીઓના જામીન રદ્ કરાવવા નરોડા પોલીસ પ્રયત્નશીલ છે.
આ પણ વાંચો -ગેરકાયદેસર હથિયારો અને કારતૂસોનો તાળો મેળવવા ATS Gujarat ની મથામણ
DoP અંબાલાલ પટેલે આ મામલે શું કહ્યું ?
ડાયરેક્ટોરેટ ઑફ પ્રૉસિક્યુશન (Director of Prosecution Gujarat) અંબાલાલ આર. પટેલે (Ambalal R Patel) પોલીસની આ કામગીરીને બિરદાવી છે. પટેલે Gujarat First સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજ્યભરના સરકારી વકીલો અસામાજિક તત્વો સામેની કાર્યવાહી માટે પોલીસની સાથે છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓના આધારે શરત ભંગ કરનારા આરોપીઓ સામે જામીન રદ્ કરવાની પ્રક્રિયા કરી શકાય છે.